લખનઉ: અયોધ્યા આંદોલનમાં મહત્ત્વની ભૂમિકા નિભાવનારા અને શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલદાસ (Mahant nritya gopal das) ની તબિયચ અચાનક બગડી છે. તેમને એમ્બ્યુલન્સ મારફતે લખનઉ લઈ જવામાં આવ્યા છે. સૂત્રોએ જણાવ્યું કે મહંત નૃત્ય ગોપાલદાસને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. તેમણે છાતીમાં દુઃખાવો થઈ રહ્યો હોવાની ફરિયાદ કરી હતી. નોંધનીય છે કે થોડા દિવસ પહેલા જ નૃત્ય ગોપાલદાસ કોરોના પોઝિટિવ આવ્યા હતા. ઓગસ્ટ મહિનામાં તેઓ કોરોના પોઝિટિવ થયા હતા, ત્યારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તેમને ગુરુગ્રામની મેદાન્તા હૉસ્પિટલમાં દાખલ કરાવ્યા હતા.
નૃત્ય ગોપાલદાસના શિષ્યો દેશ અને વિદેશમાં વસ્યા છે. તેઓ ફક્ત રામ જન્મ ભૂમિ ન્યાસના જ નહીં પરંતુ કૃષ્ણ જન્મ ભૂમિ ન્યાસના પણ અધ્યક્ષ છે. આ નાતે તેઓ મથુરામાં પણ કૃષ્ણ જન્માષ્ટમી પર હાજર રહે છે. ઉલ્લેખનીય છે કે શરૂાઆતમાં રામ જન્મભૂમિ તાર્થ ક્ષેત્ર ટ્રસ્ટને લઈને સાધુ-સંતોમાં અસંતોષ હતો. બાદમાં આ ટ્રસ્ટના અધ્યક્ષ તરીકે મહંત નૃત્યા ગોપાલદાસની નિમણૂક કરવામાં આવતા સાધુ-સંતો સંતુષ્ઠ થઈ ગયા હતા.
આ પણ જુઓ-
બાબરી વિધ્વંસના આરોપમાંથી મુક્ત થયા
નૃત્ય ગોપાલદાસની જોન્મ બરસાના મથુરાના કહોલા ગામમાં 1938માં થયો હતો. ફક્ત 12 વર્ષની નાની ઉંમરમાં તેમણે સંન્યાસ લઈ લીધો હતો. જે બાદમાં તેઓ મથુરાથી અયોધ્યા આવી ગયા હતા. અયોધ્યા આવ્યા બાદ તેઓ કાશી ચાલ્યા ગયા હતા. કાશી જવાનો ઉદેશ સંસ્કૃતનો અભ્યાસ કરવાનો હતો. 193માં તેઓ અયોધ્યા પરત ફર્યા હતા અને મણિરામ દાસ છાવણીમાં રોકાયા હતા. તેમણે રામ મનોહર દાસ પાસેથી દીક્ષા લીધી હતી. નૃત્ય ગોપાલદાસ પર બાબરી વિધ્વંસમાં સામેલ હોવાનો આરોપ લાગ્યો હતો. જોકે, સીબીઆઈ કોર્ટ તેમને આરોપમાંથી મુક્ત કર્યા છે.
Published by:Vinod Zankhaliya
First published:November 09, 2020, 18:34 pm