સ્વાસ્થ્ય મંત્રાલયે કોરોનાના ‘ડેલ્ટા પ્લસ વેરિયન્ટ’ને માન્યો વેરિયન્ટ ઓફ કંસર્ન

પ્રતિકાત્મક તસવીર

ભારત સહિત નવ દેશોમાં મળેલા કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિયન્ટે ચિંતા વધારી દીધી છે. દેશમાં અત્યાર સુધી 22 કેસ સામે આવ્યા છે

  • Share this:
    નવી દિલ્હી : કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે (Health Ministry)કોરોનાના ડેલ્ટા પ્લેસ વેરિયન્ટને (Delta Plus Variant)વેરિયન્ટ ઓફ કંસર્ન માન્યો છે. મંગળવારે પ્રેસ કોન્ફરન્સમાં સ્વાસ્થ્ય સચિવે આ વેરિયન્ટને વેરિયન્ટ ઓફ ઇંટરેસ્ટ કહ્યો હતો પણ હવે ફાઇનલ રિલીઝમાં વેરિયન્ટ ઓફ કંસર્ન કહેવામાં આવ્યો છે. ભારત સહિત નવ દેશોમાં મળેલા કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિયન્ટે ચિંતા વધારી દીધી છે. દેશમાં અત્યાર સુધી 22 કેસ સામે આવ્યા છે. કેન્દ્રએ કહ્યું કે ડેલ્ટા પ્લસ વેરિયન્ટ પર સતત નજર છે.

    કેન્દ્રએ રાજ્યોને તેને નિપટવા માટે ચિઠ્ઠી લખીને સાવધાન કર્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના મતે ડેલ્ટા પ્લસ વેરિયન્ટને લઇને બધી જાણકારીઓ એકઠી કરવામાં આવી રહી છે. આ સાથે સરકારે કહ્યું કે જાણ થઇ છે કે ડેલ્ટા વેરિયન્ટ પર કોવિશીલ્ડ અને કોવેક્સીન અસરદાર છે.

    આ પણ વાંચો - અમદાવાદ : ખાનગી નહીં હવે સરકારી શાળામાં એડમિશન લેવા વાલીઓએ લીધો નેતાજીનો સહારો

    દેશમાં કોરોનાની બીજી લહેર માટે જવાબદાર ડેલ્ટા વેરિયન્ટ આ સમયે ભારત સહિત દુનિયાના 80 દેશોમાં છે. જ્યારે ડેસ્ટા પ્લસ ભારત સહિત 9 દેશોમાં. કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિએન્ટ અમેરિકા, યૂકે, પોર્ટુગલ, સ્વિત્ઝર્લેન્ડ, જાપાન, પોલેન્ડ, નેપાળ, ચીન રશિયા સહિત ભારતમાં જોવા મળ્યો છે. હેલ્થ મિનિસ્ટ્રીના મતે ભારતમાં ડેલ્ટા પ્લેસ વેરિયન્ટના 22 કેસમાં 16 મહારાષ્ટ્રના છે. બાકી કેસ કેરળ અને મધ્ય પ્રદેશમાં છે.

    હેલ્થ મિનિસ્ટ્રીના મતે હાલ આ વેરિયન્ટનો મામલો નાનો લાગી રહ્યો છે પણ મોટું રુપ લઇ શકે છે. જેથી સતર્કતા રાખવામાં આવી રહી છે. વાયરસનો કોઇ વેરિયન્ટ કેટલો ઝડપથી ફેલાય છે અને કેટલો ઘાતક હોય છે તે હિસાબથી તેને અલગ-અલગ શ્રેણીમાં રાખવામાં આવે છે. ડેલ્ટા વેરિયન્ટ તો ઘણા સમયથી ઘણા દેશોમાં મળ્યો છે પણ તેનું નવું રૂપ ડેલ્ટા પ્લસ મોટો પડકાર બની રહ્યો છે જેના પર શોધ ચાલી રહી છે.
    Published by:Ashish Goyal
    First published: