હાથરસ કાંડ : મુખ્ય આરોપી સંદીપે SPને પત્ર લખીને કહ્યું, મહિલાથી મિત્રતા હતી, મા-ભાઇએ કરી છે હત્યા

હાથરસ કાંડ : મુખ્ય આરોપી સંદીપે SPને પત્ર લખીને કહ્યું, મહિલાથી મિત્રતા હતી, મા-ભાઇએ કરી છે હત્યા
ફાઇલ ફોટો

Hathras Case : સંદીપે પોતાના પત્ર મોટા ખુલાસા કર્યા છે. મૃતકની મોત માટે મા-ભાઇ જવાબદાર કહ્યા છે.

 • Share this:
  બુલગઢી કાંડને લઇને જ્યાં નવા નવા વિવાદ સામે આવી રહ્યા છે ત્યારે આ તમામની વચ્ચે મુખ્ય આરોપી સંદીપ ઠાકુર (Accused Sandeep)એ પોલીસ અધીક્ષક હાથરસ (Hathras)ને પત્ર લખીને કહ્યું છે કે તેની પર ખોટો કેસ કરીને મૃતકનો પરિવાર તેને ફસાવી રહ્યો છે. પત્રમાં તેમણે લખ્યું કે તેની મૃતક મહિલા સાથે સારી મિત્રતા હતી. અને તેમની આ મિત્રતા તેના પરિવારને પસંદ નહતી. એટલું જ નહીં 14 સપ્ટેમ્બરના દિવસ મૃતક તે ખેતરમાં મળ્યો પણ હતો. અને તે પછી તે ત્યાંથી જતો રહ્યો હતો. પણ યુવતીની માતા અને ભાઇએ આ વાતે મૃતક મહિલા સાથે મારપીટ કરી હતી.

  સંદીપે પોતાના પત્રમાં લખ્યું કે અમારી વચ્ચે સારી મિત્રતા હતી. તે ફોન પર પણ વાત કરતા હતા અને વચ્ચે વચ્ચે મળતા પણ હતા. પણ આ વાત મૃતક મહિલાના પરિવારને પસંદ નહતી. ઘટનાના દિવસે પણ મૃતક મહિલાથી સંદીપને ખેતરમાં મુલાકાત થઇ હતી. તે પછી તેણે મને ત્યાંથી જવાનું કહ્યું અને હું ઘરે પરત ફર્યો હતો. પાછળથી મને ગામના લોકોએ કહ્યું કે મૃતકની મા અને ભાઇએ તેની સાથે મારપીટ કરી છે.  અને તે પછી સારવાર દરમિયાન તેની મોત થઇ ગઇ છે. સંદીપે પોતાના પત્રમાં લખ્યું છે કે તે અને આ કેસમાં તેની સાથે ફસાયેલા ત્રણ યુવક નિર્દોષ છે અને મૃતકની મા અને ભાઇ તેની પર ખોટા આરોપ લગાવી રહ્યા છે. સાથે જ તેણે પોતાના ન્યાય માટે મદદ માંગી.

  વધુ વાંચો : દિલ્હીથી બેંગલુરુ જતી ફ્લાઇટમાં મહિલાએ આપ્યો પ્રિ-મેચ્યોર બાળકને જન્મ

  ઉલ્લેખનીય છે કે આ પહેલા ન્યૂઝ 18ના હાથે લાગેલી મૃતકના ભાઇની કેલ ડિટેલ્સથી ખબર પડે છે કે ઓક્ટોબર 2019 થી માર્ચ 2020ની વચ્ચે આરોપી સંદીપથી ફોન પર વાત થતી હતી. અની આ 104 વાર વાત થઇ હતી. અને મોટાભાગના કોલ અડધી રાત પછી થયા છે.  આ વચ્ચે આરોપીના પરિવારજનોનું કહેવુ છે કે તેમના બાળકો જેલમાં સુરક્ષિત નથી. પરિવારજનોએ કોરોનાની પણ આશંકા વ્યક્ત કરી છે. આરોપી રામૂની ભાભીએ કહ્યું કે જેલમાં તેમના જીવને ખતરો છે. જેલમાં બીજા કોઇ લોકો તેમનું કામ તમામ કરી શકે છે.
  Published by:Chaitali Shukla
  First published:October 08, 2020, 12:07 pm