કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું, હવે રોડ પર કોઈ શ્રમિક નથી

News18 Gujarati
Updated: March 31, 2020, 1:51 PM IST
કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું, હવે રોડ પર કોઈ શ્રમિક નથી
કેન્દ્ર તરફથી સુપ્રીમ કોર્ટને જણાવવામાં આવ્યું કે 28 દિવસની અંદર 3 લાખ 48 હજાર લોકોને દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે

કેન્દ્ર તરફથી સુપ્રીમ કોર્ટને જણાવવામાં આવ્યું કે 28 દિવસની અંદર 3 લાખ 48 હજાર લોકોને દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે

  • Share this:
નવી દિલ્હીઃ લૉકડાઉન (Lockdown In India) ની વચ્ચે શ્રમિકોના સ્થળાંતર પર મંગળવારે સુપ્રીમ કોર્ટ (Lockdown In India)માં સુનાવણી થઈ. આ સુનાવણી વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી થઈ. સુનાવણી દરમિયાન સરકોર સુપ્રીમ કોર્ટને જાણકારી આપી કે 17 જાન્યુઆરથી જ કેન્દ્ર તરફથી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે આપણા દેશના સૌભાગ્યથી જલ્દી અને નિવારક પગલાં ઉઠાવ્યા. શ્રમિકોના સ્થળાંતર વિશે સરકાર તરફથી રજૂઆત કરતાં સોલિસિટર જનરલે કહ્યું કે હવે રોડ પર કોઈ મજૂર નથી.

તુષાર મહેતાએ જણાવ્યું કે જેમનાં પણ લક્ષણ દેખાયા તેમને તાત્કાલિક ક્વારન્ટિન કરવામાં આવ્યા. સુનાવણી દરમિયાન ગૃહ સચિવ અને સંયુક્ત સચિવ ગૃહ, સોલિસિટર જનરલ તુષાર મહેતાની ઓફિસમાં ઉપસ્થિત હતા.

સોલિસિટર જનરલે સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે આ વાયરસ વિશે આપણને 5 જાન્યુઆરીએ જાણ થઈ અને અમે 17 જાન્યુઆરથી તૈયારીઓ શરૂ કરી દીધી હતી. એવામાં અમે વાયરસને સંતોષજનક સ્તરે નિયંત્રિત કરી શક્યા છીએ. તેઓએ જણાવ્યું કે જે અન્ય દેશોએ કર્યું અમે તેમનાથી આગળના પગલાં ભર્યા. ભારતમાં કોઈ કેસ સામે આવ્યા પહેલા જ અમે થર્મલ સ્કેનિંગ શરૂ કરી દીધું હતું.

આ પણ વાંચો, કોરોનાથી ડરવાની જરૂર નથી, ભારત આ જંગ સરળતાથી જીતી જશેઃ ડૉ. રેડ્ડીનો દાવો

3 લાખ 48 હજાર લોકો દેખરેખ હેઠળ

મહેતાએ જણાવ્યું કે, જેમનાં પણ લક્ષણ હોવાનું બહાર આવ્યું તેમને તાત્કાલિક ક્વોરન્ટિન માટે મોકલી અપાયા. જેમનામાં લક્ષણ ન મળ્યા તેમને પણ સલાહ આપવામાં આવી કે તેઓ 14 દિવસ સુધી હોમ ક્વોરન્ટિનમાં રહે. તેઓએ જણાવ્યું કે એકકૃત રોગ વૉચ કાર્યક્રમ બનાવવામાં આવ્યો જેથી તેની પર નજર રાખી શકાય કે પ્રવાસી પર 14 દિવસની અંદર કેવા પ્રકારના લક્ષણો જોવા મળે છે. કેન્દ્ર તરફથી સુપ્રીમ કોર્ટને જણાવવામાં આવ્યું કે 28 દિવસની અંદર 3 લાખ 48 હજાર લોકોને દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે.

આ પણ વાંચો, કોરોના સંકટઃ 50 લાખ લોકોનાં ભોજનની વ્યવસ્થા કરશે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ
First published: March 31, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading