Home /News /national-international /

'મોદીનગર'માં ક્રાઈમને રોકવા પોલીસે કરાવ્યો હવન, બીજેપી નેતાઓને આપ્યું આમંત્રણ

'મોદીનગર'માં ક્રાઈમને રોકવા પોલીસે કરાવ્યો હવન, બીજેપી નેતાઓને આપ્યું આમંત્રણ

    ગાજિયાબાદના મોદીનગ પોલીસ સ્ટેશનમાં ભાજપ નેતાઓ અને પોલીસે મળીને હવન કરાવ્યું હતું. મળેલી માહિતી અનુસાર વધી રહેલ ક્રાઈમ પર બ્રેક લગાવવા માટે પોલીસ સ્ટેશનમાં હવન કરાવવામાં આવ્યો છે. હવન દરમિયાન ક્રાઈમ રોકવા માટે ભગવાનને પ્રાથના કરવામાં આવી હતી. પોલીસ સ્ટેશનમાં કરવામાં આવેલ હવનથી આજુ-બાજુના લોકોમાં આશ્ચર્ય ફેલાયું છે. આ હવનમાં આવેલ પુજારીએ જણાવ્યું કે, નેતાઓ અને પોલીસે મળીને પોલીસ સ્ટેશનમાં હવન કરાવ્યું છે. આ હવન બાદ મોદીનગર વિસ્તારમાં થનાર અપરાધોમાં ઘટાડો થશે.

    જણાવી દઈએ કે, પ્રદેશમાં ભાજપની સરકાર બન્યા બાદ પાછલા કેટલાક સમયથી મોદીનગરમાં હત્યા, અપહરણ અને ચોરીની મોટી ઘટનાઓથી પ્રદેશ સમાચારમાં ચમકી ગયો છે. તેવામાં એક કાંડ બાદ તો મોદીનગરન પોલીસ સ્ટેશનના બધા જ પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. પરંતુ પોલીસ ઈન્ચાર્જ બદલાયા તો પણ અપરાધો પર અંકુશ લગાવી શકાય નહતા. ફરીથી હત્યા થઈ અને તેમને પણ પોલીસ સ્ટેશનથી હટાવી દેવામાં આવ્યા હતા.

    સુત્રોની માનીએ તો પોલીસને લાગે છે કે ગ્રહ ઠિક નથી જેના કારણે શાંતિનો ઉપાય કરવો જોઈએ. પોલીસની ખાખી પર કઈ આંચ ના આવે તે માટે ભાજપના નેતાઓને હવનમાં આમંત્રિત કરવામાં આવ્યા હતા. આ હવન વિશે પોલીસ પાસેથી જાણકારી મેળવવાની કોશિશ કરી હતી પરંતુ તેઓ કંઈપણ બોલવા માટે તૈયાર નહતા. જોકે, ભાજપના સ્થાનિક નેતાએ હવન કરવાના બધા જ કારણ બતાવી નાંખ્યા હતા. હવે હવન કરાવવાથી શું મોદીનગરમાં અપરાધ રોકાઈ જશે તે એક મોટો પ્રશ્ન છે.

    આમ જોવા જઈએ તો પોલીસ અને દેશ બંને રામભરોસે જ ચાલી રહ્યાં છે. એક બાજું નીરવ મોદી કરોડો રૂપિયાનો ચૂનો લગાડીને વિદેશ ભાગી જવાથી દેશના લાખો લોકોના જીવનમાં ભૂચાલ આવી ગયો છે. તો બીજી બાજુ 'મોદીનગર'માં ક્રાઈમ પર બ્રેક લાગી રહી નથી. તેવામાં અંતે પોલીસે પણ પોતાના બધા જ હથિયાર એકબાજુ મૂકીને ભગવાનના શરણે જતી રહી છે, તેવામાં વિચારવાનું કે, સામાન્ય માણસને શું કરવું જોઈએ?
    Published by:Mujahid Tunvar
    First published:

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन