Home /News /national-international /Covid 19 Second Wave જીવલેણ : કોરોનાના મોટાભાગના દર્દીઓમાં દેખાઈ રહ્યા છે આ લક્ષણો - Doctors

Covid 19 Second Wave જીવલેણ : કોરોનાના મોટાભાગના દર્દીઓમાં દેખાઈ રહ્યા છે આ લક્ષણો - Doctors

કોરોનાવાયરસના લક્ષણો (પ્રતિકાત્મક તસવીર)

ગત વર્ષે પણ કોરોના વકર્યો હતો પરંતુ આ વખતે પરિસ્થિતિ સાવ જુદી જ છે. કારણ કે કોરોનાનો મ્યુટેન્ટ અને સ્ટ્રેન પરેશાન કરનારો છે.

    નવી દિલ્હી : ભારત માટે કોરોના વાયરસની બીજી લહેર જીવલેણ સાબિત થઇ શકે છે. આંકડાઓ પર નજર કરીએ તો ભારતમાં અત્યાર સુધીમાં કાલે એટલે કે 15 એપ્રિલે કોરોનાના કારણે સૌથી વધુ દર્દીઓના મોટ થયા છે. જેમ જેમ કોરોનાના કેસ વધતા જાય છે તેમ તેમ ભારતમાં સ્વાસ્થ્ય સેવા કમજોર થતી દેખાઈ રહી છે. ગત વર્ષે પણ કોરોના વકર્યો હતો પરંતુ આ વખતે પરિસ્થિતિ સાવ જુદી જ છે. કારણ કે કોરોનાનો મ્યુટેન્ટ અને સ્ટ્રેન પરેશાન કરનારો છે.

    એક્સપર્ટ્સનું કહેવું છે કે કોરોના વાયરસ પહેલા કરતા વધુ મજબૂત અને સંક્રામક થતો જાય છે, જેને લઈને દેશમાં કોરોનાનો રાફડો ફાટ્યો છે. TOIએ એક્સપર્ટ્સ અનુસાર એક રિપોર્ટ છાપ્યો છે, તે અનુસાર કોરોનાના નવા સ્ટ્રેનના લક્ષણ કઈંક આ મુજબ છે.

    કોરોનાના લક્ષણ છે સિમ્પટૉમૅટિક

    કોરોનાના લક્ષણ હવે પહેલા કરતા વધુ સિમ્પટૉમૅટિક છે, એટલે કે હવે લક્ષણ દેખાઈ રહ્યા છે. જેમાં ગળાની ખરાશ અને દુખાવાનો સમાવેશ થાય છે. કોરોનાના લગભગ 52%થી વધુ કેસમાં આ લક્ષણો દેખાયા છે. ઘણા દર્દીઓને જમવા અને પાણી પીવા દરમિયાન ગાળામાં દુખાવાનો અનુભવ થયો હતો.

    આ પણ વાંચોવિચિત્ર હકિકત: આ છે કલિયુગની 'કુંભકર્ણ', 1 વખત ઊંઘી જાય તો 13 દિવસ સુધી નથી ખોલતી આંખો

    મોટાભાગના કોરોના સંક્રમિત લોકોને થાકનો અનુભવ થાય છે. જોકે, દરેક પ્રકારના વાયરલ ઇન્ફેક્શન દરમિયાન દર્દીને થાકનો અનુભવ થાય છે. પરંતુ કોરોનાના મામલે દર્દીને થાકનો અનુભવ વધુ પ્રમાણમાં થાય છે.

    કોરોનાના દર્દીઓને મસલ્સમાં દુખાવો, પગનો દુખાવો, શરીરમાં ખૂબ પીડા થવી જેવા લક્ષણો સામે આવ્યા છે. મહત્વનું છે કે, શરીરમાં વધુ પડતો દુખાવો થવાનું કારણ માઇગેલિયા છે, જે મહત્વના મસલ્સ ફાઈબર અને ટીશ્યુ લાઇનિંગ પર હુમલો કરતા વાયરસનું કારણ છે. સંક્રમણ દરમિયાન દર્દીને શરીર પર સોજા આવવા, પગનો દુખાવો, અશક્તિ જેવા અનુભવ થઇ શકે છે.

    આ પણ વાંચોCorona કાળમાં ફરી અર્થતંત્ર ગગડે તેવી દહેશત, ગરીબો માટે નવા રાહત પેકેજના સંકેતો

    કોરોનના દર્દીઓમાં અચાનક વધુ ઠંડી લાગવી, શરીર ધ્રુજવું જેવા લક્ષણો પણ દેખાય છે. સંક્રમણના શરૂઆતમાં થોડી ઠંડી લાગવી અને થોડો તાવ આવવો એ પણ એક પ્રકારનું લક્ષણ જ છે. સાથે જ ઉબકા અને ઉલ્ટી પણ કોરોણાનું એક લક્ષણ છે.

    અતિસાર અને ઝાડા થવા એ કોરોના સંક્રમણનું એક લક્ષણ છે. એટલું જ નહીં આ નવા સ્ટ્રેનના લક્ષણોમાં બહેરાશ, સ્કિન ઇન્ફેક્શન, મસલ્સ પેન અને નજરની કમજોરીનો પણ સમાવેશ થાય છે.
    First published:

    Tags: Covid 19 second wave