હાથરસ કાંડમાં મોટો ખુલાસો, વિદેશી ફંડિગમાં PFI સાથે મળી ભીમ આર્મીની લિંક!

News18 Gujarati
Updated: October 9, 2020, 1:54 PM IST
હાથરસ કાંડમાં મોટો ખુલાસો, વિદેશી ફંડિગમાં PFI સાથે મળી ભીમ આર્મીની લિંક!
ચંદ્રશેખર આઝાદ

તેવી પણ સૂચના મળી છે હવે ઇડી આ મામલે ભીમ આર્મીના નેતાઓ અને કાર્યકર્તાઓની પુછપરછ કરી શકે છે.

  • Share this:
હાથરસ કેસ (Hathras Case) આરોપમાં પોલીસ અને એસઆઇટીની કેટલીક મહત્વની જાણકારી મળી છે. આ જાણકારી હાથરસ કેસમાં વિદેશી ફંડિગથી જોડાયેલી છે. પોલીસ અને એસઆઇટીએ ફંડિગ મામલે પોપ્યુલર ફ્રંટ ઓફ ઇન્ડિયા અને ભીમ આર્મીની લિંક મળી છે. આ જાણકારી પછી પોલીસ અને એસઆઇટીની તપાસે પોતાના વિસ્તાર વધાર્યો છે.

પોલીસને તે પણ જાણકારી મળી છે સફદરજંગ હોસ્પિટલથી લઇને પીડિતાના ગામ સુધી ભીમ આર્મીના કાર્યકર્તાઓ હાજર હતા. આ કાર્યકર્તા પોતાને ભીમ આર્મી ન જણાવીને સામાન્ય લોકો કહેતા હતા. તેવી પણ સૂચના મળી છે હવે ઇડી આ મામલે ભીમ આર્મીના નેતાઓ અને કાર્યકર્તાઓની પુછપરછ કરી શકે છે.

હાથરસ કેસમાં પોલીસે 4 લોકોની ધરપકડ કરી છે. જે પીએફઆઇના સદસ્ય છે. પકડાયેલા લોકોમાંથી એક જરવલનો રહેવાસી છે. પોલીસનું કહેવું છે કે આ વિસ્તાર ઇન્ડો નેપાળ સીમાની પાસે આવેલો છે. અને ગત થોડા સમયમાં પીએફઆઇથી જોડાયેલા અન્ય કેટલાક લોકોની પણ ધરપકડ થઇ ચૂકી છે.

તેવામાં એ વાતની જાણકારી મેળવવામાં આવી રહી છે કે યુપી અને દેશની અંદર જાતીય અને સાંપ્રદાયિક તોફાન ફેલાવવા માટે ભારત નેપાળ સીમા પર પીએફઆઇનું શું આ કોઇ કાવતરું છે કે શું?

વધુ વાંચો :  હાથરસ કાંડ: અલાહાબાદ હાઇકોર્ટે પીડિત પરિવારની અરજી ફગાવી, જાણો શું છે મુદ્દો

તપાસ એજન્સી મુજબ વેબસાઇટ દ્વારા વિરોધ પ્રદર્શનની જાણકારી આપવામાં આવી રહી હતી. એટલું જ નહીં વેબસાઇટના તાર એમનેસ્ટી ઇન્ટરનેશનલથી પણ જોડાયેલા હોવાના સંકેત છે. ઇસ્લામિક દેશોથી ફંડિગની જાણકારી પણ સુરક્ષા એજન્સીઓને મળી છે. વેબસાઇટમાં નકલી આઇડીથી અનેક લોકોને જોડવામાં આવ્યા છે. અને મદદના નામે ફંડિગ પણ ભેગું કરવામાં આવ્યું છે.

અને કેટલાક નામચીન લોકોના સોશિયલ મીડિયા એકાઉન્ટનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. વેબસાઇટમાં પીએફઆઇ અને એસડીપીઆઇની ભૂમિકા પણ સામે આવી છે.
Published by: Chaitali Shukla
First published: October 9, 2020, 1:28 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading