Home /News /national-international /હાથરસ પીડિતાનો હાલ સાંભળી પવન જલ્લાદે ગુસ્સામાં કહ્યું- હજુ મારા હાથોમાં ઘણી તાકાત છે

હાથરસ પીડિતાનો હાલ સાંભળી પવન જલ્લાદે ગુસ્સામાં કહ્યું- હજુ મારા હાથોમાં ઘણી તાકાત છે

પવન જલ્લાદે કહ્યું કે, જો ભગવાને ઈચ્છ્યું તો હાથરસ કાંડના ગુનેગારોને પણ અંજામ સુધી પહોંચાડીશ

પવન જલ્લાદે કહ્યું કે, જો ભગવાને ઈચ્છ્યું તો હાથરસ કાંડના ગુનેગારોને પણ અંજામ સુધી પહોંચાડીશ

    નવી દિલ્હીઃ હાથરસ ગેંગરેપ કેસ (Hathras gangrape case)માં પીડિતા સાથે થયેલી ક્રૂરતાની વાત પવન જલ્લાદ (Pawan Jallad) સુધી પહોંચી ગઈ છે. પીડિતાનો હાલ સાંભળી પવન જલ્લાદ ગુસ્સામાં છે. હાથની મુઠ્ઠીઓ વાળતાં પવન જલ્લાદે કહે છે કે હજુ આ હાથોમાં ઘણું જોર છે. ઉપરવાળાએ ઈચ્છ્યું તો આ ચારેયને પણ અંજામ સુધી પહોંચાડીશ. તક મળી તો હું આજે જ તેમના માટે ફંદો (Noose) તૈયાર કરી શકું છું. તે યુવતીની માતાને મારો વાયદો છે કે હું આ કપરી સ્થિતિમાં હંમેશા તેમની સાથે છું.

    વિચાર્યું નહોતું કે ફરી આવું કંઈ જોવું પડશે

    નિર્ભયા કેસના દોષિતોને ફાંસી આપનારા પવન જલ્લાદે હાથરસ ગેંગરેપ કેસ વિશે ન્યૂઝ18 સાથે વાત કરી. પવન જલ્લાદે કહ્યું કે, હું જ્યારે નિર્ભયાના દોષિતોને ફાંસી આપી રહ્યો હતો તો મને અહેસાસ હતો કે તેને સમગ્ર દુનિયા જોઈ રહી છે. જે અસામાજિક તત્વો છે તે પણ આ બધું જોઈ-સાંભળી રહ્યા હશે. કદાચ નિર્ભયાના આરોપીઓને ફાંસી આપ્યા બાદ હજે બીજું કોઈ યુવા આવા કાંડને અંજામ નહીં આપે. પરંતુ જ્યારે મેં હાથરસ ગેંગરેપ કેસની આ પીડિતાના મોતના સમાચાર સાંભળ્યા તો અહેસાસ થયો કે આવા લોકો ક્યારેય સુધરશે નહીં.

    મહેરબાની કરી આને નિર્ભયા કેસ ન બનાવતા

    પવન જલ્લાદે પોતાની પીડા જાહેર કરતાં કહ્યું કે, નિર્ભયા કેસને મેં ખૂબ ઝીણવટથી જોયો છે. કેવી રીતે કેસને એક-એક પળ માટે ખેંચીને તેને લાંબો કરવામાં આવ્યો. દોષિતોેન રાહત પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો. પરંતુ મારો હવે સરકાર અને પોલીસ પ્રશાસનને અનુરોધ છે કે આ હાથરસ ગેંગરેપ કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવે. વધુમાં વધુ 6 મહિનામાં હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં સુનાવણી પૂરી કરી આરોપીઓને સજા આપો અને મને ફાંસી આપવાની તક આપો. જેના કારણે સમાજમાં ક્રૂરતા ફેલાવનારા લોકોને ફાંસી આપીને મને ટાઢક મળે.

    આ પણ વાંચો, હાથરસ કાંડઃ પરિવારને પીડિતાનું શબ ન સોંપ્યું, પોલીસે રાતે જ કરી દીધા અંતિમ સંસ્કાર

    હાથરસ કાંડ પીડિતાના મોત બાદ તેના ગામમાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. (ફાઇલ તસવીર)


    ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદી (PM Narendra Modi)એ હાથરસ કાંડ (Hathras Case)ની ગંભીર નોંધ લેતા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે બુધવારે ફોન પર વાતચીત કરી સમગ્ર ઘટનાક્રમની જાણકારી લીધી. વડાપ્રધાને યોગીને આ મામલે આકરી કાર્યવાહી કરવા માટે કહ્યું કે. તેઓએ કહ્યું કે દોષિતોને એવી સજા મળવી જોઈએ જેથી બીજા માટે દાખલો બને. મુખ્યમંત્રી યોગીએ ટ્વિટ કરીને આ વાતની જાણકારી આપી.

    આ પણ વાંચો, રસ્તા વચ્ચે કોબ્રા અને 7 ફુટ લાંબા સાપ વચ્ચે લોહીયાળ જંગ, જાણો કોણ પડ્યું ભારે

    હાથરસ કાંડનો કેસ ફાસ્ટ ટ્રેકમાં ચાલશે

    યોગી આદિત્યનાથે જણાવ્યું કે, હાથરસ કાંડની તપાસ એસઆઈટી કરશે અને મામલાને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવાનો આદેશ આપ્યો છે. યોગીએ કહ્યું છે કે એસઆઈટી સાત દિવસમાં પોતાનો રિપોર્ટ સોંપશે અને ત્વરિત ન્યાય માટે કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવશે.
    First published: