પાણીપતઃ બીજા સમાજની યુવતી સાથે લવમેરેજ કર્યા તો યુવકને લાઠી-ડંડાથી ફટકારી અધમૂઓ કર્યો

યુવકે બીજા સમાજની યુવતી સાથે પ્રેમ લગ્ન કરતાં બદમાશો બની ગયા દુશ્મન, પીડિત બેભાન ન થયો ત્યાં સુધી ફટકારતા રહ્યા

યુવકે બીજા સમાજની યુવતી સાથે પ્રેમ લગ્ન કરતાં બદમાશો બની ગયા દુશ્મન, પીડિત બેભાન ન થયો ત્યાં સુધી ફટકારતા રહ્યા

  • Share this:
    સુમિત કુમાર, પાણીપત. હરિયાણા (Haryana)ના પાણીપત (Panipat) જિલ્લામાં બીજા સમાજની યુવતી સાથે લગ્ન કરવા એક યુવકને મોંઘા પડી ગયા. બીજા સમાજની યુવતી સાથે લગ્ન કરવાના કારણે ગુસ્સે ભરાયેલા 15-20 યુવકોએ યુવક પર લાઠી-ડંડાથી હુમલો કરી દીધી. યુવક બેભાન થયો ત્યાં સુધી તેને ઢોર માર મારતા રહ્યા. કાસિમે એક વર્ષ પહેલા બીજા સમાજની યુવતી સાથે પ્રેમ લગ્ન (Love Marriage) કર્યા હતા. હવે બીજા સમાજના યુવકો આ લગ્નથી નારાજ થયા છે, જેને કારણે તેની પર હુમલો (Attack on Youth) કરી દીધો છે.

    કાસિમના લગ્ન બાદ 15થી 20 યુવકો તેને મારવાના પ્રયાસમાં રહેતા હતા. રાત્રે તક જોઈને આ યુવકોએ લાઠી-ડંડાથી તેની પર હુમલો કરી દીધો. યુવકોએ કાસિમને એટલો ગંભીર રીતે માર્યો કે તે બેભાન થઈ ગયો. કાસિમના પરિજનોએ 100 અને 112 નંબર ડાયલ કર્યા પણ ફોન લાગ્યા હતી. 1091 પર ફોન કર્યા બાદ પોલીસ (Police) પહોંચી તો આરોપી ઘટનાસ્થળે પોતાની બાઇક છોડી ભાગી ગયા હતા.

    આ પણ વાંચો, રાતના અંધારામાં પ્રેમી-પ્રેમિકા વાંધાજનક હાલતમાં પકડાયા, ગામ લોકોએ ત્યાં જ કરાવી દીધા લગ્ન

    પીડિત કાસિમની માતા સબીનાએ જણાવ્યું કે, 2020માં ભારત નગર નિવાસી બીજા સમાજની યુવતી સાથે તેમના દીકરાના પ્રેમ લગ્ન થયા હતા. ત્યારથી કેટલાક યુવકો દુશ્મની રાખતા હતા. તેમણે જણાવ્યું કે, રવિવાર રાત્રે લગ્ન પ્રસંગમાં હાજરી આપીને જ્યારે કાસિમ ઘરે પરત આવી રહ્યો હતો ત્યારે અંશુલ, આશીષણ વિજય, અજય અને છોટુની સાથે લગભગ 15 યુવકોએ લાઠી અને ડંડાથી હુમલો કરી દીધો હતો.

    આ પણ વાંચો, રાંચીમાં સેક્સ રેકેટનો ભાંડો ફુટ્યો, હોટલમાંથી સંદિગ્ધ અવસ્થામાં બે યુવતીઓ સહિત 4ની ધરપકડ

    પીડિતની માતાએ જણાવ્યું કે, તમામ યુવકોએ ઘરે પહોંચીને મારપીટ શરુ કરી દીધી. બેભાન અવસ્થામાં પીડિતને હૉસ્પિટલ લઈ જવામાં આવ્યો. હાલત ગંભીર જોતા તેને પીજીઆઇ રોહતક રેફર કરવામાં આવ્યો છે. બીજી તરફ, પીડિતની બહેને જણાવ્યું કે, ભાઈએ બીજા સમુદાયની યુવતી સાથે લગ્ન કર્યા હતા, જેના કારણે આ હુમલો થયો.

    બીજા પક્ષે પણ મારપીટનો આરોપ લગાવ્યો

    બીજી તરફ, આ મામલામાં ડીએસપી સતીશે જણાવ્યું કે મારપીટનો આ મામલાનો વીડિયો પણ સામે આવ્યો છે. આ સમગ્ર મામલામાં કેસ નોંધી આરોપીઓની શોધખોળ શરૂ કરી દીધી છે. બીજા પક્ષ તરફથી પૂર્વ કાઉન્સિલરના દીકરાએ પણ કાસિમ પર મારપીટનો આરોપ લગાવ્યો છે. તેની તપાસ કરવામાં આવી રહી છે.
    Published by:Mrunal Bhojak
    First published: