હાથરસ કાંડમાં સામે આવી 'સંદિગ્ધ' મહિલા કહ્યું- મને નક્સલ કેવી રીતે કહી, પોલીસ પુરાવા આપે

હાથરસ કાંડમાં સામે આવી 'સંદિગ્ધ' મહિલા કહ્યું- મને નક્સલ કેવી રીતે કહી, પોલીસ પુરાવા આપે
ડૉક્ટર રાજકુમારી બંસલ

પ્રોફેસર ડૉક્ટર રાજકુમારી બંસલે મીડિયા સમક્ષ પોતાનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે મારો કોઇ સંબંધ નથી, હું ત્યાં ખાલી આત્મીયતા કારણે હાથરસ ગેંગરેપ પીડિતાના ઘરે ગઇ હતી.

 • Share this:
  ઉત્તર પ્રદેશના હાથરસમાં થયેલ કથિત ગેંગરેપ (Hathras Case) મામલે નક્સલ કનેક્શન (Naxal Connection) સામે આવ્યા પછી વિવાદનો જુવાળ ઉમટ્યો હતો. જ્યાં એસઆઇટીની ટીમ મધ્ય પ્રદેશના જબલપુરની રહેવાસી મહિલાની શોધમાં લાગી છે. આ વચ્ચે જ નક્સલી હોવાના આરોપ લાગ્યા પછી પ્રોફેસર ડૉક્ટર રાજકુમારી બંસલે મીડિયા સમક્ષ પોતાનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે મારો કોઇ સંબંધ નથી, હું ત્યાં ખાલી આત્મીયતા કારણે હાથરસ ગેંગરેપ પીડિતાના ઘરે ગઇ હતી.

  રાજકુમારી બંસલે જણાવ્યું કે તેમને સારું લાગ્યું કે અમારા સમાજની એક દીકરી આટલા દૂરથી આવી છે તો તેમણે મને એક-બે દિવસ રોકાવાનું કહ્યું. જેથી હું ત્યાં રોકાઇ હતી. તેણે કહ્યું કે હું પીડિત પરિવારને આર્થિક મદદ કરવા માંગતી હતી. અને આ કારણે હું મારા પતિને કહીને અહીં આવી હતી. સાથે જ તેણે એસઆઇટીની તપાસ પર સવાલ ઊભો કરતા કહ્યું કે પહેલા પુરાવા લાવો, બોલવું બહુ સરળ છે, આરોપ લગાવવા પણ સરળ છે.  વ્યવસાયે મેડિકલ કોલેજમાં પ્રોફેસર તેવી ડૉક્ટર રાજકુમારી બંસલે કહ્યું કે મને લાગે છે કે મારા નંબર સાથે ટેંપરિંગ કરવામાં આવી રહ્યું છે. મેં સાઇબર પોલીસમાં આ મામલે રિપોર્ટ કરાવી છે. આ મારા માન-સન્માનની વાત છે. તમે મને કેવી રીતે નક્સલ કહી શકો. તેણે કહ્યું કે હું ફોરેંસિક રિપોર્ટ જોવા ગઇ હતી. કારણ કે હું એક્સપર્ટ છું તે વિષયની. આરોપી મહિલાએ કહ્યું કે મેં ભાભી બનીને કોઇ ઇન્ટવ્યૂ નથી આપ્યો. મેં કહ્યું હતું કે હું દીકરી છું.

  વધુ વાંચો : India-China Rift : ભારત અને ચીનના તણાવપૂર્ણ સંબંધો હવે વાતચીતથી નહીં સુધરે - અમેરિકા

  ઉલ્લેખનીય છે કે એસઆઇટીની તપાસમાં સામે આવ્યું છે કે 16 સપ્ટેમ્બરથી લઇને 22 સપ્ટેમ્બર સુધી પીડિતાના ઘરમાં રહેતી નક્સલી મહિલા મોટું કાવરતું કર્યા હોવાનો આરોપ છએ. આ પહેલા પોલીસે શુક્રવારે જણાવ્યું કે આ કેસથી જોડાયેલી ફંડિગમાં પોપ્યુલર ફ્રંટ ઓફ ઇન્ડિયા એટલે કે પીએફઆઇ અને ભીમ આર્મીની લિંક પણ નીકળી છે.

  હાથરસ કાંડની તપાસ કરતી એસઆઇટીએ સુત્રને જણાવ્યું કે નક્સલી મહિલા ઘૂંઘટ ઓઢીને પોલીસ અને એસઆઇટીથી વાતચીત કરી રહી હતી. આ ઘટનાના બે દિવસ પછી સંદિગ્ધ મહિલાનું પીડિતાના ગામે પહોંચવું અને તેમના ઘરે રહીને આ કથિત મહિલા તે લોકોને ભડકાવ્યા છે.

  તેણે પીડિતાની ભાભી બનને રહેતી નક્સલી એક્ટિવિસ્ટ મહિલાની કોલ ડિટેલ્સની અનેક ચોંકવનારી માહિત બહાર આવી છે તેવો દાવો પણ કર્યો.
  Published by:Chaitali Shukla
  First published:October 10, 2020, 15:08 pm

  ટૉપ ન્યૂઝ