Home /News /national-international /વિડીયો કોલ કરીને કપડાં ઉતારવા લાગી યુવતી, નિવૃત્ત કર્મચારીને લાખો રૂપિયામાં પડી પળભરની મજા

વિડીયો કોલ કરીને કપડાં ઉતારવા લાગી યુવતી, નિવૃત્ત કર્મચારીને લાખો રૂપિયામાં પડી પળભરની મજા

VIDEO CALL મા મહિલાએ ઉતાર્યા કપડાં

Fraud In Prayagraj UP: એક રિટાયર્ડ હેલ્થ વર્કરને અશ્લીલ વિડીયો કોલ કરીને મહિલાને બ્લેકમેલ કરવાનો મામલો સામે આવ્યો છે. એક વ્યક્તિએ લોક શરમનો ડર બતાવીને SP ક્રાઈમ બનીને વૃદ્ધો પાસેથી લાખો રૂપિયા જમા કરાવ્યા હતા.

  • News18 Gujarati
  • Last Updated :
  • Uttar Pradesh, India
Uttar Pradesh Health Worker Fraud: ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના પ્રયાગરાજ (Prayagraj) માં એક રિટાયર્ડ હેલ્થ વર્કરને અશ્લીલ વિડીયો કોલ કરીને મહિલાને બ્લેકમેલ કરવાનો મામલો સામે આવ્યો છે. એક વ્યક્તિએ લોક શરમનો ડર બતાવીને SP ક્રાઈમ બનીને વૃદ્ધો પાસેથી લાખો રૂપિયા જમા કરાવ્યા. ત્યારે હવે પીડિતે સાયબર ક્રાઈમ (Cyber Crime) નો કેસ દાખલ કર્યો છે.

વિડીયો કોલ પર યુવતીએ તેની સામે તેના કપડા ઉતારી દીધા

જણાવી દઈએ કે આ મામલો ધુમાનગંજ પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. સ્વરૂપરાણી નેહરુ હોસ્પિટલના નિવૃત્ત આરોગ્ય કર્મચારી તેમના પરિવાર સાથે રાજરૂપપુરમાં રહે છે. હાલમાં જ તેમને એક યુવતીનો વિડીયો કોલ આવ્યો હતો. વિડીયો કોલ પર યુવતીએ તેની સામે તેના કપડા ઉતારી દીધા હતા. ત્યારબાદ ફોન કરીને યુવતીએ વૃદ્ધને જણાવ્યું કે તેનો વિડીયો બનાવવામાં આવ્યો છે. જો તેઓ તેણીની વાત નહીં માને, તો તે ફેસબુક પર વિડીયો અપલોડ કરી દેશે.

સાયબર ગુનેગારોએ જમા કરાવ્યા 3 લાખ 13 હજાર રૂપિયા

જે બાદ વૃદ્ધ માણસ ડરી ગયો અને ફોન બંધ કરી દીધો. ત્યાર બાદ એસપી ક્રાઈમ રાકેશ અસ્થાના તરીકે સાયબર ઠગે તેમને ફોન કરીને ધમકી આપવાનું શરૂ કર્યું હતું. તેણે કહ્યું કે યુવતીએ તેમની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. સાયબર ઠગોએ પહેલાં વૃદ્ધ પાસે 24 હજાર રૂપિયા જમા કરાવ્યા. આ પછી એક લાખ 11 હજાર ઓનલાઈન ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે મામલો ડીઆઈજી સુધી પહોંચ્યો છે, જેના માટે ફરીથી રૂ.1.25 લાખ લેવામાં આવ્યા.

આ પણ વાંચો: ATMમાંથી લાખોની ઉઠાંતરી: ચોરી કરવા ચોરોએ અપનાવ્યો નવો જુગાડ, CCTV જોઈ પોલીસ પણ માથું ખંજવાળા લાગી

3 લાખ 13 હજાર રૂપિયા પડાવ્યા

આ રીતે સાયબર ઠગોએ ઘણી વખત ટ્રાન્ઝેક્શન કરીને 3 લાખ 13 હજાર રૂપિયા જમા કરાવ્યા. વૃદ્ધ એટલા પરેશાન થઈ ગયા કે તેઓ આત્મહત્યા કરવાનું વિચારવા લાગ્યા. પરંતુ પાડોશમાં રહેતા એક પોલીસકર્મીએ ઘટનાની જાણ થતાં તેનું કાઉન્સેલિંગ કર્યું હતું. આ પછી હવે વડીલે સાયબર ફ્રોડનો કેસ દાખલ કર્યો છે.
First published:

Tags: Bank Fraud News, Fraud, HoneyTrap, Uttarpradesh, Video Call