હેલ્થ કાર્ડથી લઈ Corona વેક્સીન સુધી, PM મોદીએ ભાષણમાં કરી આ 10 મોટી જાહેરાત

News18 Gujarati
Updated: August 15, 2020, 5:16 PM IST
હેલ્થ કાર્ડથી લઈ Corona વેક્સીન સુધી, PM મોદીએ ભાષણમાં કરી આ 10 મોટી જાહેરાત
PM મોદીએ ભાષણમાં કરી આ 10 મોટી જાહેરાત

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના ભાષણ દરમિયાન દરેક ભારતીયના હેલ્થ કાર્ડ થી લઈ નવી સાયબર સિક્યોરિટી પોલીસી તથા ઈન્ટરને કનેક્ટિવીટીથી લઈ દરેક ગામમાં ઓપ્ટિકલ ફાયબરની યોજનાઓની વાત કરી.

  • Share this:
Independence Day 2020: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ 74માં સ્વતંત્ર દિવસ (74th Independence Day)ના અવસર પર લાલ કિલ્લા પરથી દેશ માટે 10 મોટી જાહેરાત કરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના ભાષણ દરમિયાન દરેક ભારતીયના હેલ્થ કાર્ડ થી લઈ નવી સાયબર સિક્યોરિટી પોલીસી તથા ઈન્ટરને કનેક્ટિવીટીથી લઈ દરેક ગામમાં ઓપ્ટિકલ ફાયબરની યોજનાઓની વાત કરી.

આ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશને આશ્વસ્ત કર્યા કે, ટુંક સમયમાં દેશ કોરોના મુક્ત હશે. તેના માટે દેશમાં એક, બે નહીં પરંતુ ત્રણ વેક્સીન પર કામ ચાલી રહ્યું છે. તેમણએ જણાવ્યું કે, આ વેક્સીન પાસ થઈ ગયા બાદ પૂરા દેશમાં તેને કેવી રીતે પહોંચાડવી તેની યોજના પણ તૈયાર કરી લેવામાં આવી છે.

તો જાણીએ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 90 મિનિટ ચાલેલા પોતાના ભાષણમાં દેશ માટે કઈ-કઈ 10 મોટી યોજનાઓની જાહેરાત કરી

1 - પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના ભાષણમાં બદલાતા ભારત વિશે જણાવતા કહ્યું કે, ઈન્ટરનેટ સુવિધા દરેક ગામમાં પહોંચાડવાની જરૂરત છે. ગામોની આ જરૂરિયાતને ધ્યાનમાં રાખી દરેક ગામને ઓપ્ટિકલ ફાયબર સાથે જોડવાનું કામ શરૂ થશે. તેમણે કહ્યું કે, દેશના દરેક ગામને 1 હજાર દિવસની અંદર ઓપ્ટિકલ ફાયબર સાથે જોડી દેવામાં આવશે. પીએમ મોદીએ કહ્યું કે, ગત 5 વર્ષમાં દેશમાં દોઢ લાખ ગ્રામ પંચાયતોને ઓપ્ટિકલ ફાયબર સાથે જોડવામાં આવ્યા છે.

2 - લાલ કિલ્લાથી દેશને સંબોધિત કરતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, હાલના સમયમાં દરેક જગ્યાએ એક જ ચર્ચા છે કોરોના વેક્સીન ક્યારે આવશે. પીએમ મોદીએ જણાવ્યું કે, દેશમાં એક, બે નહીં પરંતુ ત્રણ-ત્રણ વેક્સીન પર કામ ચાલી રહ્યું છે. જે અલગ-અલગ તબક્કામાં છે. દેશમાં વૈજ્ઞાનિક રાત-દિવસ એક કરી વેક્સીન પર કામ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, જેવી વૈજ્ઞાનિકો તરફથી લીલી ઝંડી મળી જશે, દેશમાં વેક્સીનની મોટા પાયે પ્રોડક્શન શરૂ કરી દેવામાં આવશે. ત્યારબાદ વેક્સીન દેક ભારતીય સુધી પહોંચાડવા માટે પણ પૂરી તૈયારી કરી લેવામાં આવી છે.

આ પણ વાંચોઅમેરિકન શોધનો દાવો, Corona વાયરસને નાકથી બહાર નહીં નીકળવા દે આ સ્પ્રે, જાણો - કેવી રીતે કામ કરે છે આ સ્પ્રે 3 - પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસના અવસર પર નેશનલ ડિઝિટલ હેલ્થ મિશનની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, આજથી દેશમાં એક વધુ મોટું અભિયાન શરૂ થવા જઈ રહ્યું છે, જે નેશનલ ડિઝિટલ હેલ્થ મિશન છે. તેના દ્વારા હવે દરેક ભારતીયને એક હેલ્થ કાર્ડ મળશે. આ કાર્ડમાં તમને થતી બીમારી, ટેસ્ટ અને દવાની જાણકારી હશે. તેનાથી લાઈનમાં લાગવા અથવા જુની બીમારી વિશે ડોક્ટરને સરળતાથી ખબર પડી જશે. પીએમ મોદીએ કહ્યું કે, ભારતના હેલ્થ સેક્ટરમાં આ યોજના નવી ક્રાંતી લઈને આવશે.

4 - પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, દેશમાં નવી સાયબર સિક્યોરિટી પોલીસી લાવવાની જરૂરત છે. તેના માટે નવી રાષ્ટ્રીય સાયબર સુરક્ષા રણનીતિ માટેની તૈયારી કરી લેવામાં આવી છે. ભારત આવનાર ખતરાને લઈ પહેલાથી સતર્ક છે અને અત્યારથી તૈયારીમાં લાગી ગયું છે.

5 - પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, દરેક ગામને એક બાજુ ઓપ્ટિકલ ફાયબર સાથે જોડવાની વાત કીર તો બીજી બાજુ લક્ષદ્વીપને સબમરીન ઓપ્ટિકલ ફાયબર કેબલ સાથે જોડવાનો વાયદો કર્ચો. તેમણે કહ્યું કે, 1000 દિવસમાં આ કામ પુરૂ કરી દેવામાં આવશે. પીએમ મોદીએ કહ્યું કે, આપણા દેશમાં 1300થી વધારે આઈલેન્ડ્સ છે. તેમાંથી કેટલાકને તેની ભૌગોલિક સ્થિતિના ધ્યાનમાં રાખી કેટલીક યોજનાનો લાભ આપવામાં આવશે.

6 - પીએમ મોદીએ કહ્યું કે, આપણા જે પણ પાડોશી દેશો છે, પછી તે ભલે જમીન સાથે જોડાયેલા હોય કે પછી સમુદ્ર સાથે જોડાયેલા હોય, આપણા સંબંધોને અમે સુરક્ષા વિકાસ અને વિશ્વાસ સાથે જોડીને નવી મજબૂતા આપી રહ્યા છીએ. જ્યારે બે દેશો વચ્ચેના સંબંધમાં સમરસતા હોય છે તો, ત્યાં શાંતી અને પ્રેમ પણ રહે છે.

7 - પ્રધાનમંત્રી મોદીએ સ્વતંત્રતા દિવસ ઝડપથી વધી રહેલા પ્રદૂષણ વિશે પણ પોતાની વાત રાખી. તેમણે કહ્યું કે, દેશના 100 પસંદગીના શહેરોમાં પ્રદૂષણ ઓછુ કરવા માટેની યોજના પર કામ ચાલી રહ્યું છે. તેમણે કહ્યું કે, એક અભિયાન હેઠળ આ શહેરોમાં પ્રદૂષણ ઓછુ કરવાનું લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવ્યું છે.

8 - પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નેશનલ કેડેડ કોર (એનસીસી)ના વિસ્તારની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, એનસીસીનો વિસ્તાર દેશની 173 સીમાઓ અને દરીયા કિનારા સુધી સુનિશ્ચિત કરવામાં આવશે. આ હેટળ 1 લાખ નવા એનસીસી કેડેટ્સને વિશેષ ટ્રેનિંગ આપવામાં આવશે. તેમાંથી એક તૃતિયાંસ દીકરીઓને આની સ્પેશ્યલ ટ્રેનિંગ આપવામાં આવશે.

9 - પ્રધાનમંત્રી મોદીએ સ્વતંત્રતા દિવસે પ્રોજેક્ટ લાયન અને ડોલ્ફિનના સંરક્ષણ સાથે જોડાયેલી યોજનાની પણ જાહેરાત કરી. તેમણે કહ્યું કે, પોતાની બાયોડાયવર્સિટીના સંરક્ષણ અને સંવર્ધન માટે ભારત પૂરી રીતે સંવેદનશીલ છે. તેમણે કહ્યું કે, ગત કેટલાક વર્ષમાં દેશભરમાં સિંહ અને ટાઈગરની સંખ્યા વધી છે. તેને જોતા હવે દેશમાં આપણા એશિયાઈ સિંહ માટે એક પ્રોજેક્ટ લાયન ની પમ શરૂઆત કરવામાં આવશે. આ સાથે ડોલ્ફિનના સંરક્ષણ માટે પણ પ્રોજેક્ટ ચલાવવામાં આવશે.

10 - પીએમ મોદીએ આ અવસર પર કહ્યું કે, મલ્ટી મોડલ કનેક્ટીવીટી ઈન્ફાસ્ટ્રક્ચરને જોડવાની વાત કરી. તેમણે કહ્યું કે, આના પર દેશ 100 કરોડ રૂપિયાથી પણ વધારે ખર્ચ કરવાની દીશામાં આગળ વધી રહ્યો છે. પીએમ મોદીએ કહ્યું કે, આ એક પ્રકારના ઈન્ફાસ્ટ્રક્ચરમાં એક નવી ક્રાંતી છે.
Published by: kiran mehta
First published: August 15, 2020, 5:16 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading