Hathras case: પીડિત પરિવારે રાતમાં લખનૌ જવા માટે કર્યો ઈન્કાર, CBIની ટીમ પહોંચી પોલીસ સ્ટેશન

હાથરસ કેસની તસવીર

કથિત સામૂહિક દુષ્કર્મની શિકાર 19 વર્ષીય દલિત યુવતીનું દિલ્હીના સફદરજંગ હોસ્પિટલમાં 29 સપ્ટેમ્બરે મોત નીપજ્યું હતું.

 • Share this:
  હાથરસઃ ઉત્તર પ્રદેશના હાથરસમાં 14 સપ્ટેમ્બરે દિલ્હી યુવતી સાથે થયેલા કથિત સામહૂકિ દુષ્કર્મની ઘટનાની તપાસ સીબીઆઈએ પોતાના હાથમાં લીધી છે. રવિવારે સીબીઆઈની ટીમએ તપાસની શરુઆત કરવા માટે સૌથી પહેલા ચંદપા પોલીસ સ્ટેશન પહોંચી છે. માનવામાં આવી રહ્યું છે કે સીબીઆઈ ટીમની સાથે ફોરેન્સિક ટીમ પણ હાજર રહેશે. જ્યારે સોમવારે સવારે પીડિતાના ગામ પહોંચીને ઘટનાસ્થળનું નિરિક્ષણ કરી શકે છે. સૂત્રો પ્રમાણે 15 દિવસ સુધી સીબીઆઈની ટીમ હાથરસમાં રોકાઈને ઘટનાની તપાસ કરશે.

  પીડિતાના ભાઈ પ્રમાણે અમે રાતમાં લખનૌ માટે સફર નહીં કરવા માંગતા. પરિવારના ઈન્કાર કર્યા બાદ પોલીસે જાણકારી આપી કે હવે લખનૌ માટે સોમવારે સવારે 5.30 વાગ્યે નીકળશે. ઉલ્લેખનીય છે કે હાઈકોર્ટે આ મામલે સ્વતઃ સંજ્ઞાન લીધું છે. એટલું જ નહીં આખા કેસમાં પરિવારે પોતાના જીવનું જોખમ પણ જણાવ્યું હતું. પીડિત પરિવારને પોલીસ સુરક્ષા આપવામાં આવી છે.

  હાથરસના એસપી વિનીત જાયસવાલના જણાવ્યા પ્રમાણે ઉત્તર પ્રદેશ અને પ્રશાસનની એક ટીમ કડક સુરક્ષામાં લખનૌ લઈ જશે. પોલીસની આ ટીમમાં 2 સીનિયર અધિકારી, એક સીઓ અને એક મેજિસ્ટ્રેટનો સમાવેશ થાય છે. અધિકારી પીડિત પરિવારે લખનૌ લઈ જવા દરમિયાન સુરક્ષાની દેખરેખ કરશે.

  આ પણ વાંચોઃ-અમદાવાદઃ સપ્તાહમાં સોના-ચાંદીના ભાવમાં થયો મોટો સુધારો, તહેવારોમાં કેવી રહેશે સોના-ચાંદીની ચાલ?

  કથિત સામૂહિક દુષ્કર્મની શિકાર 19 વર્ષીય દલિત યુવતીનું દિલ્હીના સફદરજંગ હોસ્પિટલમાં 29 સપ્ટેમ્બરે મોત નીપજ્યું હતું. અત્યાર સુધી હાથરસ કાંડની તપાસ એસઆઈટી કરી રહી હતી. તાજેતરમાં જ આ તપાસને પુરી કરવા માટે ઉત્તર પ્રદેશ સરકારે 10 દિવસનો વધારાનો સમય આપ્યો છે. જેથી કરીને ઘટનાનું સત્ય બહાર આવી શકે. માનવામાં આવી રહ્યું છે કે આ મામલે સતત વધતા તણાવના કારણે ઉત્તર પ્રદેશ પોલીસે આ નિર્ણય લીધો છે. હવે આ મામલો સીબીઆઈ પાસે પહોંચી ગયો છે.

  આ પણ વાંચોઃ-અમદાવાદઃ 'તું સાચે પિરિયડમાં છે કે નાટક કરે છે?, ફિઝિકલ રિલેશન બાબતે સમજાવું', નફ્ફટ સસરાનું પુત્રવધૂ સાથે અભદ્ર વર્તન

  ઉલ્લેખનીય છેકે ઉત્તર પ્રદેશ પોલીસે પીડિતાની લાશને પરિવારને સોંપવાના બદલે બારોબાર અંતિમ સંસ્કાર કરી દીધા હતા. ત્યારબાદ સમગ્ર મામલે આગ પકડાઈ હતી. પોલીસે આખા ગામને કોર્ડન કરી લીધું હતું. અને મીડિયા સહિત કોઈને પણ પીડિત પરિવારને મળવા દેવામાં આવ્યા ન હતા. જોકે, મામલો ભારે ગરમાયા બાદ પરિવારને મીડિયા સાથે મળવા દેવામાં આવ્યો હતો.

  આ પણ વાંચોઃ-અમદાવાદઃ મિત્રને મોબાઈલ વાપરવા આપવો ભારે પડ્યો, પોતાની પત્ની સાથે વાતો કરવાનો ભાંડો ફૂટ્યો, પછી થઈ જોવા જેવી

  CBIએ રવિવારે સવારે ઈન્ડિયન પીનલ કોડની સામૂહિક બળાત્કાર અને હત્યા સંબંધિત કલમો હેઠળ એફઆઈઆર નોંધી છે. આ અગાઉ મૃતક યુવતીના ભાઈની ફરિયાદના આધારે હાથરસ જિલ્લાના ચંદપા પોલીસ સ્ટેશનમાં આ ઘટના અંગે કેસ દાખલ કરાયો હતો.

  સીબીઆઈના (CBI) પ્રવક્તાએ આર. કે. ગૌડે કહ્યું કે, ફરિયાદકર્તાએ 14 સપ્ટેમ્બરના રોજ આરોપ લગાવ્યો હતો કે, આરોપીઓએ બાજરાના ખેતરમાં તેની બહેનનું ગળું દબાવવાનો પ્રયત્નકર્યો હતો. ઉત્તર પ્રદેશ સરકારની ભલામણ પર અને ત્યારબાદ ભારત સરકારના નોટિફિકેશ બાદ સીબીઆઈએ આ મામલે કેસ દાખલ કર્યો છે. તેમણે જણાવ્યું કે કેસની તપાસ માટે એજન્સીએ એક ટીમ બનાવવમાં આવી છે.
  Published by:ankit patel
  First published: