અયોધ્યા વિવાદ: જસ્ટિસ લલિત મામલાથી હટતાં સુનાવણી 29 જાન્યુ. સુધી ટળી

News18 Gujarati
Updated: January 10, 2019, 2:48 PM IST
અયોધ્યા વિવાદ: જસ્ટિસ લલિત મામલાથી હટતાં સુનાવણી 29 જાન્યુ. સુધી ટળી
સુનાવણીમાં નક્કી થશે કે મામલાની નિયમિત સુનાવણી ક્યારથી શરૂ થશે અને શું તે રોજ થશે

સુનાવણીમાં નક્કી થશે કે મામલાની નિયમિત સુનાવણી ક્યારથી શરૂ થશે અને શું તે રોજ થશે

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: સુપ્રીમ કોર્ટે મંગળવારે રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદ મામલાની સુનાવણી માટે પાંચ સભ્યોની બંધારણીય બેન્ચની રચના કરી. ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા (સીજેઆઈ) રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી બેન્ચ ગુરુવાર (10 જાન્યુઆરી)થી મામલાની સુનાવણી કરી. આ બેન્ચમાં સીજેઆઈ ઉપરાંત જસ્ટિસ એસ એ બોબડે, જસ્ટિસ એનવી રમણ, જસ્ટિસ યૂયૂ લલિત અને જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ હતા.

સુપ્રીમ કોર્ટ Updates


  • જસ્ટિસ લલિત મામલાથી હટતાં સુપ્રીમ કોર્ટે સુનાવણી રદ કરી, આગામી સુનાવણી 29 જાન્યુઆરીએ થશે. નવી બેન્ચની રચના કરવામાં આવશે.
    જસ્ટિસ યૂયૂ લલિતે પોતાને સુનાવણીથી અલગ કરી દીધા વે. આ મામલામાં નવો વળાંક છે. તેઓએ કહ્યું કે તેઓ સુનાવણીમાં ભાગ નહીં લે.

  • મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવને કોર્ટેમાં જસ્ટિસ યૂયૂ લલિત પર સવાલ ઉઠાવતા કહ્યું કે, 1994માં યૂયૂ લલિત કલ્યાણસિંહ માટે રજૂ થઈ ચૂક્યા છે.

  • Loading...

  • અયોધ્યા વિવાદ પર સુનાવણી શરૂ કરતાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આજે કોઈ સુનાવણી નહીં થાય, માત્ર તારીખ અને શિડ્યૂલ નક્કી કરવામાં આવશે.


મામલામાં પાંચ સભ્યોના બેન્ચનું ગઠન પૂર્વ જસ્ટિસ દીપક મિશ્રાની અધ્યક્ષતાવાળી ત્રણપ સભ્યોની બેન્ચના તે નિર્ણયથી વિપરીત છે, જેમાં તેઓએ મામલાને પાંચ સભ્યોની બેન્ચની પાસે મોકલવાનો ઇન્કાર કરી દીધો હતો. મુસ્લિમ પક્ષકારોએ આ મામલાને પાંચ સભ્યોની બંધારણીય બેન્ચની પાસે મોકલવાનું સ્વાગત કર્યું છે.

4 જાન્યુઆરીના રોજ મામલાની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે આ મામલામાં ગઠિત થનારી યોગ્ય બેન્ચ 10 જાન્યુઆરીના રોજ આગામી આદેશ આપશે. હવે ગુરુવારની સુનાવણીમાં નક્કી થશે કે મામલાની નિયમિત સુનાવણી ક્યારથી શરૂ થશે અને શું તે રોજ થશે. સુપ્રીમ કોર્ટની વેબસાઇટ મુજબ, સવારે 10.30 વાગ્યે મામલાની સુનાવણી થવાની છે.

આ પણ વાંચો, અયોધ્યા મામલામાં CJI ગોગોઈએ પરંપરા તોડી ત્રણ જજની બેંચના નિર્ણયને પલટ્યો
First published: January 10, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...