Home /News /national-international /કોરોનાની આ વેક્સિનથી હાર્ટ અટેકનો ખતરો વધી જશે: દિલ્હીના ડોક્ટર્સનું સંશોધન

કોરોનાની આ વેક્સિનથી હાર્ટ અટેકનો ખતરો વધી જશે: દિલ્હીના ડોક્ટર્સનું સંશોધન

corona vaccine risk

વિશ્વના કેટલાય દેશોમાં કોવિડ -19 વેક્સિનની ખરાબ અસર તરીકે માયોકાર્ડિટિસ એટલે કે , દિલની માંસપેશિઓમાં સોજાના સામે આવેલા કિસ્સાને લઈને દિલ્હી ગંગારામ હોસ્પિટલના (Gangaram Hospital Delhi) કાર્ડિયોલોજિસ્ટ ડો. અશ્વિની મહેતા અને તેમની ટીમે તેના મેટા એનાલિસિસ અને રિવ્યૂ કર્યું છે.

વધુ જુઓ ...
Heart Attack Risk: હાર્ટ અટેકના કિસ્સા આજકાલ ખૂબ જ સામાન્ય બાબત થઈ ગઈ છે. વૃદ્ધ હોય કે યુવાન સૌ કોઈને હાલતા-ચાલતા હાર્ટ અટેક આવી રહ્યા છે. ત્યાં સુધી કે ફિટનેસનું ખૂબ જ ધ્યાન રાખતા બોલીવૂડ સ્ટાર્સ અને સામાન્ય લોકો પણ તેની ઝપટમાં સરળતાથી આવી રહ્યા છે. કોરોના બાદથી અચાનક વધી રહેલા હાર્ટ ડિઝિઝના ટ્રેંડને લઈને કેટલાય રિસર્ચ અને સ્ટડીઝ થયા છે. પણ હવે દિલ્હીના સર ગંગારામ હોસ્પિટલના કાર્ડિયોલોજિસ્ટના રિસર્ચમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. મેટા એનાલિસિસ કમ સ્ટડીમાં કરવામા આવેલા દાવા અનુસાર, એક પ્રકારની કોરોના વેક્સિનથી પણ હાર્ટ અટેકની બિમારીનો ખતરો ઊભો થવાની સંભાવના છે.

આ પણ વાંચો: એક મહિનામાં જ તુર્કી ભારતનો ઉપકાર ભૂલી ગયું, કાશ્મીર મુદ્દા પર પાકિસ્તાનનો આપ્યો સાથ

વિશ્વના કેટલાય દેશોમાં કોવિડ -19 વેક્સિનની ખરાબ અસર તરીકે માયોકાર્ડિટિસ એટલે કે , દિલની માંસપેશિઓમાં સોજાના સામે આવેલા કિસ્સાને લઈને દિલ્હી ગંગારામ હોસ્પિટલના (Gangaram Hospital Delhi) કાર્ડિયોલોજિસ્ટ ડો. અશ્વિની મહેતા અને તેમની ટીમે તેના મેટા એનાલિસિસ અને રિવ્યૂ કર્યું છે. જેમાં કેટલીય રસપ્રદ વાતો સામે આવી છે. લગભગ 767 દર્દીઓ પર કરવામાં આવેલા એનાલિસિસમાં જોવા મળ્યું છએ કે, એક પ્રકારની વેક્સિન હાર્ટ અટેક માટે જવાબદાર હોય શકે છે.

ન્યૂઝ 18 હિન્દી સાથે વાત કરતા ડો.અશ્વિની મેહતા કહે છે કે, કોરોના વાયરસ શરીરના તમામ અંગો પર અસર પાડે છે. તેમાંથી હ્દય પણ સામેલ છે. કોવિડ બાદ હાર્ટ અટેકના દર્દી પણ વધી રહ્યા હોવાનો રિપોર્ટ સામે આવી રહ્યા છે, પણ કોરોના વાયરસ વિરુદ્ધ રોગ પ્રતિકારક ક્ષમતા વધારવા માટે કોરોના વેક્સિનની કંઈક ખરાબ અસર પણ થઈ શકે છે. આ પ્રભાવથી હાર્ટ અટેકનો ખતરો પણ ઊભો થઈ શકે છે.

આ વેક્સિન વધારી રહી છે હાર્ટ અટેકનો ખતરો


રિસર્ચમાં આવેલી આવ્યું છે કે, યૂએસએ, યૂકે, ઈઝરાયલ અને યૂરોપિયન યૂનિયનના ખાસ ભાગમાં જોવા મળ્યું છેકે, અમુક મર્યાદિત વેક્સિન જે એમઆરએનએ પદ્ધતિથી બનાવામાં આવેલી એટલે કે, એમઆરએનએ આધારિત છે. તે માયોકાર્ડિટિસનો ખતરો ઊભો કરે છે. એક ટ્રેંડ ખાસ કરીને યૂએસએ અને ઈઝરાયલમાં જોવા મળ્યું છે કે, 13-29 વર્ષના પુરુષોમાં એમઆરએનએ વેક્સિનનો બીજો ડોઝ લગાવ્યા બાદ માર્યોકાર્ડિટિસનું રિસ્ક ઊભું કરે છે.

ત્યાં સુધી કે WHO ની પૂર્વ મુખ્ય વૈજ્ઞાનિક સૌમ્યા સ્વામીનાથન પણ કહી ચુક્યા છે કે, કોવિડ બાદ હાર્ટ અટેકનો ખતરો વેક્સિનની સરખામણીમાં 4થી 5 ટકા વધારે છે. એટલે કે, કોરોના વેક્સિન પણ હ્દયની બિમારીનો ખતરો વધારે છે.
First published:

Tags: Corona vaccine, Heart attack

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો