Home /News /national-international /હાથરસ કેસઃ પીડિત પરિવારે કહ્યું- ન્યાય મળ્યા બાદ જ દીકરીના અસ્થિનું વિસર્જન કરીશું

હાથરસ કેસઃ પીડિત પરિવારે કહ્યું- ન્યાય મળ્યા બાદ જ દીકરીના અસ્થિનું વિસર્જન કરીશું

કોર્ટમાં પીડિત પરિવારે રાત્રે કરવામાં આવેલા અંતિમ સંસ્કાર પણ નારાજગી વ્યક્ત કરતાં કહ્યું હતું કે તેમને નથી ખબર કે કોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે

કોર્ટમાં પીડિત પરિવારે રાત્રે કરવામાં આવેલા અંતિમ સંસ્કાર પણ નારાજગી વ્યક્ત કરતાં કહ્યું હતું કે તેમને નથી ખબર કે કોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે

    હાથરસઃ હાથરસ કેસ (Hathras Case)માં પીડિત પરિવારના લોકો અલાહાબાદ હાઈકોર્ટ (Allahabad High Court)ની લખનઉ બેન્ચની સમક્ષ રજૂ થઈને સોમવાર મોડી રાત્રે ઘરે પરત ફર્યા છે. પરિવારના લોકો પોલીસની કડક સુરક્ષાની વચ્ચે હાથરસ પરત ફર્યા. બીજી તરફ, ઘરે પરત ફર્યા બાદ પીડિત પરિવારનું કહેવું છે કે તેમને ન્યાય (Justice) નહીં મળે ત્યાં સુધી પોતાની દીકરીની અસ્થિઓનું વિસર્જન (Bone Immersion) નહીં કરે. તેઓએ કહ્યું કે અમે કોર્ટની સામે આ મુદ્દાને ઉઠાવ્યો છે કે મારી દીકરીના મૃતદેહને કોઈની મંજૂરી વગર જ સળગાવી દેવામાં આવ્યો હતો.

    મૂળે, અલાહાબાદ હાઈકોર્ટ (Allahabad High Court)ની લખનઉ બેન્ચમાં હાથરસ મામલા (Hathras Case)ને લઈ સોમવારે સુનાવણી થઈ. આ દરમિયાન કોર્ટમાં હાથરસ કેસના પીડિત પરિવારના લોકોની સાથે અધિકારીઓએ પણ પોતાનો પક્ષ રજૂ કર્યો. કોર્ટમાં પીડિત પરિવારે રાત્રે અંતિમ સંસ્કાર (Last Rites) પણ નારાજગી વ્યક્ત કરતાં કહ્યું હતું કે તેમને નથી ખબર કે કોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. બીજી તરફ પીડિત પરિવારના વકીલ સીમા કુશવાહાના જણાવ્યા મુજબ, પરિવારે કોર્ટથી માંગ કરી હતી કે સીબીઆઈ (CBI)ના  રિપોર્ટને ખાનગી રાખવામાં આવે, કેસને ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ની બહાર ટ્રાન્સફર કરવામાં આવે અને જ્યાં સુધી કેસ પૂરી રીતે ખતમ ન થઈ જાય ત્યાં સુધી પરિવારને સુરક્ષા (Protection) પૂરી પાડવામાં આવે.

    આ પણ વાંચો, દિલ્હીઃ આજથી શ્રદ્ધાળુઓ માટે ખુલશે અક્ષરધામ મંદિર, બદલાયેલા ટાઇમિંગની સાથે આ શરતો પર મળશે એન્ટ્રી

    હાથરસના ડીએમએ કોર્ટમાં કહી આ વાત

    પીડિત પરિવારના નિવેદન બાદ અલાહાબાદ હાઈકોર્ટ (Allahabad High Court)માં ડીએમએ કહ્યું હતું કે પીડિતાના અંતિમ સંસ્કાર રાત્રે કરવાનો નિર્ણય સ્થાનિક પ્રશાસને લીધો હતો. ઉપરથી રાતમાં અંતિમ સંસ્કારને લઈ કોઈ નિર્દેશ નહોતા આપવામાં આવ્યા. કાયદો અને વ્યવસ્થા બગડવાની આશંકાના કારણે રાતે અંતિમ સંસ્કાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

    આ પણ વાંચો, રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ 3 મહિના પૂરતી મોકૂફ, રાજ્ય ચૂંટણી પંચે કરી જાહેરાત

    નોંધનીય છે કે, કડક સુરક્ષા વ્યવસ્થામાં પીડિતાના માતા-પિતા સહિત પાંચ પરિજન સોમવાર સવારે હાથરસથી લખનઉ માટે રવાના થયા હતા અને બપોરે અલાહાબાદ હાઈકોર્ટ (Allahabad High Court)ની લખનઉ બેન્ચ પહોંચ્યા હતા.
    First published: