હરિયાણા: પત્નીનાં મોત બાદ લિવ ઇનમાં રહેતા 72 વર્ષનાં વૃદ્ધ અને 50 વર્ષની મહિલાની હત્યા

હરિયાણા: પત્નીનાં મોત બાદ લિવ ઇનમાં રહેતા 72 વર્ષનાં વૃદ્ધ અને 50 વર્ષની મહિલાની હત્યા
યમુના નગરમાં ડબલ મર્ડર કેસ

ડબલ મર્ડરની સૂચના મેળવી પોલીસે આલા અધિકારી દળ બળની સાથે ઘટના સ્થળે પહોંચી ગયા છે અને પોલીસે બંનેનું શવ કબ્જે કર્યુ છે. ઘટના સ્થળે પૂરાવાની તપાસ શરૂ થઇ ગઇ છે.

 • Share this:
  યમુનાનગર: હરિયાણાનાં યમુનાનગરનાં સાઢોરા કસ્બેનાં બકાલા ગામમાં તે સમયે સનસની મચી ગઇ જ્યારે હાલમાં જ ગામમાં રહેવા માટે આવેલાં એક 72 વર્ષિય પુરુષ અને 50 વર્ષિય મહિલાનું શવ (Dead Body) જાહેરમાં લોહીથી લતપથ હાલતમાં મળ્યું. વૃદ્ધની પત્નીનું છ વર્ષ પહેલાં નિધન થઇ ગયુ હતું જે બાદ વૃદ્ધને તેનાં દીકરાની સાથે અણબનાવ રહેતો હતો. તેથી તે 50 વર્ષિય મહિલાની સાથે અલગ લિવઇન રિલેશનશિપમાં રહેવાં લાગ્યો હતો. ડબલ મર્ડરની સૂચના મેળવી પોલીસે આલા અધિકારી દળ બળની સાથે ઘટના સ્થળે પહોંચી ગયા છે અને પોલીસે બંનેનું શવ કબ્જે કર્યુ છે. ઘટના સ્થળે પૂરાવાની તપાસ શરૂ થઇ ગઇ છે. પોલીસ પણ તમામ પાસાને તપાસી રહીછે. અને ખુબજ જલદી તે હત્યારાઓની ધરપકડ કરવાનો દાવો પણ કરી રહી છે.

  જાહેર રસ્તા પર મળી વૃદ્ધ દંપતિની લાશ- યમુનાનગર પોલીસ અધિક્ષક કમલદીપ સઢોરા કસ્બાએ ગામ બકાલામાં ડબલ મર્ડરની સૂચના મેળતા જ ઘટના સ્થળે પહોંચી ગયા હતાં. કોઇએ pwdનાં રિટાયર્ડ 72 વર્ષિય રોશનલાલ અને તેમની સાથે રહેતી 50 વર્ષિય મહિલા પરમજીતની હત્યા કરી શવ ગામની નજીક ફેંકી દીધી છે. બંને ગત આઠ મહિનાથી આ ગામમાં પતિ-પત્નીની જેમ રહેતાં હતાં. રોશનલાલની પત્નીનું છ વર્ષ પહેલાં નિધન થઇ ગયુ હતું. રોશનલાલ અને પરમજીતનાં ગરદન મો અને માથે ઘણાં વાર કરવામાં આવ્યાં છે.

  હત્યાની પાછળ જમીન અને રિટાયરમેન્ટનાં પૈસા કારણ હોઇ શકે- ગામમાં કોઇપણ આ મામલે કંઇ બોલવા તૈયાર નથી. જોકે એવી પણ ચર્ચાઓ ગરમ છે કે, રોશનલાલની તેનાં દીકરા સાથે બનતી ન હતી. તેથી તે તેનાંથી અલગ રહેવાં જતા રહ્યાં હતાં. એવી વાતો પણ થઇ રહી છે કે, હત્યા પાછળ જમીન અને રિટાયરમેન્ટનાં પૈસા કારણ હોઇ શકે છે. રોશનલાલનું બેંક બેલેન્સ અને આશરે ત્રણ એકરની જમીન હતી. જે તે તેનાં દીકરાને નહોતો આપી રહ્યો. આ મામલે પોલીસે શંકા તે વખતે થઇ જ્યારે ઘટના બાદ પોલીસે ઘરમાં સર્ચ ઓપરેસન કર્યું તો રોશનલાલનાં એક પૌત્રની અટકાયત કરી હતી. જોકે એસપીએ પૂછપરછ બાદ જ આ મામલે કોઇ નિવેદન આપવાં કહ્યું છે.
  Published by:Margi Pandya
  First published:November 20, 2020, 12:36 pm