કોલકાતામાં CBI vs Police: કમિશ્નરના ઘરે રેડ પાડવા પહોંચેલી CBI ટીમની અટકાયત

News18 Gujarati
Updated: February 4, 2019, 7:49 AM IST
કોલકાતામાં CBI vs Police: કમિશ્નરના ઘરે રેડ પાડવા પહોંચેલી CBI ટીમની અટકાયત
રાજીવ કુમાર 1989 બેંચના પશ્ચિમ બંગાળ કેડરના આઈપીએસ અધિકારી છે.

રાજીવ કુમાર 1989 બેંચના પશ્ચિમ બંગાળ કેડરના આઈપીએસ અધિકારી છે.

  • Share this:
પોલીસે સીબીઆઈની એ ટીમની અટકાયત કરી લીધી છે, જે કોલકાતા પોલીસ કમિશ્નર રાજીવ કુમારના ઘરે પહોંચી હતી. ટીમને  પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી હતી, જોકે, બાદમાં તમને મુક્ત કરવામાં આવ્યા છે.

આ બાજુ TMCએ CBIની આ કાર્યવાહીને શર્મજનક બતાવતા કેન્દ્ર સરકાર પર હુમલો કર્યો છે. ટીએમસીનું કહેવું છે કે, આ કેન્દ્ર સરકારનો સંવિધાનિક ભ્રષ્ટાચાર છે. તમને જણાવી દઈએ કે, પશ્ચિમ બંગાળમાં પોલીસ અને સીબીઆઈના આમના-સામના બાદ સીએ મમતા બેનરજી કોલકાતા પોલીસ કમિશ્નરના ઘરે પહોંચી હતી.

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી રોજ વેલી અને શારદા પોંજી ઘોટાળા જેવા મામલામાં સીબીઆઈ તરપથી હટાવવામાં આવેલા કોલકાતા પોલીસ કમિશ્નર રાજીવ કુમારના બચાવમાં ઉતરી આવી છે. તેમણે બીજેપી પર બદલાની ભાવનાવાળી રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો છે. મમતાએ કહ્યું કે, કોલકાતા પોલીસ કમીશ્નર દુનિયાના સૌથી સારા લોકોમાંના એક છે. તેમની ઈમાનદારી અને બહાદુરી નિર્વિવાદ છે. તે 24x7 કામ કરે છે, અને હાલમાં જ માત્ર એક દિવસની રજા લીધી હતી. ત્યારે બીજી બાજુ ચિટફંડ ઘોટાળા મામલાની તપાસ કરી રહેલી સીબીઆઈની એક ટીમ રવિવારે સાંજે કોલકાતા પોલીસ કમિશ્નર રાજીવ કુમારના આવાસ પર પહોંચી હતી.

મમતાએ ટ્વીટ કર્યું કે, બીજેપી નેતૃત્વ શીર્ષ સ્તર રાજનૈતિક બદલાની ભાવના પર કામ કરી રહ્યું છે. ન માત્ર રાજનૈતિક દળ તેમના નિશાના પર છે પરંતુ પોલીસને નિયંત્રણમાં લેવા અને સંસ્થાઓને બર્બાદ કરવા માટે તે સત્તાનો ખોટો ઉપયોગ કરી રહ્યા છે. અમે તેમીન નીંદા કરીએ છીએ.

ઉલ્લેખનીય છે કે, શારદા ચીટફંડ ઘોટાળાના મામલામાં સીબીઆઈ પૂછતાછ માટે રાજીવ કુમારની શોધ કરી રહી છે. શનીવારે કેન્દ્રીય તપાસ એજન્સીના અધિકારીઓએ કહ્યું હતું કે, અંતિમ ઉપાય હવે એ જ છે કે, કોલકાતા પોલીસ કમિશ્નરની ધરપકડ કરવામાં આવે.

તેમણે જણાવ્યું કે, પશ્ચિમ બંગાળ પોલીસની વિશેષ તપાસ દળનું નેતૃત્વ કરી રહેલા આઈપીએસ અધિકારી એજન્સી સામે હાજર થવા માટે મોકલેલી નોટિસનો કોઈ જવાબ નથી આપી રહ્યા. બેનરજીએ કહ્યું કે, કોલકાતા પોલીસ આયુક્ત દુનિયાના સૌથી સારા અધિકારીઓમાંના એક છે. તેમની ઈમાનદારી પર કોઈ પ્રશ્ન ના ઉઠાવવો જોઈએ.રાજીવ કુમાર 1989 બેંચના પશ્ચિમ બંગાળ કેડરના આઈપીએસ અધિકારી છે. ગત અઠવાડીયે તે નિર્વાચન આયોગના અધિકારી સાથે બેઠકમાં પણ સામેલ નહોતા થયા.
First published: February 3, 2019, 7:37 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading