સુપ્રીમ કોર્ટમાં આજે રામ મંદિર જન્મભૂમિ કેસમાં સુનાવણી થશે. આ ચુકાદા પર આખા દેશની નજર મંડાયેલી છે. સુપ્રીમ કોર્ટમાં કારસેવકો પર ગોળી ચલાવવાના કેસની પણ સુનાવણી થશે. આ ઉપરાંત યોગી સરકારના તાજમહેલ પર વિઝન ડોક્યુમેન્ટ્સ, રૈન બસેરા અને બોફોર્સ મુદ્દાઓ પર પણ સુનાવણી થશે.
રામ મંદિરના કેસમાં દસ્તાવેજોનું અલગ-અલગ લિપિ અને ભાષાઓમાં અનુવાદ કરવામાં આવ્યું છે. સુપ્રીમ કોર્ટે 5 ડિસેમ્બરના રોજ થયેલી સુનાવણી બાદ ઉત્તર પ્રદેશ સરકારને 53 ખંડમાં તમામ દસ્તાવેજોનું અનુવાદ કરાવ્યું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે મૂળ દસ્તાવેજ સંસ્કૃત, ફારસી, પાલી, ઉર્દૂ અને અરબી ભાષામાં છે.
શિયા વક્ફ બોર્ડ છે રામ મંદિરના પક્ષમાં
ઉત્તર પ્રદેશના શિયા વક્ફ બોર્ડના ચેરમેન વસીમ રિઝવીએ કહ્યું હતું કે, 'અયોધ્યામાં રામ મંદિરનો વિરોધ કરનાર લોકોએ પાકિસ્તાન અથવા બાંગ્લાદેશ ચાલ્યા જવું જોઈએ.' રિઝવીએ વિવાદિત જમીન પાસે નમાઝ પણ પઢી હતી અને રામ જન્મભૂમિના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસ સાથે પણ મુલાકાત કરી હતી.
કટ્ટરવાદી માનસિકતા ધરાવતા લોકો પાકિસ્તાન જાય
રિઝવીએ કહ્યું હતું કે, 'જે લોકો અયોધ્યામાં રામજન્મભૂમિમાં મંદિર બનાવવાનો વિરોધ અને બાબરી મસ્જિદ બનાવવાની કટ્ટર માનસિકતા ધરાવે છે તેમણે પાકિસ્તાન અથવા બાંગ્લાદેશ ચાલ્યા જવું જોઈએ. આવા મુસલમાનો માટે ભારતમાં કોઈ સ્થાન નથી. મસ્જિદના નામ પર જે લોકો જેહાદ ફેલાવવા માંગે છે તેમણે જરૂર જવું જોઈએ. આ લોકોએ આઈએસઆઈએસના પ્રમુખ અબૂ બકર અલ બગદાદીના જૂથ સાથે ભળી જવું જોઈએ.'
તેમણે આરોપ લગાવ્યો હતો કે કટ્ટરવાદી મુસ્લિમ મૌલવીઓ દેશને તોડવા માંગે છે. તેમણે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન ચાલ્યા જવું જોઈએ. રિઝવીના આવા આરોપ પર ભડકેલા શિયા ધર્મ ગુરુઓએ કહ્યું હતું કે સાંપ્રદાયિકતા ફેલાવવા બદલ તેમની ધરપકડ કરીને જેલમાં નાખી દેવા જોઈએ.
કાર સેવક પર ગોળીબાર કેસમાં થશે સુનાવણી
કાર સેવકો પર ગોળી ચલાવવા કેસની સુનાવણી સુપ્રીમ કોર્ટમાં થશે. રાણા સંગ્રામસિંહે એ વખતના મુખ્યમંત્રી મુલાયમસિંહ સામે કેસ ચલાવવાની માંગણી કરી છે. રાણા સંગ્રામસિંહે પોતાની અરજીમાં કહ્યું છે કે 6 ફેબ્રુઆરી 2014ના રોજ મૈનપુરી જિલ્લામાં આયોજીત એક જનસભામાં મુલાયમસિંહે કહ્યું હતું કે, તેમના આદેશ પર 1990માં પોલીસે અયોધ્યામાં કાર સેવકો પર ગોળી ચલાવી હતી. આથી તેમના પર કાર સેવકોની હત્યાનો કેસ ચલાવવો જોઈએ.
ધર્મ સ્થળને બચાવવા માટે ચલાવવામાં આવી હતી ગોળી
મુલાયમસિંહે એક સભાને સંબોધન કરતા કહ્યું હતું કે, 1991માં મુખ્યમંત્રી હતા ત્યારે અયોધ્યામાં વિવાદિત માળખાને બચાવવા માટે તેમણે કાર સેવકો પર ગોળી ચલાવવાનો આદેશ આપ્યો હતો, તેમને આ વાત પર અફસોસ છે, પરંતુ ધર્મસ્થળને બચાવવું જરૂર હતું, આથી ગોળી ચલાવવામાં આવી હતી. તેમણે કહ્યું હતું કે, સંસદમાં જ્યારે વિપક્ષ નેતા અટલ બિહારી વાજપેયીએ જ્યારે આ ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો ત્યારે તેમને જવાબ આપવામાં આવ્યો હતો કે ધર્મસ્થળને બચાવવા માટે ગોળી ચલાવવામાં આવી હતી, આ ઘટનામાં 16 લોકોનાં મોત થયા હતા.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર