હાથરસ કાંડ : એસપી અને ડીએસપી સસ્પેન્ડ, પીડિત પરિવારનો નાર્કો ટેસ્ટ થશે

હાથરસ કાંડ : યોગી સરકારની મોટી કાર્યવાહી, એસપી અને ડીએસપી સસ્પેન્ડ

હાથરસ મામલાને લઈને જંતર મંતર પર થઈ રહેલા વિરોધ પ્રદર્શનમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ સામેલ થયા

 • Share this:
  નવી દિલ્હી : ઉત્તર પ્રદેશના હાથરસ કાંડને (Hathras Gangrape Case)લઈને રાજનીતિ અને હંગામો યથાવત્ છે. હાથરસ (Hathras)ના ડીએમનો એક વીડિયો સામે આવ્યો હતો. જેમાં તે પીડિતાના પરિવારને ધમકી આપતા જોવા મળ્યા હતા. ઘણી વિપક્ષી પાર્ટીઓ આ મામલે ઉત્તર પ્રદેશ સરકાર અને યૂપી પોલીસના વલણને લઈને સવાલ ઉઠાવી રહી છે. આ દરમિયાન યોગી સરકારે મોટી કાર્યવાહી કરી છે. સરકારે એસપી અને ડીએસપી સહિત 5 પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરી દેવાયા છે. આ તમામના નાર્કો ટેસ્ટ કરવાનો નિર્ણય કરાયો છે. પીડિત પરીવારનો પણ નાર્કો ટેસ્ટ થશે.

  હાથરસ મામલાને લઈને જંતર મંતર પર થઈ રહેલા વિરોધ પ્રદર્શનમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ સામેલ થયા છે. દિલ્હીના મુખ્યમંત્રીએ કહ્યું કે આ દુખના સમયમાં અહીં ભેગા થયા છીએ. ઇશ્વરને પ્રાર્થના છે કે તે આપણી પુત્રીને શાંતિ આપે. આ મામલા પર કોઈ રાજનીતિ ના થવી જોઈએ. દેશમાં બળાત્કારની ઘટના ના થવી જોઈએ. ઉત્તર પ્રદેશ સરકારને મારું નિવેદન છે કે હાથરસ મામલામાં જે પણ દોષી છે તે લોકોને સખત સજા આપે. તેમને જલ્દી ફાંસી આપવામાં આવે. દોષિતોને એટલી સખત સજા મળવી જોઈએ કે તે ભવિષ્યમાં આવું કરવાનું કોઈ હિંમત ના કરે.

  આ પણ વાંચો - મધ્ય પ્રદેશમાં નહીં થાય iifa એવોર્ડ્સ સમારોહ, CM શિવરાજે કહ્યું - મને આ તમાશો પસંદ નથી

  કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી દિલ્હી સ્થિત વાલ્મિકી મંદિરમાં પ્રાર્થના સભામાં સામેલ થયા હતા. બીજી તરફ હાથરસ કેસ પર કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારિતા રાજ્ય મંત્રી રામદાસ અઠાવલેએ કહ્યું કે હું કાલે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને રાજ્યપાલ આનંદીબેન પટેલ સાથે મુલાકાત કરીને આ મામલે ચર્ચા કરીશ. બધા ચારેય આરોપીઓને ફાંસી આપવી જોઈએ.
  Published by:Ashish Goyal
  First published: