પરિણીતાએ સસરા અને પતિ પર લગાવ્યો સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યનો આક્ષેપ, ફરિયાદ દાખલ

News18 Gujarati
Updated: September 23, 2020, 4:42 PM IST
પરિણીતાએ સસરા અને પતિ પર લગાવ્યો સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યનો આક્ષેપ, ફરિયાદ દાખલ
મહિલાની ફરિયાદ બાદ પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી.

પીડિતા ચંદીગઢની રહેવાશી છે, ફેસબુક પર મિત્રતા બાદ તેણે એક યુવક સાથે લગ્ન કરી લીધા હતા, મહિલા હાલ સારવાર હેઠળ.

  • Share this:
પ્રદીપ સાહૂ, દાદરી (હરિયાણા): લગ્ન બાદ પરિણીતા પર સાસરીયાના અત્યાચારની ફરિયાદો પોલીસ ચોપડે નોંધાતી રહે છે. પરંતુ હરિયાણાના દાદરી ખાતે પોલીસ ચોપડે જે ફરિયાદ નોંધાઈ છે તેના વિશે સાંભળીને જ તમે થરથરી જશો. દાદરીના બાઢડા ક્ષેત્રના એક ગામની પરિણીતાએ પોતાના સસરા અને પતિ વિરુદ્ધ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય અને બળાત્કારની ફરિયાદ આપી છે. એટલું જ નહીં પરિણીતાનું કહેવું છે કે વિરોધ કરવા પર તેના પતિએ માર મારીને તેણીને ઘરમાંથી કાઢી મૂકી હતી. દાદરી સિવિલ હૉસ્પિટલ ખાતે દાખલ પરિણીતાએ જણાવ્યું કે પતિ અને સાસુ બળજબરીથી દારૂ પણ પીવડાવતા હતા. પોલીસે મહિલાની ફરિયાદ બાદ પતિ, સસરા, સાસુ સામે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

કેસની વિગત જોઈએ તો ચંદીગઢની મહિલાની આશરે એક વર્ષ પહેલા ફેસબુક પર એક યુવક સાથે મિત્રતા થઈ હતી. જે બાદમાં બંનેએ લગ્ન કરી લીધા હતા. આક્ષેપ છે કે લગ્ન બાદ જ સાસરી પક્ષના લોકો મહિલાને બળજબરીથી દારૂ પીવડાવતા હતા અને પરેશાન કરતા હતા. હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે મહિલાના સસરાએ તેણી પર બળાત્કાર ગુજાર્યો હતો. સસરા અવારનવાર બળજબરી કરવા લાગતા પરિણીતાએ સસરાના અધમ કૃત્યનો વીડિયો બનાવી લીધો હતો.

આ પણ વાંચો: વડોદરામાં રાત્રે જૂથ અથડામણ, ટોળાએ પોલીસની બાઇક સળગાવીને પથ્થરમારો કર્યો

પરિણીતાએ આક્ષેપ લગાવ્યો છે કે તેના સસરાએ તેની સાથે ગંદુ કામ કર્યું છે. આટલું જ નહીં પતિ અને સાસુ તેણીને દારૂ પીવડાવીને પરેશાન કરતા હતા. એટલું જ નહીં બંને અન્ય લોકો સાથે સંબંધ બાંધવા માટે મજબૂર કરતા હતા. મહિલાના કપડાં ઉતારીને વીડિયો બનાવી આ વીડિયોને વાયરલ કરવાની ધમકી પણ આપવામાં આવતી હતી. મહિલાએ સસરાએ કરેલા દુષ્કર્મની વાત પતિને કરી ત્યારે પતિએ તેને માર મારીને ઘરમાંથી કાઢી મૂકી હતી. આ ઘટના બાદ ગંભીર રીતે ઘાયલ મહિલાને સારવાર માટે સિવિલ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.

આ પણ વાંચો: ડૉ સંકેત મહેતાના સ્વાસ્થ્યમાં સુધારો, Ecmo થેરાપીથી જ તબિયતમાં 60-70 ટકા સુધારો થયો

મહિલા પોલીસ મથકની તપાસ અધિકારી સુનીતા દેવીએ જણાવ્યું કે ચંદીગઢની મહિલાને ફેસબુક પર જિલ્લાના જ એક ગામના યુવક સાથે મિત્રતા થઈ હતી. બાદમાં બંનેએ લગ્ન કરી લીધા હતા. હવે મહિલાએ સસરા, પતિ અને સાસુ પર બળજબરીથી દારૂ પીવડાવવો, બળાત્કાર, સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય સહિતના આક્ષેપ કર્યાં છે. ફરિયાદના આધારે કેસ નોંધી લેવામાં આવ્યો છે અને હાલ આ મામલે તપાસ ચાલી રહી છે.
Published by: Vinod Zankhaliya
First published: September 23, 2020, 4:42 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading