સંતાનોને મળવા પહોંચેલા જમાઈને સાસરી પક્ષે દોડાવી-દોડાવીને ફટકાર્યો, Video Viral

News18 Gujarati
Updated: June 10, 2020, 3:28 PM IST
સંતાનોને મળવા પહોંચેલા જમાઈને સાસરી પક્ષે દોડાવી-દોડાવીને ફટકાર્યો, Video Viral
જમાઈને ફટકારતાં સાસરી પક્ષના લોકો

સાસરી પક્ષે જમાઈનું લાઠી, ડંડા અને લાતોથી કર્યું સ્વાગત, CCTVના આધારે પોલીસ કરી રહી છે તપાસ

  • Share this:
પાણીપતઃ સંતાનોને મળવા સાસરિયે પહોંચેલા જમાઈને સાસરિયાઓએ દોડાવી-દોડાવીને ફટકાર્યા. મારઝૂડનો આ સમગ્ર મામલો સીસીટીવી (CCTV)માં કેદ થઈ ગયો છે. મળતી માહિતી મુજબ પતિ-પત્ની વચ્ચે છૂટાછેડા (Divorce)ને લઈને કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. કોર્ટના આદેશ બાદ જ પતિ સંતાનોને મળવા માટે આવ્યો હતો. જેવો તે ત્યાં પહોંચ્યો તો સાસરી પક્ષના લોકોએ તેની સાથે ખૂબ મારઝૂડ કરી.

પીડિત પક્ષે પોલીસને આ મામલે ફરિયાદ કરી છે. પોલીસે પીડિતની ફરિયાદના આધારે તપાસ શરૂ કરી દીધી છે. ડીએસપી વત્સે જણાવ્યું કે પીડિતની ફરિયાદ પર કિલા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે અને સીસીટીવી ફુટેજ આધારે આરોપીઓની ઓળખ કરવામાં આવી રહી છે. ટૂંક સમયમાં આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવશે.

આ પણ વાંચો, પુસ્તકોના શૅલ્ફમાં છુપાઈ છે એક બિલાડી, જોઈએ કોણ શોધી શકે છે...

સંતાનોને મળવા આવ્યા હતો પીડિત

નોંધનીય છે કે, જમાઈ સાથે મારઝૂડનો આ વીડીયો કિલા પોલીસ સ્ટેશન હદનો છે, જ્યાં કરનાલના રહેવાસી વાર્ડ-9માં સ્થિત પોતાના સાસરીયે સંતાનોને મળવા માટે આવ્યો હતો. ત્યાં સાસરી પક્ષના લોકોએ ગલીમાં દોડાવી-દોડાવીને લાઠી-ડંડા અને લાત-ફેંટોથી તેની સાથે મારઝૂડ કરી. કરનાલના રહેવાસી વ્યક્તિ અને તેની પત્ની વચ્ચે કોર્ટમાં છૂટાછેડાનો કેસ ચાલી રહ્યો છે. તેને કારણે તેની પત્ની પોતાના સંતાનોની સાથે પિયર પાણીપતમાં રહે છે. કોર્ટના આદેશ બાદ પતિ પોતાના સંતાનોને મળવા આવ્યો હતો.
ટૂંક સમયમાં આરોપીઓની ધરપકડ થશે

ડીએસપી સતીશ વત્સે જાણકારી આપતા જણાવ્યું કે કરનાલના રહેવાસી વ્યક્તિની ફરિયાદ પર પોલીસે કેસ નોંધી તપાસ શરૂ કરી દીધી છે. સાથોસાથ સીસીટીવીમાં જોવા મળેલા આરોપીઓની પોલીસ ઓળખ કરવામાં લાગી છે. પોલીસ ટૂંક સમયમાં આરોપીઓની ધરપકડ કરી લેશે.

આ પણ વાંચો, અફવા સાંભળી મહિલાએ રાખ્યું ‘કોરોના માઇ’નું વ્રત, તબિયત બગડતાં થયું મોત
First published: June 10, 2020, 3:28 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading