હાથરસ કાંડ: આરોપી લવકુશના ઘરે CBIના દરોડાં, 'લોહી'થી લથપથ કપડાં મળી આવ્યાં

હાથરસ કાંડ: આરોપી લવકુશના ઘરે CBIના દરોડાં, 'લોહી'થી લથપથ કપડાં મળી આવ્યાં
સીબીઆઇની ટીમ

લગભગ અઢી કલાક ચાલેલી આ તપાસમાં સીબીઆઇની ટીમને લવકુશના ઘરથી લોહીથી ડાઘા વાળા કાપડા મળ્યા હતા.

 • Share this:
  ઉત્તર પ્રદેશના હાથરસ કેસની તપાસ કરી રહેલી સીબીઆઇ ટીમે પોતાની તપાસની સ્પીડ વધારી દીધી છે. ગુરુવારે સીબીઆઇની ટીમે હાથરસ કાંડના આરોપી લવકુશના ઘરે છાપો માર્યો હતો. આ દરમિયાન તેના પરિવારજનોથી પુછપરછની સાથે જ તેનું આખા ઘરની તપાસ કરી હતી. લગભગ દોઢ કલાક ચાલેલી આ તપાસમાં સીબીઆઇની ટીમને લવકુશના ઘરથી લોહીથી ડાઘા વાળા કાપડા મળ્યા હતા. સીબીઆઇ ટીમ તેને પોતાની સાથે લઇ ગઇ હતી.

  જો કે લવકુશના ભાઇએ જણાવ્યું કે જે કપડાના સીબીઆઇની ટીમ લઇને ગઇ છે તે લવકુશના મોટા ભાઇ રવિના છે. તેમણે કહ્યું કે રવિ પેન્ટિંગનું કામ કરે છે. અને કપડાં પર જે લાલ રંગ છે તે પેન્ટ છે. બીજી તરફ હાથરસ કેસમાં આજે શુક્રવારે પીડિતાની માં અને ભાભીથી સીબીઆઇ પુછપરછ કરશે. ઉલ્લેખનીય છે કે સીબીઆઇ આ કેસમાં ભાઇ અને પિતાથી પહેલા જ પૂછપરછ કરી ચૂકી છે.  લવકુશના સગીર ભાઇએ જણાવ્યું કે સીબીઆઇની ટીમ આવી હતી અને કેટલાક કપડા લઇને અહીંથી ગઇ છે. આ કપડા તેના મોટા ભાઇ રવિના છે. જે ફેક્ટરીમાં પેન્ટિંગનું કામ કરે છે. કપડા પર લાલ રંગ હતો જેને તે લોહીના કપડા સમજીને લઇ ગઇ છે. ભાઇએ જણાવ્યું કે લગભગ બે કલાક ઉપર સીબીઆઇની ટીમે અહીં રોકાઇ હતી અને તેણે ઘરની તલાશી પણ લીધી હતી. પણ બહું પુછપરછ નહતી કરી.

  વધુ વાંચો : Corona Update: 24 કલાકમાં 63,371 નવા કેસ નોંધાયા, 895 દર્દીઓનાં મોત

  ઉલ્લેખનીય છે કે હાથરસ કેસમાં સીબીઆઇ શુક્રવારે ફરી એક વાર પીડિત પરિવારોના સદસ્યોની પુછપરછ કરશે. પરિવારના સદસ્યોના નિવેદન લેવામાં આવશે. ખાસ કરીને પીડિતાની ભાભી અને માંની પુછપરછ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે પીડિતાના ભાઇથી સીબીઆઇ બુધવારે લગભગ 7 કલાક સુધી પુછપરછ કરી ચૂકી છે. નોંધનીય છે કે આ ઘટના જ્યારે થઇ ત્યારે પીડિતાની મા અને તેનો ભાઇ ઘટના સ્થળે હાજર હતા.

  અને તેમને જ પહેલીવાર પીડિતાના આ હાલતમાં જોઇને તેને હોસ્પિટલ લઇ ગયા હતા. આમ આ બંને આ કેસના મહત્વના સાક્ષી છે. ત્યારે સીબીઆઇ આજે પીડિતાની માતાની પણ પુછપરછ કરશે. બીજી તરફ સીબીઆઇ પણ આ મામલે પોતાની તપાસ સઘન કરી છે. જેથી પીડિતાના આરોપી સુધી પહોંચી શકાય.
  Published by:Chaitali Shukla
  First published:October 16, 2020, 09:59 am

  ટૉપ ન્યૂઝ