'નવોઢા'ની જેમ બધું શીખવવું પડશે': મહિલા IAS અધિકારીએ લગાવ્યો જાતીયશોષણનો આરોપ

News18 Gujarati
Updated: June 11, 2018, 9:22 AM IST
'નવોઢા'ની જેમ બધું શીખવવું પડશે': મહિલા IAS અધિકારીએ લગાવ્યો જાતીયશોષણનો આરોપ
પ્રતિકાત્મક તસવીર

  • Share this:
હરિયાણા : મહિલા દાક્ષિણ્યની માત્ર વાતો જ હોય છે. પ્રતિદિન સામાન્ય સ્ત્રીઓ સાથે થતા ઉત્પીડનના સંખ્યાબંધ મામલમોથી આપણે સહુ પરિચિત છીએ. હવે આ શ્રેણીમાં સશક્ત પદ ઉપર બેઠેલી સ્ત્રીઓ પણ બાકાત નથી ! આ પ્રકારનો એક કિસ્સો તાજેતરમાં સામે આવ્યો છે.

હરિયાણા સરકારમાં કાર્યરત 28 વર્ષની એક મહિલા આઈએએસ અધિકારીએ તેના સિનિયર અધિકારી ઉપર જાતીય શોષણનો આક્ષેપ લગાવ્યો છે. આ અંગેની જાણકારી તેણે રવિવારે 'ફેસબૂક' ઉપર પોસ્ટ કરીને આપી હતી. આ યુવા મહિલા અધિકારીનો આરોપ છે કે, "તને શું એક નવોઢાની માફક બધું જ સમજાવવું પડશે ? ત્યારબાદ તેણે મને એ રીતે જ સમજાવવાનું શરુ કર્યું. મને તેમનો વ્યવહાર અનૈતિક લાગ્યો". આ મહિલા અધિકારીની ફેસબૂક પોસ્ટનું માનીએ તો તે અત્યાર સુધીમાં રાષ્ટ્રપતિ કાર્યાલય અને ભારત સરકાર સમક્ષ આ મામલે 53 વખત મેલ કરીને ફરિયાદ કરી ચુકી છે,પરંતુ હજુ સુધી આ મુદ્દે કોઈ જ પગલાં લેવાયા નથી.

બીજી તરફ આ મહિલા અધિકારીના તમામ આરોપોને તેના સિનિયર અધિકારીએ જુઠ્ઠા ગણાવી ફગાવી દીધા હતા. તેમના જણાવ્યા અનુસાર, તેમણે આ મહિલા અધિકારીને માત્ર સલાહ આપી હતી, બાકી અધિકારીઓની પાસેથી આવેલી ફાઇલોમાંથી કોઈ ભૂલો નથી કાઢી.ફેસબૂક પોસ્ટ લખીને આપી જાણકારી

આ મહિલા આઈએએસ અધિકારીએ રવિવારે એક ફેસબુક પોસ્ટ ઉપર આ સમગ્ર ઘટનાક્રમની માહિતી આપી હતી. આ અધિકારીએ લખ્યું હતું કે, તેના સિનિયર અધિકારીએ તેને 22મે ના રોજ તેમના કાર્યાલયે બોલાવી હતી અને ધમકી આપી હતી. આ મહિલા અફસરે જણાવ્યું હતું કે, "તેમણે મને સવાલ કર્યો હતો કે તું ફાઈલો ઉપર શા માટે લખી રહી છે કે વિભાગે આ ખોટું કર્યું છે ?" આ મહિલા અધિકારીના મતે, "સિનિયર અધિકારીએ તેને કથિત રૂપે ધમકાવી હતી અને તે જો અધિકારીક રીતે ફાઈલો ઉપર આ પ્રકારની ટિપ્પણી કરવાનું બંધ નહિ કરે તો તેનો વાર્ષિક ખાનગી અહેવાલ (એનુઅલ કોન્ફીડેન્શીયલ રિપોર્ટ) બગાડી નાખવાની ચીમકી ઉચ્ચારી હતી."આ અધિકારી ઉમેરે છે કે, "સિનિયર ઓફિસરે 31 મે ના દિવસે ફરી બોલાવી હતી અને તેના કર્મચારીઓને સૂચના આપી હતી કે તેના રૂમમાં કોઈને આવવા ન દે. ત્યારબાદ આ તેમણે પૂછ્યું હતું કે, તું કઈ રીતે કામ કરવા ઈચ્છે છે ? વિભાગીય રીતે કે માત્ર ટાઈમ-પાસ કરવા માંગે છે ? ત્યાર બાદ તેમણે મને ફાઈલો ઉપર વિપરીત કૉમેન્ટ્સ નહિ લખવા જણાવ્યું હતું."મોડે સુધી ઓફિસમાં બેસાડી રાખી

આ મહિલા અધિકારના દાવા અનુસાર 6 જૂને આ સિનિયર અધિકારીએ તેને સાંજે 5 વાગ્યે તેની ઓફિસે બોલાવી હતી અને મોડી સાંજ 7.39 સુધી તેને ત્યાં બેસાડી રાખી હતી. તેણે સ્પષ્ટ કર્યું હતું કે, "હું ડેસ્કની સામેની તરફ બેઠી હતી. તેમણે મને કહ્યું કે, હું તેની ખુરશીની નજીક જાઉં. જયારે હું ઉઠીને ડેસ્કની સામેની તરફ પહોંચી તો તેમણે મને કમ્પ્યુટર ચલાવતા શીખવવાનો ઢોંગ કર્યો. આ જોઈને હું તુરત જ મારી ખુરશી ઉપર જતી રહી. થોડા સમય પછી તેઓ ઉભા થઈને કોઈ કાગળ શોધતા હોવાનો ડોળ કરતા મારી ખુરશી પાસે આવ્યા અને મારી ખુરશીને ધક્કો માર્યો"

હવે ધમકી મળી રહી છે

આ મહિલા આઈએએસ અધિકારીએ આરોપ લગાવ્યો છે કે, હવે આ સિનિયર સહીત તેમના કેટલાક મળતીયાઓ તેને ધમકી આપી રહ્યા છે. 'કેટલીક સિનિયર મહિલા અધિકારીઓએ તે અધિકારીને એવો મૌખિક આદેશ આપ્યો છે કે હું કોઈ લેખિત ફરિયાદ ન કરું.'

આ તમામ આક્ષેપોની વચ્ચે આ સિનિયર અધિકારીએ આ મહિલા આઈએએસ અધિકારના તમામ આરોપોને પાયાવિહોણા અને જુઠ્ઠા જણાવ્યા હતા. તેને જણાવ્યું હતું કે, આ અધિકારીની નિયુક્તિ તેમના વિભાગમાં થઇ હોઈ, તેમને શક્ય તમામ મદદ કરવાનો મેં પ્રયાસ કર્યો છે. જો કે, મહિલા અધિકારી તેના વલણમાં સ્પષ્ટ છે અને આ મુદ્દે ખરાઈ કરવા સીસીટીવી ફૂટેજની ચકાસણી કરવાની પણ તેમણે માંગ કરી છે.
First published: June 11, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading