COVID-19 in India: દેશની સવા અબજ વસ્તીને કેવી રીતે અપાશે કોરોના વેક્સીન? PM મોદીએ જણાવ્યો પ્લાન

News18 Gujarati
Updated: October 20, 2020, 9:02 AM IST
COVID-19 in India: દેશની સવા અબજ વસ્તીને કેવી રીતે અપાશે કોરોના વેક્સીન? PM મોદીએ જણાવ્યો પ્લાન
Corona Vaccine: નવા ડિજિટલ હેલ્થ આઇડીના માધ્યમથી થશે કોરોનાનું વેક્સીનેશન- PM મોદી

Corona Vaccine: નવા ડિજિટલ હેલ્થ આઇડીના માધ્યમથી થશે કોરોનાનું વેક્સીનેશન- PM મોદી

  • Share this:
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) દ્વારા લાલ કિલ્લાની પ્રાચીરથી એલાન કરવામાં આવ્યું હતું કે દેશના દરેક નાગરિકને નેશનલ ડિજિટલ હેલ્થ મિશન હેઠળ હેલ્થ કાર્ડ ઇસ્યૂ કરવામાં આવશે. હવે બે મહિના બાદ વડાપ્રધાને ફરી સંકેત આપ્યા છે કે ડિજિટલ હેલ્થ આઇડીનો ઉપયોગ વેક્સીનેશન સુનિશ્ચિત કરવા માટે કરવામાં આવશે. ‘ગ્રાન્ડ ચેલેન્જિસ’ની વાર્ષિક બેઠકને સંબોધિત કરતાં પોતાના ઉદ્ઘાટન ભાષણમાં વડાપ્રધાન નરેન્ર્એ મોદીએ કહ્યું કે કોવિડ (COVID-19) સંક્રમણની વેક્સીન વિકસિત કરવાના મામલામાં અમે અગ્રિમ મોરચે છીએ અને તે પૈકી કેટલીક તો એડવાન્સ સ્ટેજ પર છે.
પીએમ મોદીએ કહ્યું કે, દેશના અનુભવ અને પ્રતિભા શોધના હિસાબથી ભારત વૈશ્વિક સ્વાસ્થ્ય સેવાઓના કેન્દ્રમાં હશે અને ઈચ્છીએ છીએ કે તે બીજા દેશોની મદદ કરે. તેઓએ યાદ અપાવ્યું કે વૈશ્વિક વેક્સીનેશન કાર્યક્રમોમાં ઉપયોગમાં લેનારી વેક્સીનનું 60 ટકા ઉત્પાદન ભારતમાં થવાનું છે.

ડિજિટલ હેલ્થ આઈડી કાર્ડનો ઉપયોગ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ભારત પહેલાથી જ એક વેલ એસ્ટાબ્લિસ્ડ વેક્સીન ડિલિવરી સિસ્ટમ પર કામ કરી રહ્યું છે અને ડિજિટલ હેલ્થ આઈડીની સાથે આ ડિજિટલ નેટવર્કનો ઉપયોગ અમારા નાગરિકોના વેક્સીનેશનને સુનિશ્ચિત કરવા માટે કરવામાં આવશે.

આ પણ વાંચો, Mutual Fundsના રોકાણકારો માટે મોટા સમાચાર, બદલાઈ ગયો આ નિયમ, આપના નાણા પર થશે અસર

PM મોદીએ કહ્યું કે, ભારતના આકાર અને વિવિધતાએ હંમેશા વૈશ્વિક સમુદાયને ઉત્સુક કર્યા છે. અમારો દેશ સંયુક્ત રાજ્ય અમેરિકાની વસ્તીના આકારનો લગભગ ચાર ગણો છે. અમારે અનેક રાજ્ય યૂરોપના અનેદક દેશોની બરાબર છે. ભારતમાં COVID-19 મૃત્યુ દર બહુ ઓછો છે. આજે અમે પ્રતિ દિવસ મામલાની સંખ્યા અને મામલાના વૃદ્ધિ દરમાં ઘટાડો જોઈ રહ્યા છીએ. ભારતમાં 88 ટકાનો હાઇએસ્ટ રિકવરી રેટ છે. એવું એટલા માટે કારણ કે ભારતમાં જ્યારે ખૂબ જ ઓછા કેસ હતા ત્યારે ફ્લેક્સીબલ લૉકડાઉનને અપનાવનારો પહેલા દેશ પૈકી ભારત એક હતો. ભારત માસ્કના ઉપયોગને પ્રોત્સાહીત કરનારા પહેલા દેશોમાં હતો. ભારતે કોન્ટેક્ટ ટ્રેસિંગ પર કામ કર્યું.

આ પણ વાંચો, IPL 2020: આ 5 કારણોથી રાજસ્થાન રોયલ્સના હાથે મળી ચેન્નઈ સુપર કિંગ્સને મળી કારમી હાર

ગત સ્વતંત્રતા દિવસના પોતાના ભાષણમાં વડાપ્રધાને ડિજિટલ કાર્ડનો ઉલ્લેખ કર્યો હતો. તેઓએ કહ્યું હતું કે પ્રત્યેક ભારતીયને હેલ્થ આઇડી આપવામાં આવશે. આ હેલ્થ આઇડી પ્રત્યેક ભારતીયના સ્વાસ્થ્ય ખાતાની જેમ કામ કરશે. આપના દરેક ટેસ્ટ, દરેક બીમારી...આપ કયા ડૉક્ટરની પાસે, કઈ દવા લીધી હતો, તેનું શું નિદાન થયું હતું, ક્યારે લીધી હતી, તેનો રિપોર્ટ શું હતો, આ તમામ જાણકારી આપના આ હેલ્થ આઇડીમાં સામેલ કરવામાં આવશે. ડૉક્ટરથી અપોઇન્ટમેન્ટ હોય કે પૈસા જમા કરાવવાના હોફ, હૉસ્પિટલમાં કેસ કઢાવવા માટેની દોડાદોડી હોય કે આવી તમામ તકલીફો...નેશનલ ડિજિટલ હેલ્થ મિશનના માધ્યમથી અનેક તકલીફોથી મુક્તિ મળશે અને ઉત્તમ સ્વાસ્થ્ય માટે અમારો કોઈ પણ નાગરિક યોગ્ય નિર્ણય લઈ શકશે. આ વ્યવસ્થા ઊભી થવાની છે.
Published by: Mrunal Bhojak
First published: October 20, 2020, 9:02 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading