શ્રીનગર : કોરોનાથી રક્ષણ માટે દેશભરમાં રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. જેમાં મોટા શહેરોથી માંડી નાના ગામડાંને પણ આવરી લેવાયા છે. આંતરિયાળ વિસ્તારોમાં પણ લોકોને રસી મળી રહે તે માટે પ્રયાસો થઈ રહ્યા છે. કોરોનાની રસી તમામ લોકો સુધી પહોંચી રહે તે માટે આરોગ્ય વિભાગ કેટલી હદે કાર્યરત છે તે અંગે પ્રકાશ પાડતો વીડિયો તાજેતરમાં વાયરલ થયો હતો. જેમાં કોવિડ-19 રસીકરણ અભિયાન માટે જમ્મુ-કાશ્મીરના રાજૌરીના દુર્ગમ ગામ સુધી પહોંચવા આરોગ્ય કર્મચારીઓની ટીમ ઘૂંટણ સુધીના પાણીમાં નદીને પાર કરતી જોવા મળી રહી છે.
ત્રલા હેલ્થ સેન્ટરના ઇન્ચાર્જ ડો. ઇરામ યાસ્મિને આ વીડિયો શેર કર્યો છે. જેમાં કેટલાક આરોગ્ય કર્મચારીઓ જિલ્લાના ત્રલા ગામમાં ડોર-ટુ-ડોર COVID-19 રસીકરણ માટે નદી પાર કરતા જોવા મળે છે.
ન્યૂઝ એજન્સી ANIને ડો. યાસ્મિને જણાવ્યું હતું કે, અમને ઉચ્ચ અધિકારીઓ દ્વારા ઘરે ઘરે જઈ લોકોને રસી આપવાના ઓર્ડર મળ્યા છે. તે કામ ખૂબ જ મુશ્કેલ હતું, પરંતુ અમારા આરોગ્ય કર્મચારીઓએ નદીઓ, પર્વતો અને સહિતના ઘણા પડકારોને સફળતાથી પાર કરીને તેમની ફરજ બજાવી હતી અને રસી આપવા લોકો સુધી પહોંચ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારી સામે લડવામાં આરોગ્ય કર્મચારીઓ મોખરે છે. તેઓ દર્દીઓ સુધી પહોંચવા અને સારવાર આપવા અનેક મુશ્કેલીઓ દૂર કરીને મહામારી સામે લડી રહ્યા છે. તાજેતરમાં લદ્દાખ નદીની આસપાસ અર્થ મુવરમાં કોરોના વોરિયર્સને લઈ જવાયા હોવાની તસવીર વાયરલ પણ થઈ હતી.
#Watch J&K | Health workers cross a river to carry out door-to-door COVID19 vaccination in Rajouri district's Tralla village
લદ્દાખના સાંસદ જમ્યાંગ ત્સરીંગ નમગિલે પોતાની ટ્વિટમાં કોરોના વોરિયર્સની પ્રશંસા કરી હતી. જેમાં તબીબી ટીમને અર્થ મુવરમાં લઇ જવાતી હોવાનું દર્શાવવામાં આવ્યું હતું. યોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચરની તંગી હોવા છતાં દર્દીઓ સુધી પહોંચવા તબીબી સ્ટાફ દ્વારા કરાયેલા પ્રયત્નોની લોકોએ પ્રશંસા કરી હતી.
પોતાના કર્તવ્ય તરફ આરોગ્ય કર્મચારીઓના ધૈર્યનું વધુ એક ઉદાહરણ ઝારખંડમાં જોવા મળ્યું છે. જ્યાં લાતેહારના મદુઆદનાર બ્લોકમાં સહાયક નર્સ રસીકરણ માટે નિભાવેલી જવાબદારીની પ્રશંસા થાય છે. આવી જ રીતે મંતી કુમારી નામની મહિલાએ પણ કર્તવ્ય સારી રીતે બજાવ્યું હોવાનું જાણવા મળે છે. રસીકરણ માટે તેને ગાઢ જંગલમાં 35 કિમી દૂર જવું પડતું હતું. તે પોતાના દોઢ વર્ષની દીકરીને તેડી લઈ જતી ઉપરાંત તેની સાથે વેકસીન બોક્સ પણ રહેતું. તેને રસ્તામાં નદી પણ પાર કરવી પડતી હતી. 8 ગામ કવર કરવાની જવાબદારી તેના પર રહેતી હતી. તે એક વર્ષથી આ જવાબદારી સંભાળી રહી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર