દેશમાં 2 લાખની નજીક પહોચ્યોં કોરોના કેસનો આંકડો, અત્યાર સુધીમાં 95,527 દર્દી સાજા થયા, મૃત્યુદર સૌથી ઓછો

News18 Gujarati
Updated: June 2, 2020, 8:41 PM IST
દેશમાં 2 લાખની નજીક પહોચ્યોં કોરોના કેસનો આંકડો, અત્યાર સુધીમાં 95,527 દર્દી સાજા થયા, મૃત્યુદર સૌથી ઓછો
દેશમાં 2 લાખની નજીક પહોચ્યોં કોરોના કેસનો આંકડો, અત્યાર સુધીમાં 95,527 દર્દી સાજા થયા, મૃત્યુદર સૌથી ઓછો

લવ અગ્રવાલના મતે દેશમાં કોરોના વાયરસ સંક્રમિતોના સાજા થવાના દરને લઈને રાહતની વાત છે કે આ વધીને 48.07 ટકા થયો

  • Share this:
નવી દિલ્હી : દેશમાં કોરોના વાયરસ સંક્રમણના (Coronavirus) કેસમાં વધારો થવાનું સતત ચાલું છે. મંગળવારે બપોર સુધી કોવિડ-19 ના (Covid 19) કેસોની સંખ્યા 2 લાખની નજીક પહોંચી ગઈ છે. દેશમાં કુલ કેસ વધીને 1,98,706 થઈ ગયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જોઈન્ટ સેક્રેટરી લવ અગ્રવાલે મંગળવારે પ્રેસ કોન્ફરન્સમાં કોવિડ-19 ની સ્થિતની જાણકારી આપી. તેમણે જણાવ્યું કે દેશમાં મૃત્યુદર 2.82 ટકા છે. આ મૃત્યુદર દુનિયાના અન્ય દેશની સરખામણીમાં સૌથી ઓછો છે.

લવ અગ્રવાલના મતે દેશમાં કોરોના વાયરસ સંક્રમિતોના સાજા થવાના દરને લઈને રાહતની વાત છે કે આ વધીને 48.07 ટકા થયો છે. તેમના મુજબ દેશમાં કોવિડ-19 ના કારણે મોત થવાવાળામાં 73 ટકા મોતના કેસમાં આ લોકોને બીજો અન્ય રોગો પણ હતા.

આ પણ વાંચો - દિલ્હી BJPના અધ્યક્ષ પદેથી મનોજ તિવારીને હટાવ્યા, પાર્ટીએ આદેશ ગુપ્તાની વરણી કરી

જોઈન્ટ સેક્રેટરીના મતે સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી બધા રાજ્યોને નિર્દેશ આપવામાં આવ્યા હતા કે પોતાના ત્યાં સામે આવતા કોવિડ-19 ના કેસનું નિરીક્ષણ કરે. જો તેમને અસ્થાયી કોવિડ-19 કેર સેન્ટર બનાવાની જરુર જણાય તો તે તુરંત બનાવે. દેશમાં કોરોના વાયરસના કારણે અત્યાર સુધીમાં 5,598 લોકોના મોત થયા છે. આ સાથે દેશમાં કોવિડ-19 ના કુલ સક્રિય કેસની સંખ્યા 97,581 થઈ ગઈ છે.


આઈસીએમઆરના વૈજ્ઞાનિક નિવેદિતા ગુપ્તાએ જાણકારી આપી છે કે 1 જૂન, 2020 સુધી દેશમાં 681 પ્રયોગશાળાઓને કોવિડ-19 ટેસ્ટ કરવાની પરમિશન આપવામાં આવી હતી. તેમાથી 476 સરકારી અને 205 પ્રાઈવેટ સેક્ટરની છે. તેમના મુજબ દેશમાં રોજના 1.20 લાખ કોરોના વાયરસ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.
First published: June 2, 2020, 8:41 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading