પતિની કાળી કરતૂત! પત્ની સાથે ગાળેલી અંગત પોળોનો ચોરીછૂપે Video બનાવી દોસ્તોને મોકલતો અને પછી...

પ્રતિકાત્મક તસવીર

મહિલાને તાજેતરમાં જ ખબર પડી કે તેના વીડિયો ફેસબુક ઉપર અપલોડ કરવામાં આવ્યા છે. ત્યારબાદ તેણે પોલીસનો સંપર્ક કર્યો અને પોતાના પતિ સામે ફરિયાદ નોંધાવી હતી.

 • Share this:
  કર્ણાટકઃ કર્ણાટકમાં એક પતિની કાળી કરતૂતના પગલે પત્નીએ તેની સામે ફરિયાદ નોંધાવી છે. કર્ણાટકમાં એક નર્સિંગ ફાર્મમાં કામ કરતી મહિલાએ પોતાના પતિ સામે અંગત પળોનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર પોસ્ટ કરવાનો આરોપ લગાવ્યો છે. આ અંગે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથધી છે.

  મળતી માહિતી પ્રમાણે કર્ણાટકમાં રહેતી અને એક નર્સિંગ સેવા ફર્મમાં કામ કરતી 29 વર્ષીય મહિલાએ હરિકૃષ્ણા નામના યુવક સાથે લગ્ન કર્યા હતા. જોકે, મહિલાના આ બીજા લગ્ન હતા. 2015માં મહિલાએ પોતાના પહેલા પતિને છૂટાછેડા આપ્યા હતા.

  લગ્ન બાદ તરત જ હરિકૃષ્ણ પોતાની પત્ની ઉપર શક રાખીને તેના ઉપર ત્રાસ ગુજારતો હતો. હરિકૃષ્ણને શંકા રાખતો કે તેની પત્નીના બીજા પરુષ સાથે આડા સંબંધો છે. મહિલાના આરોપ પ્રમાણે પતિ ચોરીછૂપે પોતાની સાથે ગાળેલી અંગત પળોનો વીડિયો રેકોર્ડ કરીને પોતાના મિત્રોને મોકલતો હતો.

  આ પણ વાંચોઃ-કચ્છઃ 21 મૃત સાંઢા સાથે મહિલા સહિત ત્રણ શિકારી ઝડપાયા, યૌન શક્તિવર્ધક તરીકે સાંઢાના તેલની બોલબાલા?

  આ પણ વાંચોઃ-સુરતઃ Diwaliમાં બ્રાન્ડેડ વસ્તુઓ ખરીદનારા ચેતજો, કરોડો રૂપિયના નકલી બ્રાન્ડેડ કપડા સાથે 12 વેપારીઓ ઝડપાયા

  મહિલાને તાજેતરમાં જ ખબર પડી કે તેના વીડિયો ફેસબુક ઉપર અપલોડ કરવામાં આવ્યા છે. ત્યારબાદ તેણે પોલીસનો સંપર્ક કર્યો અને પોતાના પતિ સામે ફરિયાદ નોંધાવી હતી.

  આ પણ વાંચોઃ-કેવડિયામાં કયા-કયા છે જોવાલાયક સ્થળ? જાણી લો ટિકિટના ભાવ સહિતની A to Z માહિતી

  આ પણ વાંચોઃ-જૂનાગઢઃ ગિરનાર રોપ-વેમાંથી પ્રવાસીઓને જોવા મળ્યા સિંહ, પોતાની મસ્તીમાં હતા સિંહ, જૂઓ અદભૂત video

  ઉલ્લેખનીય છે કે આ પહેલા મહારાષ્ટ્રમાં જ આવી ઘટના સામે આવી હતી. નોકરીની લાલચ આપીને યુવતીઓ સાથે સંબંધ બનાવીને વીડિયો પોર્ન સાઈટ ઉપર અપલોડ કરનાર આરોપમાં એક બસ કંડક્ટરની પોલીસે ધરપકડ કરી હતી. કંડક્ટર ઉપર મહિલાઓને સરકારી નોકરી આપવાનો દાવો કરીને સંબંધ બનાવતો હતો અને તેનો વીડિયો બનાવીને વેચતો હતો.  કંડક્ટર વિરુદ્ધ 22 વર્ષ અને 30 વર્ષની બે મહિલાઓએ ફરિયાદ નોંધાવી હતી. પીડિતાને ગુપ્ત કેમેરાથી વીડિયો બનાવવાની જાણકારી ત્યારે થઈ જ્યારે તેના એક સંબંધીએ તેને સેક્સ વીડિયો અંગે જાણકારી આપી હતી.
  Published by:ankit patel
  First published: