ચોરને ઝાડ સાથે બાંધી ફટકાર્યો, વીડિયો વાયરલ થયો

News18 Gujarati
Updated: November 25, 2019, 3:00 PM IST
ચોરને ઝાડ સાથે બાંધી ફટકાર્યો, વીડિયો વાયરલ થયો
ચોરની પાસેથી બે ચોરેલા બાઇક મળી આવ્યા, સાથીઓની શોધખોળ ચાલુ

ચોરની પાસેથી બે ચોરેલા બાઇક મળી આવ્યા, સાથીઓની શોધખોળ ચાલુ

  • Share this:
કાસિમ ખાન, મેવાત : પિનગવાં પોલીસ સ્ટેશનની હદમાં ચોરોનો આતંક વધી રહ્યો છે. ક્યારેક કોઈની બાઇક, ઢોર ચોરી કરવા ઉપરાંત દુકાનમાં હાથ સાફ થઈ જાય, તેની કોઈને કંઈ ખબર જ નથી પડતી. નશાના વ્યસની યુવા આ કામને અંજામ આપી રહ્યા છે. ક્યારેક એવું પણ થાય છે કે લોકો આ ચોરોને ઝડપી પાડે છે, તો તેમને મળતીયાએ જામીન પર મુક્ત પણ કરાવી દે છે.

નોંધનીય છે કે, 21 નવેમ્બરની રાત્રે પિનગવાં ઝિરમાવટ બાસ ગામના એક ચોરને ગામ લોકોએ પકડી લીધો. ચોરને ઝાડ સાથે બાંધીને તેને ફટકાર્યો. ચોર સાથેની મારઝૂડનો વીડિયો હવે વાયરલ થઈ રહ્યો છે. જે ચોરની સાથે વાયરલ વીડિયોમાં મારઝૂડ કરવામાં આવી રહી છે તે ચોરની પિનગવાં પોલીસે ધરપકડ કરી લીધી છે. ચોરનું નામ આરિફ છે જે પિનગવાં ઝિરમાવટ બાસ ગામનો રહેવાસી છે.

આરિફ નામના આ ચોરે પિનગવાં પોલીસ સ્ટેશનની હદમાં અનેક ચોરીઓ કરી છે અને આ ચોરે વિસ્તારમાં ડરનો માહોલ ઊભો કરી દીધો હતો. હવે તે પોલીસ કસ્ટડીમાં આવી ગયો છે.ચોરી કરેલી બે બાઇક મળી આવી

પિનગવાં પોલીસ સ્ટેશનના પ્રભારી સમસુદ્દીન મુજબ, આરોપી આરિફ પાસેથી બે મોટરસાઇકલ મળી આવી છે. પોલીસે ચોરીની કલમો હેઠળ કેસ નોંધ્યો છે. આરોપી પર પહેલા પણ બે કેસ નોંધાયેલા છે. આરોપીએ પોતાના સાથીઓ સાથે મળી અનેક ચોરીઓ કરી હોવાનું બહાર આવ્યું છે. પોલીસના જણાવ્યા મુજબ, આરોપી આરિફના સાથીઓની પણ ધરપકડ કરવામાં આવશે.આ પણ વાંચો, કાનપુરમાં 6 ફેરા બાદ દુલ્હને કહ્યું, દુલ્હો કાળો છે, લગ્ન નહીં કરું!
First published: November 25, 2019
વધુ વાંચો
अगली ख़बर