Covid-19: તંબાકુના વેચાણ અને પબ્લિક પ્લેસમાં થૂંકવા પર દેશભરમાં લાગે પ્રતિબંધ - સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધન

News18 Gujarati
Updated: May 15, 2020, 7:54 PM IST
Covid-19: તંબાકુના વેચાણ અને પબ્લિક પ્લેસમાં થૂંકવા પર દેશભરમાં લાગે પ્રતિબંધ - સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધન
તંબાકુના વેચાણ અને પબ્લિક પ્લેસમાં થૂંકવા પર દેશભરમાં લાગે પ્રતિબંધ - સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધન

સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને બધા રાજ્યો અને કેન્દ્ર શાસિત રાજ્યોને પ્રતિબંધ કરવા અપીલ કરી

  • Share this:
નવી દિલ્હી : કોરોના વાયરસના (Coronavirus) કારણે દેશભરમાં તંબાકુ અને તેની સાથે જોડાયેલા કેટલાક ઉત્પાદનોના વેચાણ પર પ્રતિબંધ લાગી શકે છે. સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને (Health minister Harsh Vardhan) બધા રાજ્યો અને કેન્દ્ર શાસિત રાજ્યોને પ્રતિબંધ કરવા અપીલ કરી છે. તેમણે તેના સિવાય સાર્વજનિક સ્થાનો પર થૂંકવા પર પણ પ્રતિબંધ લગાવાની અપીલ કરી છે. કેન્દ્રીય મંત્રીએ આ અપીલ કોરોના વાયરસથી બચવા માટેના ઉપાયોને લઈને રાજસ્થાન (Rajasthan)અને ઝારખંડ (Jharkhand)ના નિર્ણયોને જોતા કરી છે.

કેન્દ્રીય મંત્રી હર્ષવર્ધને (Harsh Vardhan) આના વિશે બધા રાજ્યોના સ્વાસ્થ્ય મંત્રીઓને પત્ર લખ્યો છે. હિંન્દુસ્તાન ટાઈમ્સના મતે હર્ષવર્ધને કહ્યું કે તંબાકુ ખાવાવાળાને સાર્વજનિક સ્થળો પર થૂંકવાની આદત હોય છે. આ ખૂબ ખતરનાક બની શકે છે. ખાસ તો કોવિડ-19, સ્વાઈન ફ્લૂ, એન્સેફ્લાઈટિસ જેવી બીમારીઓ ફેલાઈ શકે છે.

આ પણ વાંચો - ખેડૂતોને પાકની વધારે કિંમત આપવા માટે કાનૂન બનશે : નાણા મંત્રી

પત્રમાં કહેવામાં આવ્યું છે કે ધૂમ્રપાન કરવું સ્વાસ્થ્ય માટે પણ હાનિકારક બની શકે છે. એવી જગ્યા જ્યાં વધુ લોકો ભેગા થતા હોય છે, ત્યાં ધૂમ્રપાન કરવાથી કોવિડનો ભય રહે છે. 11 મે ના રોજ મોકલાવેલ પત્રમાં કહ્યું છે કે, તંબાકુનો ઉપયોગ પુરા વિશ્વના લોકોના સ્વાસ્થ્ય માટે ખતરનાક છે. સ્વાસ્થ્ય મંત્રીએ ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચની (ICMR) અપીલનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેમાં કહ્યું કે લોકોએ સાર્વજનિક સ્થાનો પર ધૂમ્રપાન ન કરવું જોઈએ અને થૂંકવું પણ ના જોઈએ.

હર્ષવર્ધને કહ્યું કે ચાવવાવાળા તંબાકુના ઉત્પાદનો અને સોપારીથી લારનું ઉત્પાદન વધી જાય છે. તેના પછી થૂંકવાની તીવ્ર ઈચ્છા થઈ જાય છે.
સાર્વજનિક સ્થળો પર થૂંકવાથી કોવિડ-19 નું સંક્રમણ વધી શકે છે. તેમણે ક્હ્યું કે રાજ્ય સરકારો અને કેન્દ્ર શાસિત પ્રદેશ સાર્વજનિક સ્થળો પર થૂંકવા પર પ્રતિબંધ લગાવીને ફક્ત સ્વચ્છ ભારત જ નહીં સ્વસ્થ ભારતનું લક્ષ્ય હાસિલ કરવામાં પણ મહત્વપુર્ણ ભૂમિકા નિભાવી શકે છે.હર્ષવર્ધને કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા 1 મે ના રોજ જાહેર કરવામાં આવેલા દિશાનિર્દેશોનો પણ ઉલ્લેખ કર્યો છે. તે મુજબ સાર્વજનિક સ્થાનો પર થૂંકવું દંડ પાત્ર ગુનો બનશે.
First published: May 15, 2020, 7:54 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading