દિનેશ કુમાર, પલવલ . હરિયાણાના (Haryana) પલવલ (Palwal) જિલ્લાના ચાંદહટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં હાઇટેન્શન વાયરોના ટાવર (High-tension Electric Tower) પર ચઢીને એક યુવકે જોરદાર ઉત્પાત મચાવ્યો. પોલીસ પ્રશાસને (Police Administration) યુવકને ટાવરથી નીચે ઉતારવામાં કલાકોની મહેનત કરવી પડી. મળતી માહિતી મુજબ, યુવક માનસિક રીતે તકલીફમાં છે, જેને કારણે તે ટાવર પર ચઢી ગયો. રેસ્ક્યૂ ટીમે (Rescue Team) ચાર કલાક બાદ આ યુવકને સહી સલામત નીચે ઉતાર્યો. ટાવરથી નીચે ઉતર્યા બાદ યુવકની ચાંદહટ પોલીસ સ્ટેશનનમાં લઈ જઈને પૂછપરછ કરવામાં આવી.
નોંધનીય છે કે, ચાંદહટ પોલીસ સ્ટેશનથી માત્ર 500 મીટરના અંતર પર આવેલા હાઇટેન્શન વાયરોના વીજળીના ટાવર પર એક યુવક ચઢી ગયો. આ દરમિયાન તેણે ખૂબ જ ઉત્પાત મચાવ્યો. સારી વાત એ રહી કે જે સમયે યુવક હાઇટેન્શન વાયરોના ટાવર પર ચઢ્યો તે સમયે વાયરોમાં ઇલેક્રીલાસિટી સપ્લાય બંધ હતો. જેવી મામલાની સૂચના પોલીસને મળી તો પોલીસ ટીમ તાત્કાલીક ઘટનાસ્થળે પહોંચી ગઈ અને ઇલેક્ટ્રીસિટી વિભાગના કર્મચારીઓને જાણ કરી. ત્યારબાદ ઇલેક્ટ્રીસિટી વિભાગના કર્મચારીઓએ ટાવર પર ચઢવાનું કામ શરૂ કર્યું.
ટાવર પર ચઢવાની સાથે જ ઇલેક્ટ્રીસિટી વિભાગના કર્મચારીઓ માટે નવી મુસીબત ઊભી થઈ ગઈ. જેવી રેસ્યૂક ટીમ યુવકને ઉતારવા માટે ટાવર પર ચઢી તો યુવક ટાવરથી કૂદી જશે એવી ધમકી આપવા લાગ્યો અને તેમને નીચે ઉતરી જવા માટે કહ્યું. રેસ્ક્યૂ ટીમે સમજાવી ફોસલાવીને યુવકને ટાવરથી નીચે ઉતાર્યો. ત્યારબાદ પોલીસે યુવકની પૂછપરછ કરી તો જાણવા મળ્યું કે યુવક બિહારનો રહેવાસી છે અને ત્યાં મજૂરીનું કામ કરે છે. માનસિક રીતે પરેશાન થવાના કારણે યુવક વીજળીના ટાવર પર ચઢી ગયો હતો.
નીચે આવવાના નામે માંગી બીડી, રેસ્ક્યૂ ટીમને પણ ખૂબ હેરાન કરી
ટાવર પર ચઢેલા યુવકે રેસ્ક્યૂ ટીમને ખૂબ પરેશાન કરી દીધી. આ દરમિયાન યુવકે ટીમના સભ્યોને નીચે ઉતરવાના નામે બીડી પીવડાવવાની શરત મૂકી. ત્યારબાદ ટીમે આ યુવકને બીડી પણ પીવડાવી. પરંતુ તેમ છતાં પણ આ યુવક નીચે ઉતરવા માટે તૈયાર નહોતો. કલાકોની અથાગ મહેનત બાદ 11 વાગીને 38 મિનિટ પર આ યુવકને સહી સલામત નીચે ઉતારી લેવાયો.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર