હાથરસ કાંડમાં મોટો ખુલાસો: જેલમાં બંધ આરોપીમાંથી એક નીકળ્યો સગીર

હાથરસ કેસ

Hathras Case : અલીગઢ જેલમાં હાથરસ ગેંગરેપ કેસના જે કથિત ચાર આરોપીઓ બંધ છે જેમાંથી એક યુવક સગીર હોવાની વાત બહાર આવી છે. વધુ જાણો.

 • Share this:
  હાથરસ : ચંદપા પોલીસ ક્ષેત્રમાં આવતા બુલગઢી ગામમાં દલિત દીકરી સાથે થયેલ બળાત્કાર કેસમાં (Hathras Case) શરૂઆતથી પોલીસની ભૂમિકા સંદેહજનક રહી છે. હવે આ મામલે પોલીસની વધુ એક બેજવાબદારી સામે આવી છે. અલીગઢ જેલમાં આ કેસ મામલે જે ચાર આરોપીઓને બંધ કરવામાં આવ્યા છે તેમાંથી એકની હાઇસ્કૂલ માર્કશીટ સામે આવી છે. માર્કશીટ મુજબ આરોપી સગીર છે. આમ છતાં પોલીસે આ મામલે યોગ્ય તપાસ કર્યા વગર તેને જેલ ભેગો કરી લીધો છે. જ્યારે કાનૂન મુજબ તેને જેલ નહીં પણ બાળ સુધાર ગૃહ મોકલવો જોઇએ. અને તેની ઓળખ પણ જગજાહેર ન કરવી જોઇએ.

  આરોપીઓના ઘરે જ્યારે પૂછપરછ કરવા માટે સીબીઆઇની ટીમ પહોંચી તો તેમના હાથે આરોપીની હાઇસ્કૂલ માર્કશીટ સામે આવી. જે મુજબ તે સગીર છે. આ પછી સીબીઆઇએ સસ્પેન્ડેડ પોલીસકર્મીઓની પણ પુછપરછ કરી. સોમવારે મોડી રાતે સીબીઆઇની ટીમે ચંદપામાં સસ્પેન્ડ થયેલા સીઓ રામશબ્દ, ઇસ્પેક્ટર ડીકે વર્મા અને હેડ મોહર્રર મહેશ પાલથી લગભગ 5 કલાક પૂછપરછ કરી. અને તે પછી મહત્વના પુરાવા જોડવા માટે પાછી ઓફિસ જતી રહી.

  આ પહેલા સોમવારે સીબીઆઇની એક ટીમે પીડિતાની સારવાર કરનાર અલીગઢ મેડિકલ કોલેજના ડૉક્ટરને મળીને તેની જોડે પણ આ કેસ મામલે પુછપરછ કરી હતી. આ પછી સીબીઆઇની ટીમ અલીગઢ જેલ ગઇ હતી. જ્યાં ચારેય આરોપી બંધ છે.

  સીબીઆઇની ટીમ ચાર આરોપીઓથી મેરોથોન પુછપરછ પણ કરી. ઉલ્લેખનીય છે કે ગત 8 દિવસોથી સીબીઆઇની ટીમે આ મામલે પોતાની તપાસની સ્પીડ વધારી છે. બીજી તરફ એસઆઇટીએ પણ પોતાની તપાસનો રિપોર્ટ 21 ઓક્ટોબર સોંપશે.

  વધુ વાંચો : Photos : ચાઇનીઝ પ્રોડક્ટને માત આપવા માટે માર્કેટમાં આવ્યા ગાયના છાણથી બનેલા દીવા, આ છે ખાસિયત

  ઉલ્લેખનીય છે કે હાથરસ કેસમાં સીબીઆઇ અત્યાર સુધીમાં પીડિત પરિવારના સદસ્યોથી પણ પુછપરછ કરી ચૂકી છે. આ કેસ જ્યારથી શરૂ થયો ત્યારથી પોલીસ ભૂમિકા વિવાદિત રહી છે. સૌથી પહેલા તો પોલીસે જલ્દીમાં પીડિતાના શબનો અગ્નિ સંસ્કાર કર્યો. તે પછી આમાં નક્સલ કનેક્શનની વાત પણ બહાર આવી. પીડિતાના હોસ્પિટલ ફૂટેજ પણ ગુમ થયા હતા.

  પીડિતા પરિવારે પણ કોર્ટમાં પોલીસ દ્વારા કડક સુરક્ષા વ્યવસ્થાના કારણે કેદમાં હોવાનું અનુભવાતા કોર્ટની મદદ માંગી હતી. ત્યારે હવે જોવાનું તે રહ્યું કે સીબીઆઇની તપાસમાં આ કેસમાં શું નવા ખુલાસા થશે.
  Published by:Chaitali Shukla
  First published: