સ્વાસ્થ્ય મંત્રીએ અમિતાભ બચ્ચનને આપ્યો ઇન્ટરવ્યૂ, જણાવ્યું આ લોકોને પહેલા મળશે કોરોના વેક્સીન

અમિતાભ બચ્ચને ડૉ. હર્ષવર્ધનનો લીધો ઇન્ટરવ્યૂ (ફાઇલ તસવીર)

આ પાંચ કેટેગરીના લોકોને સૌથી પહેલા મળશે કોરોનાની વેક્સીન, ઓગસ્ટ સુધીમાં 30 કરોડ લોકોનું વેક્સીનેશન- ડૉ. હર્ષવર્ધન

 • Share this:
  નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસના સંક્રમણની વચ્ચે હવે કોરોના વેક્સીન (Corona Vaccine) અંગે ખૂબ ચર્ચા થઈ રહી છે. દરેક વ્યક્તિ એ જાણવાના પ્રયાસમાં છે કે કોરોના વેક્સીન ક્યારે આવશે. લોકો એ પણ જાણવા માંગે છે કે સામાન્ય લોકો સુધી વેક્સીન કેવી રીતે પહોંચશે અને કયા લોકોને સૌથી પહેલા કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવશે. આ તમામ સવાલો વિશે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધન (Dr Harsh Vardhan) સાથે બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન (Amitabh Bachchan)એ સવાલ પૂછ્યા છે.

  ઈન્ડિયન એક્સપ્રેસમાં પ્રકાશિત અમિતાભ બચ્ચન અને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીના ઇન્ટરવ્યૂના કેટલાક અંશ...

  અમિતાભ બચ્ચન- કોરોનાના આ કાળમાં ડૉક્ટરો અને સ્વાસ્થ્ય કર્મીઓએ જે રીતે સેવા કરી છે તેના માટે સમગ્ર દેશ તેમને નમન કરે છે. આવા કોરોના યોદ્ધાઓ વિશે સરકાર શું કરવાની છે.

  ડૉ. હર્ષવર્ધન- હું સમજું છું કે જનતાએ પોતાના તરફથી કોરોના યોદ્ધાઓને દરેક પ્રકારનું સન્માન આપ્યું છે. હું હંમેશા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના તે ઇનોવેટિવ એક્સપરિમેન્ટનું સ્મરણ કરું છું જ્યારે 22 માર્ચે તેઓએ દેશના લોકોને કહ્યું હતું કે તેઓ સાંજે 5 વાગ્યે ઘરથી બહાર આવીને પોતાના અંદાજમાં થાળી વગાડીને, તાળી વગાડીને દેશના કોરોના વોરિયર્સને સલામ કરે. જ્યાં સુધી સરકારનો પ્રશ્ન છે તો અમે પ્રારંભિક સમયમાં દેશભરના તમામ કોવિડ વોરિયર્સ માટે વિચાર્યું અને કામ કરવાનું શશ્રૂ કરી દીધું હતું. તે મુજબ જો કોઈ કોરોના વોરિયરનું દુર્ભાગ્યથી મોત થયા છે તો તેના માટે 50 લાખનો વીમો કરવામાં આવે છે. અત્યાર સુધીમાં 400થી 500 આપણા કોવિડ વોરિયર્સ શહીદ થયા છે તેમાંથી અનેકના ઇન્શ્યોરન્સ ક્લેમ સેટલ થઈ ચૂક્યા છે અને ઘણા પ્રોસેસમાં છે. અમે 5 બેઠકો MBBSમાં આ કોવિડ વોરિયર્સના સંતાનો માટે અનામત રાખવાની જાહેરાત કરી છે.

  આ પણ વાંચો, Corona Update: 24 કલાકમાં 40 હજારથી ઓછા કેસ નોંધાયા, સંક્રમિતોનો આંક 94 લાખને પાર

  અમિતાભ બચ્ચન- કોરોના વેક્સીનને લઈ તમામ વાતો કહેવામાં આવી રહી છે. આપના મુજબ કોરોના વેક્સીન ક્યાં સુધીમાં આવી જશે. દેશના દરેક નાગરિક સુધી વેક્સીન પહોંચાડવામાં કેટલો સમય લાગશે? આપનું શું અનુમાન છે?

  ડૉ. હર્ષવર્ધન- કોરોના વેક્સીન બનાવી રહેલા વૈજ્ઞાનિકો પાસેથી જે જાણકારી મળી રહી છે તે મુજબ 2021ના પહેલા બેથી ત્રણ મહિનાની અંદર દેશના લોકો માટે વેક્સીન ઉપલબ્ધ થઈ જશે. અમારી અત્યાર સુધીની યોજના મુજબ જુલાઈ સુધી અમે લગભગ દેશના 30 કરોડ લોકોને વેક્સીન આપી દઈશું. સૌથી પહેલા હેલ્થવર્કર સરકારી અને પ્રાઇવેટ સેક્ટરના, ત્યારબાદ ફીલ્ડમાં કામ કરનારા પોલીસકર્મી, કોર્પોરેશનના કર્મચારી, સેનિટેશનના લોકો, પેરામિલિટ્રી ફોર્સિસ, આર્મીના જવાન સામેલ હશે.

  આ પણ વાંચો, 1 ડિસેમ્બરથી થવાના છે આ 5 મોટા ફેરફાર, ATMથી નાણા ઉપાડવા અને ટ્રાન્સફર કરવા થશે સરળ

  ત્યારબાદ 65 વર્ષથી ઉપરના લોકોને અને ત્યારબાદ 50થી 65 વર્ષની વચ્ચેના લોકો છે તેમને આપવામાં આવશે. ત્યારબાદ 50 વર્ષથી ઓછી ઉંમરના લોકો જેમને કોઈ બીમારી છે, ડાયાબિટીસ છે, કિડનીની તકલીફ છે, આ લોકોને પહેલા કોરોના વેક્સીન આપવામાં આવશે. અમારા આંકડા મુજબ 30 કરોડની આસપાસ આ તમામ લોકોને જૂન-જુલાઈ-ઓગસ્ટ સુધી વેક્સીન આપી દેવામાં આવશે.
  Published by:Mrunal Bhojak
  First published: