Home /News /national-international /ભારતની તુલના પાકિસ્તાન સાથે ન કરો, અમને ભારતીય હોવાનો ગર્વ: બિલાવલ ભુટ્ટોને મુસલમાનોએ આપ્યો જડબાતોડ જવાબ
ભારતની તુલના પાકિસ્તાન સાથે ન કરો, અમને ભારતીય હોવાનો ગર્વ: બિલાવલ ભુટ્ટોને મુસલમાનોએ આપ્યો જડબાતોડ જવાબ
બિલાવલ ભુટ્ટોને મુસલમાનોએ આપ્યો જડબાતોડ જવાબ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ ઝેર ઓકનાર પાકિસ્તાની વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારીને ભારતીય મુસ્લિમ તરફથી જડબાતોડ જવાબ મળ્યો છે. અખિલ ભારતીય સૂફી સજ્જાદંશિન પરિષદના પ્રમુખ હઝરત સૈયદ નસીરુદ્દીન ચિશ્તીએ પીએમ મોદી પર કરવામાં આવેલી વાંધાજનક ટિપ્પણી માટે પાકિસ્તાન અને બિલાવલ ભુટ્ટોને આડે હાથ લીધા છે અને કહ્યું છે કે પાકિસ્તાનની તુલના ભારત સાથે ન કરો. અમને ભારતીય હોવાનો ગર્વ છે.
નવી દિલ્હી. સંયુક્ત રાષ્ટ્રમાં બેસીને પાકિસ્તાનનાં વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારી દ્વારા પ્રધાનમંત્રી મોદીની વિરુદ્ધ કરવામાં આવેલી ટિપ્પણીનો વિરોધમાં હવે મુસ્લિમ સંગઠનોએ પણ કરવા લાગ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ ઝેર ઓકનાર પાકિસ્તાની વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારીને ભારતીય મુસ્લિમ તરફથી જડબાતોડ જવાબ મળ્યો છે. અખિલ ભારતીય સૂફી સજ્જાદંશિન પરિષદના પ્રમુખ હઝરત સૈયદ નસીરુદ્દીન ચિશ્તીએ પીએમ મોદી પર કરવામાં આવેલી વાંધાજનક ટિપ્પણી માટે પાકિસ્તાન અને બિલાવલ ભુટ્ટોને આડે હાથ લીધા છે અને કહ્યું છે કે પાકિસ્તાનની તુલના ભારત સાથે ન કરો. અમને ભારતીય હોવાનો ગર્વ છે.
ન્યૂઝ એજન્સી ANI અનુસાર, સૈયદ નસીરુદ્દીન ચિશ્તીએ કહ્યું કે, તેઓ પાકિસ્તાનના વિદેશ મંત્રી દ્વારા પીએમ મોદી વિરુદ્ધ કરેલી અભદ્ર ટિપ્પણીની સખત નિંદા કરે છે. તેમણે વધુમાં કહ્યું કે, આ નિવેદનથી બિલાવલ ભુટ્ટોએ માત્ર તેમના પદની ગરિમા જ નથી ગુમાવી પરંતુ સમગ્ર દેશને પણ નીચે જોવાનો વારો આવ્યો છે.
હઝરત સૈયદ નસીરુદ્દીન ચિશ્તીએ વધુમાં કહ્યું કે પાકિસ્તાને યાદ રાખવું જોઈએ કે ભારતીય મુસ્લિમો પાકિસ્તાની મુસ્લિમો કરતાં વધુ સુરક્ષિત અને સારી સ્થિતિમાં છે. ચિશ્તીએ બિલાવલ ભુટ્ટોને યાદ અપાવ્યું કે આતંકવાદી ઓસામા બિન લાદેનને પાકિસ્તાનમાં અમેરિકન સેનાએ પાકિસ્તાન સરકારના નાક નીચે માર્યો હતો. તેમણે ભુટ્ટોને ભારતની તુલના પાકિસ્તાન સાથે ન કરવાની સલાહ પણ આપી કારણ કે ભારતીય બંધારણ બધાને ધર્મની સ્વતંત્રતાની ખાતરી આપે છે. ભુટ્ટો પર પ્રહાર કરતા ચિશ્તીએ કહ્યું કે દરેક મુસ્લિમ ભારતીય હોવા પર ગર્વ અનુભવે છે.
બિલાવલ ભુટ્ટો વિરુદ્ધ દેશભરમાં વિરોધ
તમને જણાવી દઈએ કે, પાકિસ્તાનના વિદેશ મંત્રી દ્વારા વડાપ્રધાન મોદી પર કરવામાં આવેલા વ્યક્તિગત હુમલાઓથી નારાજ બીજેપી આજે દેશભરમાં વિરોધ પ્રદર્શન કરી રહી છે. ભાજપે વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ પાકિસ્તાનના વિદેશ પ્રધાન બિલાવલ ભુટ્ટોની અંગત ટિપ્પણીઓને "અત્યંત શરમજનક અને અપમાનજનક" ગણાવી અને કહ્યું કે તે શનિવારે તેમની સામે દેશવ્યાપી વિરોધ કરશે. આ જ કારણ છે કે શાસક પક્ષ 17 ડિસેમ્બરે દેશભરના તમામ રાજ્યોની રાજધાનીઓમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યો છે અને પાર્ટીના સભ્યો પાકિસ્તાન અને તેના વિદેશ મંત્રીના પૂતળા દહન કરી રહ્યા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર