Hathras case: SIT-CBIના કારણે ખેડૂતોનો પાક થયો બરબાદ, ઊભું થયો 'રોટી'નું સંકટ

News18 Gujarati
Updated: October 18, 2020, 8:15 PM IST
Hathras case: SIT-CBIના કારણે ખેડૂતોનો પાક થયો બરબાદ, ઊભું થયો 'રોટી'નું સંકટ
ઘટના સ્થળની તસવીર

બુલગઢીમાં દલિત યુવતીના કેસમાં કોઈ પણ પુરાવામાં છબરડો ન થાય એટલા માટે પોલીસે ઘટના સ્થળે સંપૂર્ણ પણે સીલ કરી દીધું છે.

  • Share this:
હાથરસઃ ઉત્તર પ્રદેશના હાથરસમાં 14 સપ્ટેમ્બરે દલિત યુવતીઓની સાથે કથિત સામૂહિત બળાત્કારની (Hathras gangrape case) ઘટનાની તપાસ એસઆઈટી (SIT) બાદ હવે સીબીઆઈના (CBI) હાથમાં આપવામાં આવી છે. એટલું જ નહીં હાથરસના ચંદપા પોલીસ સ્ટેશન થકી બુલગઢીમાં દલિત યુવતીના કેસમાં કોઈ પણ પુરાવામાં છબરડો ન થાય એટલા માટે પોલીસે ઘટના સ્થળે સંપૂર્ણ પણે સીલ કરી દીધું છે.

આવી સ્થિતિમાં હવે ખેત માલિકોનું કહેવું છે કે અધિકારીઓએ તેમના ખેતરમાં બાજરીના પાકમાં પાણી ના આપવા દીધું અને પાકને કાપવા પણ ન દીધો. જેના કારણે ઊભો પાક બરબાદ થઈ ગયો છે. જોકે હાથરસ કેસના કારણે પાક નિષ્ફળ થવાના કારણે આશરે 50,000 રૂપિયાનું નુકસાન થયું છે.

ખેડૂતોએ સરકારને લગાવી વળતરની અપીલ

પોતાનો પાક બરબાદ થતો જોઈને ખેડૂતોએ ઉત્તર પ્રદેશ સરકાર પાસે વળતરની અપીલ કરી હતી. ખેડૂતે કહ્યું કે તેમના પરિવારનું પોષણ કરવા માટેનો ખેત જ એક સહારો છે. પરંતુ કથિત સામૂહિક દુષ્કર્મને લઈને ખેતરમાં ઊભો બાજરીનો પાક ખરાબ થઈ ગયો છે. જેનાથી તેમની સામે હવે રોટીનું સંકટ ઊભું થયું છે. હવે સરકાજ તેમની મદદ કરી શકે છે. ઉલ્લેખનીય છે કે ઈલાહાબાદ હાઈકોર્ટની લખનૌ પીઠ આ મામલાની સુનાવણી કરી રહી છે. અત્યાર સુધી કોર્ટમાં પીડિતાના પરિવાર અને હાથરસના અધિકારી પોતાના પક્ષ રાખી ચૂક્યા છે.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ તહેવારો છતાં સપ્તાહમાં Gold-Silverના ભાવમાં થયો ઘટાડો, દિવાળી સુધી કેવું રહેશે વલણ?

હાથરસ કેસ ઉપર અમિત શાહે કરી આવી વાતકેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના હાથરસમાં એક દલિત યુવતી ઉપર કથિત બળાત્કાર અને હત્યામાં એક વિશેષ તપાસ દળ બનાવવાના નિર્ણયને સમર્થન આપ્યું હતું. ન્યૂઝ18 નેટવર્કના એડિટર ઈન ચીફ રાહુલ જોશી સાથે વિશેષ વાતચીત કરતા ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે, હાથરસ મામલામાં પોલીસ સ્ટેશન સ્તર ઉપર કંઈક બેદરકારી થઈ છે પરંતુ શાસન સ્તર ઉપર એવું કંઈ જ થયું નથી. સીએમ યોગીએ આ મામલે એસઆઈટીની રચનાનો યોગ્ય નિર્ણય લીધો છે.

આ પણ વાંચોઃ-જો તમારી પાસે આવી 10 રૂપિયાની નોટ તો આજે મળશે રૂ.25,000, ઘરે બેઠા કરો આ કામ

આ પણ વાંચોઃ-અમદાવાદના બે વિદ્યાર્થીનું જોરદાર ઇનોવેશન! ભંગાર સ્ક્રૂટી પણ દોડશે 70 kmની સ્પીડથી

ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે આ વાતથી ઈન્કાર નહીં કરી શકાય કે પોલીસ સુધાર સમયની જરૂરત છે. પરંતુ બળાત્કાર હાથરસ અને રાજસ્થાનમાં એક જ સમયમાં થયો છે. આ પ્રકારના જધન્ય ગુના ઉપર રાજનીતિ કરવું યોગ્ય છે? હાથરસ કેસના ત્રણ આરોપીઓની એજ દિવસે ધરપકડ કરવામાં આવી હતી.આજે પણ તે જેલમાં છે. અડધી રાત્રે પીડિતાની લાશના અંતિમ સંસ્કાર કરવાના મામલે ગૃહમંત્રીએ કહ્યું કે એસઆઈટી કરી રહી છે. કેટલાક અધિકારીઓને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા હતા. હવે આખી તપાસ સીબીઆઈના આપવામાં આવી છે. પરંતુ આ મુદ્દો કોઈપણ પ્રકારની રાજનીતિ કરવી ન જોઈએ.
Published by: ankit patel
First published: October 18, 2020, 8:10 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading