હાથરસઃ ઘરમાં ઘૂસીને યુવતીની કરી હતી છેડતી, કેસ પરત ન લેતાં આરોપીએ પીડિતાના પિતાની ગોળી મારી કરી હત્યા

આરોપીઓ પૈકી એક લલિત શર્માની થઈ ધરપકડ

અઢી વર્ષ જૂના છેડતીના કેસના આરોપીએ પીડિતાની પિતાની કરી હત્યા, યોગી આદિત્યનાથે NSA લગાવવાનો આપ્યો આદેશ

 • Share this:
  સુમિત શર્મા, હાથરસ. ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના હાથરસ (Hathras) જિલ્લામાં બટાકાની ખેતી કરાવી રહેલા એક ખેડૂત (Farmer)ની ગોળી મારીને હત્યા (Shot Dead) કરી દેવામાં આવી. મળતી જાણકારી મુજબ, અઢી વર્ષ પહેલા ઘરમાં ઘૂસીને હત્યાના આરોપીએ મૃતકની દીકરી સાથે છેડતી કરી હતી, જેની ફરિયાદ પોલીસને કરવામાં આવી હતી. તેનાથી નારાજ દબંગોએ સોમવારે આ હત્યાની ઘટનાને અંજામ આપ્યો. દીકરીએ નામજોગ 6 આરોપીઓ વિરુદ્ધ કેસ નોંધાવ્યો છે. બીજી તરફ ઘટનાના 24 કલાકની અંદર પોલીસે ત્વરિત કાર્યવાહી કરતાં મુખ્ય આરોપી ગૌરવ શર્માની ધરપકડ કરી લીધી. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (Yogi Adityanath)એ પણ મામલાની ગંભીર નોંધ લેતા હત્યાના આરોપીની વિરુદ્ધ NSA લગાવવાના નિર્દેશ આપ્યા છે.

  મૂળે, હાથરસ જિલ્લાના નોજરપુર ગામમાં સોમવારે ખેતરમાં બટાકાની ખેતી કરાવી રહેલા ખેડૂત અમરીશની ધોળેદિવસે ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. મૃતકની પુત્રીએ કુલ 6 લોકો સામે ફરિયાદ નોંધાવી હતી. તેના આધાર પર કેસ દાખલ કરવામાં આવ્યો હતો. અમરીશ શર્માની ઉંમર 52 વર્ષ હતી અને તેઓ ખેતરમાં કામ કરાવી રહ્યા હતા જ્યારે તેમની હત્યા કરવામાં આવી. બપોરે તેમની પત્ની તથા દીકરી ખેતર પર ખાવાનું આપવા માટે આવી હતી. આ દરમિયાન આરોપી ગૌરવ પોતાના સાથીઓની સાથે સફેદ રંગની ગાડીમાં આવ્યો અને તેમની પર તાબડતોડ ફાયરિંગ કરવાનું શરૂ કરી દીધું. ગોળીઓથી ઘાયલ થઈને અમરીશ ત્યાં જ ઢળી પડ્યા અને ફાયરિંગ કરનારા આરોપી ત્યાંથી ગાડી લઈને ફરાર થઈ ગયા. પરજનો દ્વારા ઘાયલ અમરિશને જિલ્લા હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા જ્યાં ડૉક્ટરોએ સારવાર દરમિયાન અમરિશને મૃત જાહેર કરી દીધા.

  આ પણ વાંચો, શારજાહથી લખનઉ આવી રહેલી ફ્લાઇટનું પાકિસ્તાનમાં ઇમરજન્સી લેન્ડિગ, એક પેસેન્જરનું પ્લેનમાં મોત

  આરોપી કેસ પાછો ખેંચવા માટે કરી રહ્યો હતો દબાણ

  મૃતકની દીકરીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેમાં ગૌરવ, રોહતાશ શર્મા, નિખિલ શર્મા, લલિત શર્મા તથા અન્ય બે પર હત્યાનો આરોપ લગાવ્યો છે. મૃતક અમરીશ શર્માએ 16 જુલાઈ, 2018ના રોજ આરોપી ગૌરવની વિરુદ્ધ ઘરમાં ઘૂસીને છેડતી કરવાનો આરોપ લગાવતાં ફરિયાદ નોંધાવી હતી. આ મામલામાં ગૌરવને 15 દિવસ જેલની સજા થઈ હતી. જેલમાંથી જામીન પર મુક્ત થયા બાદ કેસ પરત લેવાનું તે સતત દબાણ કરી રહ્યો હતો. મૃતકે કેસ પરત લેવાની ના પાડી દીધી હતી. આ વાતને લઈ છેલ્લા ઘણા દિવસોથી વિવાદ ચાલી રહ્યો હતો. તેને લઈને સોમવારે આરોપીઓએ ખેડૂતને ખેતરમાં જ ગોળીઓ મારીને હત્યા કરી દીધી હતી.

  આ પણ જુઓ, Viral Video: માથે સ્કૂટી ઉચકીને જઈ રહ્યો હતો આ શખ્સ, લોકોએ કહ્યું- મોંઘા પેટ્રોલે કરી દુર્દશા

  એસ.પી.એ કહી આ વાત

  ઘટના વિશે જાણકારી આપતાં હાથરસ પોલીસ અધીક્ષક વિનીત જાયસવાલે જણાવ્યું કે ખેતરમાં કામ કરી રહેલા ખેડૂતની કેટલાક લોકોએ ગોળી મારીને હત્યા કરી દીધી. 2018માં મૃતક દ્વારા આરોપીઓની વિરુદ્ધ છેડતીની કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો, જેમાં આરોપીને જેલ પણ થઈ હતી. ત્યારબાદ કાલે આ ઘટના બની. પીડિતની ફરિયાદના આધારે ચાર લોકોની વિરુદ્ધ સુસંગત કલમો હેઠળ FIR નોંધવામાં આવી છે. ચારેય આરોપીઓ પૈકી જેનું નામ લલિત શર્મા છે તેની ધરપકડ કરવામાં આવી છે. આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
  Published by:Mrunal Bhojak
  First published: