હજારીબાગ : પોલીસે હજારીબાગ મેડિકલ કોલેજની વિદ્યાર્થીની પૂજા ભારતીના મોત મામલે ખુલાસો કર્યો છે. ડીઆઈજી એ.વી. હોમકરે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, અત્યાર સુધીની તપાસના આધારે વિદ્યાર્થી દ્વારા આત્મહત્યા કરવાનો મામલો બહાર આવ્યો છે. તેમણે કહ્યું કે, વિદ્યાર્થીનીની બેગ અને રૂમમાંથી મળેલા દસ્તાવેજો સૂચવે છે કે, વિદ્યાર્થીની માનસિક તાણમાં હતી. જો કે, હજુ પણ ઘણા મુદ્દાઓ પર તપાસ ચાલી રહી છે. સંપૂર્ણ તપાસ બાદ જ કોઈ નક્કર પરિણામ મળી શકશે.
ડીઆઈજીએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીના શરીર પર ઈજાના નિશાન મળ્યા નથી. હાથ-પગ બાંધી રાખવાના સવાલ પર ડીઆઈજીએ કહ્યું કે, વિદ્યાર્થીનીએ જુદા જુદા દોરડાઓનો ઉપયોગ કરીને પોતાને બાંધી લીધી હશે.
જણાવી દઈએ કે, 12 જાન્યુઆરીની સવારે, રામગઢ જિલ્લાના પતરાતુ ડેમમાં તબીબી વિદ્યાર્થીની પૂજા ભારતીનો મૃતદેહ તરતો મળ્યો હતો. વિદ્યાર્થીનીના હાથ પગ બંધાયેલી હાલતમાં હતા. યુવતી ગોડ્ડાની રહેવાસી હતી. અને થોડા દિવસ પહેલા ઘરેથી કલેજ આવી હતી પ્રથમ સેમેસ્ટની પરીક્ષા આપવા માટે. આ કેસમાં તપાસ માટે રામગઢ અને હજારીબાગ પોલીસની વિશેષ ટીમ બનાવવામાં આવી હતી અને તપાસ કરવામાં આવી હતી. રામગઢ, હજારીબાગ અને ગોદડામાં કડીઓ શોધી કાઢવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યો હતા, પરંતુ પોલીસને વધારે સફળતા મળી નથી.
થોડા દિવસો પહેલા રામગઢના એસડીપીઓ પ્રકાશ ચંદ્રાએ જણાવ્યું હતું કે, તપાસ દરમિયાન એવું લાગે છે કે મેડિકલ વિદ્યાર્થીનીની કોઈઇ અન્ય સ્થળ પર હત્યા કરવામાં આવી હશે અને લાશને ડેમમાં ફેંકી દેવામાં આવી હશે.
પૂજા ભારતીની હત્યા જ થઈ હોવાની પરિવારના સભ્યોને શંકા હતી. પોલીસને હજી પૂજાનો મોબાઇલ મળ્યો નથી. તપાસ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે, પૂજા પરીક્ષાના દિવસે તેની હોસ્ટેલમાંથી રીક્ષા લઈને બસ સ્ટેન્ડ પર પહોંચી હતી. ત્યારબાદ હજારીબાગથી બસ રાંચી જવા રવાના થઈ હતી. તે બસ દ્વારા રાંચી આવી હતી. રાંચીથી પતરાતુ ડેમ કેમ અને કેવી રીતે ગઈ, પોલીસ હજી સુધી તે જાણી નથી શકી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર