અહેમદ પટેલે બીજેપી પર મઢ્યો રાજીવ ગાંધીની હત્યાનો દોષ

News18 Gujarati
Updated: May 9, 2019, 10:58 AM IST
અહેમદ પટેલે બીજેપી પર મઢ્યો રાજીવ ગાંધીની હત્યાનો દોષ
અહેમદ પટેલ (ફાઇલ ફોટો)

બીજેપીની નફરતના કારણે રાજીવ ગાંધીને પોતાનો જીવ ગુમાવવો પડ્યો- અહેમદ પટેલ

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી : પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીને ભ્રષ્ટાચારી નંબર 1 કહેનારા વડાપ્રધાન મોદીના નિવેદન બાદથી રાજકીય ઘમાસાણ સતત ચાલું છે. આ કડીમાં હવે ગુજરાતથી રાજ્યસભા સભ્ય અને સિનિયર કોંગ્રેસ નેતા અહેમદ પટેલે બીજેપી પર વળતો હુમલો કર્યો છે. તેઓએ રાજીવ ગાંધીની હત્યાનો દોષ બીજેપી પર નાખ્યો છે. અહેમદ પટેલ મુજબ રાજીવ ગાંધીને પૂરતી સુરક્ષા નહોતી આપવામાં આવી અને તેના કારણે તેમની હત્યા થઈ.

અહેમદ પટેલે બીજેપી પર નિશાન સાધતા ટ્વિટ કર્યું કે, તે દિવસોમાં દેશમાં વીપી સિંહની સરકાર હતી, જેને બીજેપીનું સમર્થન મળેલું હતું. ચોક્કસ ઇન્ટેલિજન્સ જાણકારી હોવા છતાંય તેઓએ વધારાની સુરક્ષા નહોતી આપી. તેમની પાસે માત્ર એક ખાનગી સુરક્ષા અધિકારી (PSO) હતા.પટેલે વધુમાં લખ્યું કે, બીજેપીની નફરતના કારણે રાજીવ ગાંધીને પોતાનો જીવ ગુમાવવો પડ્યો. એવામાં તેમની વિરુદ્ધ કોઈ પણ આરોપ લગાવવો આધારહીન છે.

ન્યૂઝ18 ગુજરાતી પર જાણો પરિણામ :

ઉલ્લેખનીય છે કે પીએમ મોદીએ હાલમાં એક રેલીમાં બે વાર રાજીવ ગાંધી પર ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા છે. સૌથી પહેલા તેઓએ ઉત્તર પ્રદેશના પ્રતાપગઢમાં રાજીવ ગાંધી પર ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા હતા અને પછી બુધવારે તેઓએ દિલ્હીના રામલીલા મેદાનમાં ગાંધી પરિવાર પર INS વિરાટનો પર્સનલ ટેક્સી જેમ ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો.

આ પણ વાંચો, PM મોદીનું રાજીવ ગાંધી પર નિશાન : 'ગાંધી પરિવાર માટે ખાનગી ટેક્સી હતું INS વિરાટ'
First published: May 9, 2019, 10:54 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading