હેલ્થ વર્કર્સને મળશે Corona વેક્સીનનો પહેલો ડોઝ? સરકાર કરશે અંતિમ નિર્ણય

પ્રતિકાત્મક તસવીર

સરકારની બહાર પણ આ વાત પર સહમતિ બનતી દેખાઈ રહી છે, કે હેલ્થકેયર વર્કર્સને કોરોના વેક્સીનનો ડોઝ મળવો જોઈએ

 • Share this:
  નવી દિલ્હી : કોરોના વાયરસ (Coronavirus)ના સંક્રમણથી પૂરી રીતે છૂટકારો મેળવવા માટે અનેક વેક્સીન (Corona Vaccine) કંપનીઓનું કામ હવે અંતિમ તબક્કામાં પહોંચી ગયું છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે, જો બધુ સારૂ રહ્યું તો, ઓગસ્ટના અંત સુધીમાં વેક્સીન ઉપલબ્ધ થઈ શકે છે. એવામાં હવે તેના પર પણ ચર્ચા થઈ રહી છે કે, આખરે વેક્સીનનો પહેલો ડોઝ કોને આપવામાં આવશે. આ મામલે સરકારમાં ભલે તેના પર ચર્ચા થઈ રહી હોય, પરંતુ કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવે ઈશારા-ઈશારામાં સંકેત જરૂર આપ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણની વાત જોઈએ તો, કોરોના વેક્સીનની પહેલી પ્રાથમિકતા હેલ્થ વર્કર્સને મળી શકે છે.

  સ્વાસ્થ્ય સચિવે કહ્યું કે, સરકારની બહાર પણ આ વાત પર સહમતિ બનતી દેખાઈ રહી છે, કે હેલ્થકેયર વર્કર્સને કોરોના વેક્સીનનો ડોઝ મળવો જોઈએ. તેમણે કહ્યું કે, તેનાથી એ પણ સંદેશ જશે કે, ભારત તેમના કામના વખાણ કરે છે જો આ ફ્રન્ટલાઈન હેલ્થ વર્કર્સે કર્યું છે. આનાથી હેલ્થવર્કર્સની અછતને પણ પૂરી કરી શકાશે.

  આ પણ વાંચોખુશખબર: રશિયાનો દાવો, 2 અઠવાડીયામાં જ આવી જશે દુનિયાની પહેલી Corona વેક્સીન

  સ્વાસ્થ્ય સચિવે સ્પષ્ટ કહ્યું છે કે, હજુ આવું કોઈ લીસ્ટ તૈયાર નથી કરવામાં આવ્યું પરંતુ જો લીસ્ટ તૈયાર થાય છે તો, પહેલા હેલ્થ વર્કર્સ અને બીજા નંબર પર વૃદ્ધ અને અન્ય બીમારી ગ્રસ્ત લોકોને વેક્સીન આપવામાં આવી શકે છે. વેક્સીનને લઈ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન પણ પોતાની નજર લગાવીને બેઠું છે. WHOના રિઝનલ ડાયરેક્ટર ડો. પૂનમ ક્ષેત્રપાલ સિંહ અનુસાર, જ્યારે વેક્સીન બનીને તૈયાર થશે, ત્યારે દુનિયાના દરેક વ્યક્તિ સુધી તેની પહોંચ હશે. WHOએ કહ્યું કે, વેક્સીનના શરૂઆતના ડોઝ તમામ દેશમાં પહોંચાડવામાં આવશે, જેથી હેલ્થવર્કર્સને ઈમ્યૂનાઈઝ કરી શકાય.

  આ પણ વાંચોખુશખબર: હવે આ ડિવાઈસથી મરશે Corona વાયરસ, ક્યાંય પણ ફીટ કરી શકાય છે

  પીએમ મોદી પણ લગાવીને બેઠા છે નજર

  કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે કહ્યું કે, સરકાર તરફથી હાલમાં આનું કોઈ લીસ્ટ નથી બનાવવામાં આવ્યું પરંતુ જેને પ્રથમ જરૂરત હશે તેને પહેલા વેક્સીન આપવામાં આવશે. જે વિસ્તારમાં કોરોનાનો ખતરો વધારે છે, તેમના સુધી કોરોના વેક્સીન પહોંચાડવામાં આવશે. ભારતમાં કોવિડ-19 ટાસ્ક ફોર્સના ચીફ ડો. વીકે પોલ અનુસાર, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ખુદ કોરોના વેક્સીનને લઈ નજર બનાવી રહ્યા છે. તે ઈચ્છે છે કે, કોરોના વેક્સીન ઝડપથી પરીક્ષણમાં સફળ થાય, જેથી લોકો સુધી વહેલી તકે પહોંચાડી શકાય.
  Published by:kiran mehta
  First published: