નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) સ્થિત હાથરસ (Hathras)માં કથિત રીતે ગેંગરેપ પીડિતાના રાત્રે અંતિમ સંસ્કાર (Hathras victim last rites) કરવા પર રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ રજૂ કરી છે. યોગી સરકાર (Yogi Government)એ દાવો કર્યો છે કે તેઓ ઈચ્છે છે કે સુપ્રીમ કોર્ટ સીબીઆઇ તપાસ (CBI Probe)નું નિરીક્ષણ કરે. સરકારે એવો પણ દાવો કર્યો છે કે પરિવારના સભ્ય ભવિષ્યમાં હિંસાના અણસારને જોતાં અડધી રાત્રે અંતિમ સંસ્કાર માટે સહમત થયા અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને કાયમ રાખવા માટે આવું કરવામાં આવ્યું.
યોગી સરકારે અડધી રાત્રે પીડિતાના અંતિમ સંસ્કાર કરવાનું કારણ જણાવ્યું. તેમના જણાવ્યા મુજબ ઇન્ટેલિજન્સ એજન્સીઓને ઇનપુટ મળ્યા હતા કે આ મુદ્દાને લઈ સવારે મોટા પાયે તોફાનો કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. જો સવાર સુધી રાહ જોતા તો સ્થિતિ અનિયંત્રિત થઈ શકતી હતી. રાજ્ય સરકારે માંગ કરી છે કે સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ સીબીઆઇની તપાસ થાય કારણ કે ખોટા નેરેટિવના માધ્યમથી તપાસમાં અડચણ ઊભી કરવાનો પ્રયાસ થઈ શકે છે.
ઉત્તર પ્રદેશ સરકારે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું કે, પીડિતાએ પોલીસને આપેલા નિવેદનમાં દુષ્કર્મનો ઉલ્લેખ નથી કર્યો. તેણે પોતાના બીજા નિવેદનમાં દુષ્કર્મના આરોપ લગાવ્યા અને તમામ ચાર આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી.
#Hathras case: District administration convinced parents of deceased to cremate her at night to avoid large scale violence in the morning, UP govt in affidavit to SC; cites intelligence inputs of possible assembly of lakhs of protesters & issue being given caste/communal colour https://t.co/9CshGV3x0ppic.twitter.com/twkJ6yqeyc
ઉલ્લેખનીય છે કે, 19 વર્ષીય દલિત યુવતીની સાથે કથિત સામૂહિક દુષ્કર્મ અને હત્યાની સીબીઆઈ તપાસ કે એસઆઇટી તપાસની માંગ કરવાની જાહેર હિતની અરજી પર સુપ્રીમ કોર્ટ સુનાવણી કરશે.
CJIની બેન્ચ કરશે અરજી પર સુનાવણી
અરજીકર્તાઓએ સુપ્રીમ કોર્ટને આગ્રહ કર્યો છે કે સીબીઆઇ કે એસઆઇટી દ્વારા સુપ્રીમ કોર્ટ કે હાઇકોર્ટના નિવૃત્ત જજની દેખરેખ હેટળ તપાસના યોગ્ય આદેશ આપવામાં આવે અને મામલાને દિલ્હી ટ્રાન્સફર કરી દેવામાં આવે કારણ કે ઉત્તર પ્રદેશના અધિકારી આરોપીની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહ્યા છે.
હાથરસ મામલામાં પોતાની એફિડવિટમાં યૂપી સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે વિરોધી રાજકીય પાર્ટીઓના સભ્યો દ્વારા બીજેપી સરકારને બદનામ કરવા માટે કાવતરું રચવામાં આવી રહ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે જાણી જોઈને અને યોજનાબદ્ધ રીતે રાજ્યમાં જાતિય/સાંપ્રદાયિક તોફાનો કરાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર