Murder in Sonipat: સોનીપતમાં 23 વર્ષીય યુવકની પાંચ ગોળી મારી હત્યા, ઝાડીઓમાં મળી લાશ

પોલીસનું કહેવું છે કે વિવેક પર ગોળીઓ વરસાવી હત્યા કરવામાં આવી છે. (ફાઇલ તસવીર)

Haryana Crime News: સરપંચના હોદ્દાને લઈ ચાલી રહેલી જૂની અદાવતમાં યુવકનો ભોગ લેવાયો, પોલીસને મળી હત્યાની અગત્યની કડી

  • Share this:
    સોનીપત. હરિયાણાના (Haryana) સોનીપત જિલ્લાના (Sonipat District) કરેવડી ગામમાં યુવકની પાંચ ગોળી મારીને હત્યા (Murder) કરી દેવામાં આવી છે. યુવકની લાશ (Dead Body) ગામની બહાર ઝાડીઓમાં પડેલી મળી આવી છે. પોલીસે લાશને કબજામાં લઈ પોસ્ટમોર્ટમ (Post Mortem) માટે જનરલ હોસ્પિટલ મોકલી આપી છે. પોલીસને (Police) અંદેશો છે કે યુવકની હત્યા કઈ અન્ય જગ્યાએ કર્યા બાદ તેની લાશને સૂમસામ ઝાડીઓમાં ફેંકી દેવામાં આવી છે. પરિજનોનો આરોપ છે કે ગામમાં સરપંચના હોદ્દાને લઈ પરસ્પર અદાવત ચાલી રહી છે અને પહેલા પણ અનેક હત્યાઓ થઈ ચૂકી છે. આ અદાવતના કારણે જ તેમના દીકરાની પણ હત્યા કરવામાં આવી છે. પોલીસ પરિજનોના નિવેદનના આધાર પર કાર્યવાહી કરશે.

    નોંધનીય છે કે, સોનીપતના ગામ કરેવડીનો રહેવાસી વિવેક (23) મંગળવાર સવારે 10 વાગ્યે ઘરેથી બહાર ગયો હતો. ત્યારબાદ તે ઘરે પરત નહોતો ફર્યો. પરિજનોએ બપોર બાદ તેના મોબાઇલ પર સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કોઈ સંપર્ક થઈ શક્યો નહોતો. ત્યારબાદ પરિજનોએ વિવેકની શોધખોળ શરૂ કરી દીધી હતી. મોડી રાત્રે જ્યારે પરિવારના સભ્યો ગામની બહાર પહોંચ્યા તો તેમને સૂમસામ ઝાડીમાં વિવેકની લાશ પડેલી મળી. પરિજનોએ તાત્કાલિક પોલીસને જાણ કરતાં જ ઘટનાસ્થળે પહોંચી પોલીસની ટીમે જરૂરી કાર્યવાહી શરુ કરતાં તે સ્થળેથી કેટલાક પુરાવા પણ એકત્ર કર્યા છે. તપાસમાં જાણવા મળ્યું છે કે યુવકની પાંચ ગોળી મારી હત્યા કરવામાં આવી છે.

    આ પણ જુઓ, PHOTOS: કાર 500 મીટર ઊંડી ખીણમાં ખાબકી, માતા-પિતા અને દીકરીનું મોત

    મૃતક યુવકના પરિજનોનો આરોપ છે કે ગામમાં સરપંદના હોદ્દાને લઈ જૂની અદાવત ચાલી રહી છે અને આ અદાવતના કારણે જ ગામમાં અનેક હત્યાઓ થઈ ચૂકી છે. વિવેકના પરિવારના સભ્યોના નામ પણ સરપંચ હત્યાકાંડમાં સામેલ હતા અને પરિજનોનો આરોપ છે કે તેમને લાગી રહ્યું છે કે આ જૂની અદાવતે કારણે જ વિવેકની પણ ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે.

    આ પણ વાંચો, પ્રેમમાં પડેલી દીકરીને માતાએ આપી કાળજુ કંપાવી દેનારી સજા, 25 વર્ષ સુધી અંધારા ઓરડામાં પુરી કર્યું આવું કૃત્ય

    યુવકની હત્યા મામલે પોલીસે કહી આ વાત

    બીજી તરફ, પોલીસનું કહેવું છે કે યુવકની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. યુવકની લાશ ગામની બહાર ઝાડીઓમાં પડેલી મળી છે. લાશને કબજામાં લઈને તપાસ હાથ ધરવામાં આવી રહી છે. પરિજનોના નિવેદન અને પુરાવાઓના આધાર પર કાર્યવાહી કરવામાં આવશે. જોકે, પોલીસ મામલાની પૂરી તપાસ કર્યા બાદ જ કંઈ નક્કર માહિતી આપવાની વાત કહી રહી છે.
    Published by:Mrunal Bhojak
    First published: