વિશ્વાસ મત પ્રસ્તાવ : CM કુમારસ્વામીએ કહ્યુ -વિપક્ષને સરકાર પાડવામાં ઉતાવળ કેમ?

News18 Gujarati
Updated: July 18, 2019, 12:05 PM IST
વિશ્વાસ મત પ્રસ્તાવ : CM કુમારસ્વામીએ કહ્યુ -વિપક્ષને સરકાર પાડવામાં ઉતાવળ કેમ?
કર્ણાટક વિધાનસભા

આ અંગેની જાહેરાત રાજ્યના મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીએ ચોમાસું સત્રના પ્રથમ દિવસે જ કરી હતી. તેમણે સ્પીકર કે.આર. રમેશને કહ્યુ હતુ કે તેઓ વિશ્વાસ મતનો સામનો કરવા માટે તૈયાર છે.

  • Share this:
કર્ણાટક વિધાનસભામાં વિશ્વાસ મત પર આજે ચર્ચા થઈ રહી છે. વિશ્વાસ મત પ્રસ્તાવ પર વિધાનસભામાં બોલતા કર્ણાટકના મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીએ કહ્યુ કે આજે હું એટલા માટે નથી આવ્યો કે એવો સવાલ ઉઠતો રહે કે હું ગઠબંધ સરકાર ચલાવી શકું કે નહીં. હું એટલા માટે આવ્યો છું કે વિધાનસભાના સ્પીકર પર પણ દબાણ કરવામાં આવી રહ્યું છે. કુમારસ્વામીએ કહ્યું કે વિપક્ષને સરકાર પાડવાની ઉતાવળ છે.

ઉલ્લેખનયી છે કે વિશ્વાસ મત અંગેની જાહેરાત રાજ્યના મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીએ ચોમાસું સત્રના પ્રથમ દિવસે જ કરી હતી. તેમણે સ્પીકર કે.આર. રમેશને કહ્યુ હતુ કે તેઓ વિશ્વાસ મતનો સામનો કરવા માટે તૈયાર છે. જોકે, કુમારસ્વામીના આ નિર્ણય અંગે ભારતીય જનતા પાર્ટીએ પહેલા પોતાની નારાજગી વ્યક્ત કરી હતી.

જે બાદમાં બીજેપીના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાએ કહ્યુ કે પાર્ટી વિશ્વાસ મત માટે તૈયાર છે. પ્રથમ દિવસની કાર્યવાહી પૂરી થયા બાદ જ બીજેપીએ તેમની પાર્ટી અને જેડીએસ તેમજ કોંગ્રેસના બળવાખોર ધારાસભ્યોને રિસોર્ટમાં મોકલી આપ્યા હતા.બીજી તરફ કોંગ્રેસ અને જેડીએસના બળવાખોર ધારાસભ્યોએ સ્પીકર સાથે મુલાકાત બાદ ફરી મુંબઈનો રસ્તો પકડી લીધો હતો. આ દરમિયાન એવા પણ સમાચાર પ્રાપ્ત થયા છે કે કોંગ્રેસના બે ધારાસભ્યો પાર્ટીમાં રહેવા માટે રાજી થઈ ગયા છે. જેમાં પ્રથમ નામ નાગરાજ અને બીજું નામ રામલિંગ રેડ્ડીનું છે. સમાચાર એજન્સી એએનઆઈના જણાવ્યા પ્રમાણે રેડ્ડીએ એ વાતની પુષ્ટિ કરી છે કે તેઓ ફ્લોર ટેસ્ટ દરમિયાન સરકારના સમર્થનમાં મતદાન કરશે.

બુધવારે સુપ્રીમ કોર્ટમાં શું થયું હતું?

સુપ્રીમ કોર્ટે બળવાખોર ધારાસભ્યોની અરજી પર નિર્ણય આપતા કહ્યું છે કે આ અંગે વિધાનસભાના સ્પીકર નિર્ણય લઈ શકે છે. જેડીએસ-કોંગ્રેસના 16 બળવાખોર ધારાસભ્યોના રાજીનામાનો નિર્ણય સ્પીકર પર છોડતા ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ કહ્યું કે, વિધાનસભાના સ્પીકર કેઆર રમેશ કુમાર ધારાસભ્યોના રાજીનામાં પર નિયમ પ્રમાણે નિર્ણય લે. આ માટે કોઈ સમયમર્યાદા આપવામાં આવી નથી.

સુપ્રીમ કોર્ટના આદેશ બાદ હવે તમામની નજર કર્ણાટક વિધાનસભાના સ્પીકર કેઆર રમેશ કુમાર પર છે. જો વિધાનસભાના અધ્યક્ષ બળવાખોર ધારાસભ્યોનાં રાજીનામાં સ્વીકારી લે છે તો તેમની સરકાર પહેલા જ પડી શકે છે.

કોર્ટે તમામ પક્ષકારોને સાંભળ્યા

આ પહેલા મંગળવારે ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ તમામ પક્ષકારોની દલીલો સાંભળી હતી. જે બાદમાં કોર્ટે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. આ દરમિયાન કુમારસ્વામી અને વિધાનસભાના અધ્યક્ષે એક પત્ર લખીને બળવાખોર ધારાસભ્યોની અરજી પર વિચાર કરવાના કોર્ટના અધિકારક્ષેત્ર પર સવાલ ઉઠાવ્યા હતા. બીજી તરફ બળવાખોર ધારાસભ્યોએ આક્ષેપ લગાવ્યો હતો કે વિધાનસભાના અધ્યક્ષ કેઆર રમેશ કુમાર બહુમત ગુમાવી ચુકેલી ગઠબંધન સરકારને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
First published: July 18, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading