Hathras Case : 'ટોયલેટ જતી વખતે પણ પોલીસવાળા સાથે આવે છે,' પીડિતાના પરિવારે હાઇકોર્ટમાં કરી અરજી

હાથરસ કાંડ

અરજીમાં કહેવામાં આવ્યું છે કે પોલીસ અને પ્રસાશનની પ્રતિબંધોના કારણે પીડિતાનો પરિવાર કેદ જેવું અનુભવે છે.

  • Share this:
    ઉત્તર પ્રદેશના હાથરસ (Hathras Case)માં કથિત ગેંગરેપ ઘટના પછી પીડિતાનું ઘર અને આખુ ગામ પોલીસની એક નાની છાવણીમાં ફેરવાઇ ગયું છે. પીડિતાના ઘરના દરેક સદસ્ય જ્યાં પણ જઇ રહ્યા છે ત્યાં સરકાર તરફથી તેમને સુરક્ષા આપવામાં આવી રહી છે. પીડિતાના ઘરે જવા માટે તમારે પહેલા મેટલ ડિટેક્ટિવથી પસાર થવું પડે છે. એટલું જ નહીં પીડિતાના ઘરની બહાર સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા છે.

    ગામ અને પીડિતાનો પરિવાર કોઇ પણ પ્રકારના કાવતરાનું કારણ ન બને તે માટે તેમના ઘરના દરેક મેમ્બર માટે બે-બે પોલીસકર્મીને તેનાત કર્યા છે. સાથે જ પરિવારની મહિલા સદસ્યો માટે મહિલા પોલીસને પણ તેનાત કરવામાં આવી છે. અંગ્રેજી છાપા, ટાઇમ્સ ઓફ ઇન્ડિયાની એક રિપોર્ટ મુજબ પોલીસકર્મી પરિવારના સદસ્યોની તે વખતે પણ સાથે હોય જ્યારે તે ટાયલેટ જાય છે. આવી સુરક્ષા હવે પીડિતાના પરિવાર માટે મુશ્કેલી બની ગઇ છે અને પીડિતાના પરિવારે આાનાથી છૂટકારો મેળવવા માટે ઇલાહબાદ હાઇકોર્ટમાં અપીલ કરી છે.

    પીડિતાના પરિવારની તરફથી સામાજિક કાર્યકર્તા સુરેન્દ્ર કુમારે અરજી નાંખી છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે પોલીસ અને પ્રસાશનની પ્રતિબંધોના કારણે પીડિતાનો પરિવાર કેદ જેવું અનુભવે છે. અને તેમને લોકોને મળવાની અને પોતાની વાત ખુલીને રાખવાની છૂટ આપવામાં આવે તેવી માંગણી કરી છે.
    રિપોર્ટ મુજબ જો કોઇ બહારથી ગામમાં આવે છે તો તેને ટૂવ્હીલર અને ચાર વ્હીલર પર જવાની છૂટ આપવામાં આવે. સાથે જ ગામમાં પાંચની વધુ લોકોને જવાની છૂટ આપવામાં આવે તે વાત પણ આ અરજીમાં કરી છે.

    છાપાએ દાવો કર્યો છે કે પીડિતાના ઘરની બહાર મેટલ ડિટેક્ટર પણ લાગ્યા છે અને પોલીસકર્મીઓ લોકોના આઇડેંટિટી કાર્ડ પણ તપાસે છે. અને જે લોકો મળવા જાય તેમને રજિસ્ટરમાં પોતાનું નામ, ફોન નંબર અને રહેવાનું સ્થળ કે સંસ્થાનું નામ આપવું પડે છે. આ સિવાય સાદી કપડામાં પણ પોલીસ સતત ચોકી પહેરો કરે છે. ગામમાં જ એક સીઓ, ત્રણ ઇન્સ્પેક્ટર, બે મહિલા કર્મી અને 21 કોન્સ્ટેબલ તૈનાત કરવામાં આવ્યા છે.

    ઉલ્લેખનીય છે કે હાથરસ જિલ્લાના એક ગામમાં 14 સપ્ટેમ્બરના રોજ એક 19 વર્ષીય દલિત યુવતી પર કથિત રૂપથી સામુહિક બળાત્કાર કરવામાં આવ્યો હતો. અને પછી તેને ગંભીર ઇજા થતા તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. આ પછી તેનો તે જ રાતે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો હતો. પરિવારનો આરોપ છે કે પોલીસે તેમની મરજી વિરુદ્ધ પીડિતાનો અંતિમ સંસ્કાર કર્યો છે. જો કે પ્રશાસન આ વાત નકારે છે.
    Published by:Chaitali Shukla
    First published: