વુહાનની લેબથી ફેલાયો છે કોરોના વાયરસ? વાયરલ વીડિયોમાં મળ્યા ચીનની લાપરવાહીની સાબિતી

વુહાનની લેબથી ફેલાયો છે કોરોના વાયરસ? વાયરલ વીડિયોમાં મળ્યા ચીનની લાપરવાહીની સાબિતી
બેટ વુમન નામથી પ્રખ્યાત શી ઝેંગ્લી (ફાઇલ ફોટો)

ગુફાઓમાં વાયરસ શોધ કરી રહેલા ચીનના વૈજ્ઞાનિકોએ ચામાચીડિયા કાપ્યા હતા

 • Share this:
  બીજિંગ : કોરોના વાયરસ (Coronavirus)ક્યાંથી ફેલાયો? આ સવાલનો જવાબ જાણવા માટે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની (WHO)ટીમ ચીનના વુહાનમાં (Wuhan)પહોંચી છે. તેની શોધ શરૂ થાય તે પહેલા ત્યાં એક ચકિત કરનારો ખુલાસો સામે આવ્યો છે. ચીની મીડિયાનો 2 વર્ષ જૂનો વીડિયો સામે આવ્યો છે. જેમાં જોવા મળે છે કે ગુફાઓમાં વાયરસ શોધ કરી રહેલા વૈજ્ઞાનિકોએ ચામાચીડિયા કાપ્યા હતા.

  જોકે વૈજ્ઞાનિકોની આ ટીમ બે વર્ષ પહેલા સાર્સ (SARS)વાયરસની શોધ કરવા માટે ગુફાઓમાં પહોંચી હતી. ખાસ વાત એ છે કે આ વીડિયોમાં નજર આવેલા એક્સપર્ટ ગુફામાં સરક્ષાનું ધ્યાન રાખી રહ્યા નથી અને લેબમાં સેમ્પલને લઈને પણ કોઈ સાવધાની રાખી ન હતી.  તાઇવાન ન્યૂઝ વેબસાઇટના મતે આ વીડિયો કોરાના વાયરસ મહામારી શરૂ થયાના બે વર્ષ પહેલાનો છે. જેમાં જોવા મળી રહ્યું છે કે વુહાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીના વૈજ્ઞાનિક કોઇપણ સુરક્ષા વ્યવસ્થા વગર સેમ્પલ મેળવી રહ્યા છે. આ દરમિયાન તેમણે ખતરનાક SARS વાયરસના વાહક ગણાતા ચામાડિયાને કાપ્યા પણ હતા. આ વીડિયોથી ચીનમાં આ લેબની સુરક્ષા વ્યવસ્થાની ખબર પડે છે.

  આ પણ વાંચો - મોદી સરકારના મંત્રીઓ ક્યારે લેશે કોરોના વેક્સીન? રાજનાથ સિંહે આપી જાણકારી

  29 ડિસેમ્બર 2017ના રોજ ચીનની સરકારી ટીવીએ એક વીડિયો રિલીઝ કર્યો હતો. જેમાં બેટ વુમન નામથી પ્રખ્યાત શી ઝેંગ્લી અને તેમની ટીમને લેબમાં SARS વાયરસની ઉત્પતિ પર રિસર્ચ કરતી બતાવી છે. બાયોસેફ્ટી સ્તર 4ની લેબ હોવા છતા વૈજ્ઞાનિકોઅ લેબ અને ગુફા બંને સ્થળો પર સુરક્ષા વ્યવસ્થાને નજર અંદાજ કરવામાં આવી છે.


  વીડિયોમાં કેટલાક ભાગમાં સ્પષ્ટ જોવા મળે છે કે વૈજ્ઞાનિકો ગ્લવ્ઝ અને પીપીઆઈ કિટ વગર ચામાચીડિયાને હાથમાં પકડે છે. ફક્ત ટી શર્ટ અને શોર્ટ્સમાં જ ચામાચીડિયાના મળને ભેગા કરતા જોવા મળે છે. જોકે આ દરમિયાન કેટલાક લોકો હજમત શૂટ પહેરેલા જોવા મળે છે.

  વેબસાઇટના મતે વૈજ્ઞાનિક ચુઈ જીએ ચામાચીડિયાના કાપવાના પોતાના અનુભવ બતાવે છે. તેમાં કહ્યું કે ચામાચીડિયાના દાત તેના દસ્તાનોમાં ફસાઇ ગયા છે. તેને સોય વાગી હોય તેવો અનુભવ થઈ રહ્યો છે. અન્ય એક ભાગમાં ચામાચીડિયાને કાપ્યા પછી તે ભાગને બતાવવામાં આવી રહ્યો છે. વીડિયોમાં સાંભળવા મળે છે કે ચામાચીડિયા ઘણા વાયરસના વાહક હોઇ શકે છે.
  Published by:Ashish Goyal
  First published:January 17, 2021, 15:50 pm