Home /News /national-international /અફઘાન.ના પૂર્વ ઇન્ટેલિજન્સ ચીફનો દાવો : પાકિસ્તાન-ISIS વચ્ચેની સાઠગાંઠના ઠોસ પુરાવા છે

અફઘાન.ના પૂર્વ ઇન્ટેલિજન્સ ચીફનો દાવો : પાકિસ્તાન-ISIS વચ્ચેની સાઠગાંઠના ઠોસ પુરાવા છે

અફઘાનિસ્તાનમાં ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર અમરુલ્લાહ સલેહ (તસવીર: Reuters)

પાકિસ્તાન આઈએસઆઈએસ આતંકવાદીઓને ફન્ડિંગ કરે છે : અમરુલ્લાહ સલેહ

કાબુલ : ભારતના પડોસી દેશ અફઘાનિસ્તાન (Afghanistan)માં 28 સપ્ટેમ્બરે રાષ્ટ્રપતિ ચૂંટણી (Presidential Election) યોજાવાની છે. આ દરમિયાન અફઘાનિસ્તાનમાં ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર અમરુલ્લાહ સલેહ (Amrullah Saleh)એ આતંકી સંગઠન ઈસ્લામિક સ્ટેટ (ISIS)ના પાકિસ્તાન (Pakistan)ની સાથે કનેક્શનનો દાવો કર્યો છે. સલેહનું કહેવું છે કે અફઘાનિસ્તાનની પાસે તેના પૂરતાં પુરાવા છે કે પાકિસ્તાન આઈએસઆઈએસ આતંકવાદીઓને ફન્ડિંગ કરે છે.

અફઘાનિસ્તાનમાં આતરિક મામલાઓ (ગૃહ મંત્રી)ના પૂર્વ મંત્રી અને પૂર્વ ઇન્ટેલિજન્સ એજન્સી પ્રમુખ રહી ચૂકેલા અમરુલ્લાહ સલેહે CNN-News18ની સાથે એક્સક્લૂસિવ ઇન્ટરવ્યૂમાં આ વાતો કહી. તેઓએ દાવો કર્યો કે કાબુલમાં સુરક્ષા દળોએ હાલમાં જ કેટલાક આઈએસઆઈએસ એક્ટિવિસ્ટને પકડ્યા હતા. પૂછપરછમાં તે લોકોએ સ્વીકાર્યુ કે તેમને પાકિસ્તાનથી ફન્ડિંગ મળે છે. પાકિસ્તાને આતંક ફેલાવવા માટે તેમને હથિયાર પણ પૂરા પાડ્યા હતા. અમારી પાસે તેના મજબૂત પુરાવા પણ છે.

ભારત સામે ઘૂંટણીયે પડેલું પાકિસ્તાન અફઘાનિસ્તાન સાથે લઈ રહ્યું છે બદલો

સલેહે જમ્મુ-કાશ્મીર (Jammu-Kashmir)ના બંધારણના આર્ટિકલ 370 (Article 370) હટાવવા પર મોદી સરકારનું સમર્થન કર્યુ. તેની સાથે જ તેઓએ ભારત સામે ગુસ્સે ભરાયેલું પાકિસ્તાન અફઘાનિસ્તાન સાથે બદલો લઈ રહ્યું હોવાનો પણ આરોપ લગાવ્યો, કારણ કે અફઘાનિસ્તાન ભારતને દોસ્ત માને છે.

આ પણ વાંચો, લિંગ પરિવર્તન કરી પુરૂષમાંથી સ્ત્રી બની, સમાનતા માટે પત્રકારત્વમાં ઝંપલાવ્યું

કાશ્મીર ભારતનો આંતરિક મુદ્દો

પાકિસ્તાનના સમર્થનથી થઈ રહેલી આતંકી પ્રવૃત્તિઓને રોકવા માટે સરકારે મોટું પગલું ઉઠાવતા જમ્મુ-કાશ્મીરથી આર્ટિકલ 370ને ખતમ કરી દીધું. તેની પર સલેહે અફઘાનિસ્તાનનું વલણ સ્પષ્ટ કર્યુ છે. સલેહે કહ્યું કે, અમારા વિચારથી ભારત એક દેશ છે અને જમ્મુ-કાશ્મીર તેના ક્ષેત્રમાં આવે છે. એવામાં જમ્મુ-કાશ્મીરથી આર્ટિકલ 370 હટાવવાનું પગલું ભારતનો આંતરિક મુદ્દો છે. અમને નથી લાગતું કે આ કોઈ એવો મામલો છે, જેની પર પાકિસ્તાનને મુદ્દો બનાવવો જોઈએ, સાથોસાથ તેને આંતરરાષ્ટ્રીય મંચ ઉપર પણ ન લઈ જવો જોઈએ.

અફઘાનિસ્તાનમાં ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર અમરુલ્લાહ સલેહે કહ્યું કે, પાકિસ્તાન કાશ્મીર મુદ્દો અફઘાનિસ્તાનથી પણ જોડી રહ્યું છે. અમે તેને વિરોધી કરીએ છીએ. ભારત સામે ગુસ્સે ભરાયેલું પાકિસ્તાન અફઘાનિસ્તાન સાથે બદલો લેવાના પ્રયાસમાં છે. આ અમાનવીયતા છે અને તેને જ આતંકવાદ કહેવાય છે. જ્યાં સુધી ભારતના આંતરિકા રાજકારણનો સવાલ છે, તો તે મોદી સરકાર પર નિર્ભર છે કે તેઓ કાશ્મીર પર શું સ્ટેન્ડ લે છે અને શું નથી લેતા.


તાલિબાન સક્રિય રાજકારણમાં ક્યારેય ન આવી શકે

શું તાલિબાન અફઘાનિસ્તાનના સક્રિય રાજકારણનો હિસ્સો હોઈ શકે છે? તેના જવાબમાં અમરુલ્લાહ સલેહે કહ્યું કે, પાકિસ્તાનને ઘણા સમય પહેલા મુખ્યધારાની રાજનીતિમાં આવવાની ઓફર આપી હતી. પરંતુ, તેણે રસ ન દર્શાવ્યો અને આતંકનો રસ્તો છોડવાનો ઇન્કાર કરી દીધો. એવું એટલા માટે કરવામાં આવ્યું, કારણ કે તાલિબાન જાણતું હતું કે આતંકવાદી ચૂંટણી નહીં લડી શકે અને ન તો કોઈ સીટ જીતી શકે. એવામાં તાલિબાનને સક્રિય રાજકારણમાં આવવા માટે રાજી કરવું ખૂબ મુશ્કેલ છે.

આ પણ વાંચો, દુનિયાનું સૌથી ખતરનાક હેલિકૉપ્ટર અપાચે, ક્ષણભરમાં દુશ્મનનો કરી દેશે ખાતમો

હાલનું તાલિબાન 1990ના તાલિબાનથી અલગ

સલેહે કહ્યું કે, હાલનું તાલિબાન 1990ના તાલિબાન જેવું નથી. તાલિબાન ભલે એવું ન માને, પરંતુ સાચું તો એ છે કે હાલના સમયમાં તાલિબાનની તાકાતમાં ઘણો ઘટાડો આવ્યો છે. આ આતંકી સંગઠન નબળું પડ્યું છે. તાલિબાનનું નેતૃત્વ હજુ પણ જૂની વિચારધારા પર ચાલી રહ્યું છે. આતંકી હુમલાઓની વચ્ચે પણ અફઘાનિસ્તાનમાં હાલમાં ઘણા ફેરફાર થયા છે. તાલિબાન આ ફેરફારની સમજી નથી રહ્યું. એવામાં તે વધુ નબળું થતું જઈ રહ્યું છે.

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ના વખાણ કરતાં સલેહે કહ્યું કે, અફઘાનિસ્તાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સાચા મિત્ર માને છે ઉપરાંત આતંકવાદની વિરુદ્ધ તેમના દ્વારા ઉઠાવવામાં આવેલા મજબૂત પગલાંને પણ સમર્થન આપે છે.


વડાપ્રધાન મોદીના અમે આભારી

સલેહે કહ્યું કે, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આર્ટિકલ 370 ખતમ કરી જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદને રોકવાનું મોટું મજબૂત પગલું ઉઠાવ્યું છે. મોદી ઉચ્ચ સિદ્ધાંતવાળા છે. અફઘાનિસ્તાન તેમને સાચા મિત્ર માને છે. અમારો એવો સંદેશ છે કે પીએમ નરેન્દ્ર મોદી અફઘાનિસ્તાનની સાથે વધુ જોડાય. ભારત-અફઘાનિસ્તાનની વચ્ચે મિત્રતા વધુ મજબૂત થવી જોઈએ. મોદી ભારત અને અફઘાનિસ્તાન બંને માટે એક મજબૂત સ્તંભ રૂપે ઊભા રહ્યા.

(આખો ઇન્ટરવ્યૂ વાંચવા માટે અહીં ક્લિક કરો)

આ પણ વાંચો, અમેરિકન મહિલાએ પૂણેમાં બુરખો પહેરેલી ડોક્ટર પર કર્યો હુમલો
First published:

Tags: અફઘાનિસ્તાન, આતંકવાદ, ઇસ્લામિક સ્ટેટ, કાબુલ, પાકિસ્તાન