હાથરસ કાંડ : 100 કરોડ રૂપિયાના વિદેશી ફંડિંગનો દાવો, માત્ર મોરિશિયસથી આવ્યા 50 કરોડ- સૂત્ર

પ્રતીકાત્મક તસવીર

હાથરસ કાંડના બહાને ઉત્તર પ્રદેશમાં તોફાનો કરાવવાના કાવતરામાં તપાસ એજન્સીઓને મોટો પુરાવો હાથ લાગ્યો

 • Share this:
  અજિત સિંહ, લખનઉઃ હાથરસ કાંડ (Hathras Case)ના બહાને ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ને તોફાનો (Riots)માં ધકેલવાના કાવતરામાં તપાસ એજન્સીઓને મોટો પુરાવો હાથ લાગ્યો છે. તપાસ એજન્સીઓને મળેલા પુરાવાથી એ વાતનો ખુલાસો થાય છે કે ઉત્તર પ્રદેશમાં તોફાનો કરાવવા માટે દેશ-વિદેશથી 100 કરોડ રૂપિયાથી વધુ ફંડિંગ થયું. સૂત્રો મુજબ, માત્ર મોરિશિયસ (Mauritius)થી 50 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા. હવે હાથરસ કેસ સાથે જોડાયેલા તમામ મામલાઓને સીબીઆઈ (CBI)ને હેન્ડઓવર કરવામાં આવશે. નોંધનીય છે કે હાથરસ કાંડના બહાને તોફાનો ફેલાવવાના કાવતરામાં ઉત્તર પ્રદેશના પાટનગર લખનઉ (Lucknow) , હાથરસ (Hathras) સહિત અનેક પોલીસ સ્ટેશનોમાં ડઝનથી પણ વધી એફઆઈઆર નોંધાઈ છે.

  નોંધનીય છે કે, હાથરસ કાંડમાં પહેલા એસઆઇટી અને પછી સીબીઆઈ તપાસની ભલામણ બાદ આ મામલામાં ઈડી (ED)ની પણ એન્ટ્રી થઈ ગઈ છે. હાથરસને લઈ બનાવવામાં આવેલી વેબસાઇટ ‘જસ્ટિસ ફોર હાથરસ વિક્ટિમ’ (Justice for Hathras Victim)ની તપાસ ઈડી કરશે. મૂળે, તપાસ એજન્સીઓને પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે પીડિતાને ન્યાય અપાવવાના નામે રાતો રાત એક વેબસાઇટ બનાવવામાં આવી. તેના માધ્યમથી ઉત્તર પ્રદેશમાં જાતીય તોફાનો ફેલાવવાનું કાવતરું રચવામાં આવ્યું હતું. આ ઉપરાંત આ વેબસાઇટના માધ્યમથી ઇસ્લામિક દેશોથી ફંડિંગ પણ કરવામાં આવ્યું. હવે વેબસાઇટના માધ્યમથી જે ખાતાઓમાં નાણા આવ્યા છે, તેની તપાસ ઇડી કરશે. આ વેબસાઇટ પ્લેટફોર્મ કોર્ડ ડૉટ કૉમ પર બનાવવામાં આવી હતી.

  આ પણ વાંચો, 20th Year of NaMo: બીજેપીએ ગણાવ્યા PM મોદીએ 20 વર્ષમાં કરેલા 20 મોટા કામ

  આ પહેલા મંગળવારે દિલ્હીથી હાથરસ જઈ રહેલા 4 લોકોની મથુરા પોલીસે ધરપકડ કરી હતી. આ તમામ પોપ્યૂલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI)ના સભ્ય હોવાનું કહેવાય છે. તેમની પાસેથી ઉશ્કેરીજનક સાહિત્ય પણ મળી આવ્યું છે. ધરપકડ કરાયેલા સભ્યોમાં એક વ્યક્તિ બહરાઇચના જરવલનો રહેવાસી છે. ત્યારબાદથી ઉત્તર પ્રદેશ પોલીસ (Uttar Pradesh) સક્રિય થઈ ગઈ છે.

  આ પણ વાંચો, IPL 2020: પોલાર્ડે કર્યો એવો કેચ કે સચિન તેંડુલકર પણ થઈ ગયો Fan, જુઓ ખાસ વીડિયો

  બહરાઇચ પોલીસનું કહેવું છે કે આ વિસ્તાર ઇન્ડો-નેપાળ સરહદ (Indo Nepal Border)ની નજીક આવેલો છે અને છેલ્લા કેટલાક સમયમાં પીએફઆઈ (PFI) સાથે જોડાયેલા અન્ય લોકોની ધરપકડ થઈ ચૂકી છે. એવામાં તપાસ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે ઉત્તર પ્રદેશ અને દેશના અન્ય હિસ્સામાં જાતીય અને સાંપ્રદાયિક તોફાનો ફેલાવવા માટે ભારત નેપાળ સરહદ પર પીએફઆઈની શું પ્રવૃત્તિઓ ચાલી રહી છે?
  Published by:Mrunal Bhojak
  First published: