હાથરસ : ઉત્તર પ્રદેશના હાથરસ (Hathras)માં કથિત ગેંગરેપ અને પીડિતાની હત્યાના મામલે દેશભરમાં રાજનીતિ ગરમાઈ છે. વિપક્ષ સતત યોગી સરકાર (Yogi Government)પર પ્રહાર કરી રહી છે. સામાન્ય લોકોમાં પણ આ જનધ્ય કાંડને લઈને ગુસ્સો સોશિયલ મીડિયા પર જોવા મળી રહ્યો છે. આ ઘટનામાં આરોપ લાગી રહ્યો છે કે પીડિત પરિવારની મંજૂરી વગર અને હાજરી વગર પીડિતાની લાશને પોલીસે અંતિમ સંસ્કાર કરી દીધા હતા. જોકે આ આરોપને હાથરસ પોલીસે ફગાવી દીધા છે. આ મામલે પ્રદેશના અપર પોલીસ મહાનિર્દેશકે (કાનૂન વ્યવસ્થા) મોરચો સંભાળ્યો છે. તેમણે અંતિમ સંસ્કારમાં પરિવારની સહમતી અને ઉપસ્થિતિનો ઉલ્લેખ કર્યો હતો અને રાત્રે અંતિમ સંસ્કારનું કારણ પણ બતાવ્યું હતું.
એડીજી કાનૂન વ્યવસ્થા પ્રશાંત કુમારે કહ્યું કે કાલે સવારે દિલ્હીમાં પીડિતાનું મોત થયું હતું. રાત્રે પોસ્ટમોર્ટમ પછી જ્યારે લાશ પહોંચી તો પરિવારજનોની સહમતિથી અને તેમની હાજરીમાં અંતિમ સંસ્કાર કરાવવામાં આવ્યા હતા. કેટલીક મહિલાઓ દ્વારા આરોપ લગાવ્યો છે પણ હકીકત એ છે કે તેમની સહમતિથી અંતિમ સંસ્કાર કર્યા હતા. શાંતિ વ્યવસ્થા માટે ત્યાં પોલીસ હાજર હતી. એડીજીએ કહ્યું કે ડેડ બોડી ખરાબ થઈ રહી હતી. તેથી ઘરના લોકોએ સહમતિ બતાવી કે રાત્રે જ અંતિમ સંસ્કાર કરી દેવા ઉચિત છે.
कुछ महिलाओं द्वारा आरोप लगाए गए हैं, परन्तु सत्य यही है कि उनकी उपस्थित से और सहमति से (अंतिम संस्कार) कराया गया था। शांति व्यवस्था के लिए वहां पुलिस उपस्थित थी। डेड बॉडी भी खराब हो रही थी, इसलिए घर के लोगों ने सहमति जताई थी कि रात को ही कर देना उचित होगा : एडीजी ( लॉ एंड ऑर्डर ) https://t.co/w6pgcGmyg4
આ મામલામાં હજુ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યો નથી. તે આવ્યા પછી સ્થિતિ સ્પષ્ટ થઈ જશે. એડીજીએ કહ્યું કે ઘટનાક્રમ પર નજર કરવામાં આવે તો આ ઘટના 14 સપ્ટેમ્બરે થઈ હતી અને મામલામાં ફરિયાદ કરવામાં આવી હતી. આ પછી 22 સપ્ટેમ્બરે પીડિતાએ કહ્યું હતું કે તેની સાથે ગેંગરેપ થયો છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર