Lockdown: બાઇક સવાર બે યુવકોએ રસ્તા વચ્ચે ફેંકી 100-100ની નકલી નોટો

News18 Gujarati
Updated: April 20, 2020, 10:31 AM IST
Lockdown: બાઇક સવાર બે યુવકોએ રસ્તા વચ્ચે ફેંકી 100-100ની નકલી નોટો
બે યુવકોએ બજાર વચ્ચે ઉછાળી 100 રૂપિયાની નકલી નોટો, ઘટના CCTVમાં કેદ

બે યુવકોએ બજાર વચ્ચે ઉછાળી 100 રૂપિયાની નકલી નોટો, ઘટના CCTVમાં કેદ

  • Share this:
કૃષ્ણા બાલી, અંબાલાઃ દેશભરમાં અનેક સ્થળે કાવતરાના ભાગ રૂપે નકલી નોટો ફેંકવાના મામલાની વચ્ચે હરિયાણા (Haryana)ના અંબાલામાં પણ આવો જ મામલો સામે આવ્યો છે. લૉકડાઉન (Lockdown)ની વચ્ચે અંબાલા (Ambala) શહેરના બજારમાં તોફાની તત્વોએ 100-100 રૂપિયાની નકલી નોટો (Fake Currency) ફેંકવાનો મામલો સામે આવ્યો છે. ત્યારબાદ પોલીસ (Police)એ નોટોને તપાસ માટે મોકલી આપીને અજાણ્યા લોકોની વિરુદ્ધ કેસ નોંધ્યો છે. હવે ઘટના સમયના CCTV ફૂટેજ (CCTV Footage) પણ સામે આવ્યા છે જેમાં જોઈ શકાય છે કે બાઇક સવાર બે લોકો ઝડપથી આવે છે અને હવામાં નોટ ઉછાળીને ભાગી જાય છે.

પોલીસ હાલ આ નોટ ફેંકનારા લોકોની શોધખોળ કરી રહી છે જેનાથી જાણી શકાય કે આ કાવતરા હેઠળ કરવામાં આવેલી હરકત છે કે અજાણતા જ કરવામાં આવેલી ભૂલ છે. હાલ પોલીસે મામલામાં અજાણ્યા લોકોની વિરુદ્ધ કેસ નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસ CCTVની મદદથી આ લોકો સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છે જેનાથી મામલોનો ખુલાસો થઈ શકે.

મોહાલીમાં પણ રસ્તા પર વિખેરાયેલી પડી હતી નોટ

આવો જ એક મામલો મોહાલીમાં જોવા મળ્યો હતો જેમાં રસ્તા પર એક શખ્સને 500, 100 અને 50ની નકલી નોટો રસ્તા પર વિખેરાયેલી મળી હતી. એક સિક્યુરિટી ગાર્ડને આ નોટો મળી હતી. તેણે તાત્કાલિક પોલીસને આ બાબતે જાણ કરી નોટો પોલીસને સોંપી દીધી હતી.

આ પણ વાંચો, મહારાષ્ટ્રઃ સુરત આવી રહેલાં સાધુઓનું પાલઘરમાં મૉબ લિન્ચિંગ, 110 લોકોની ધરપકડ

પોલીસ નકલી નોટોની તપાસ કરાવી રહી છે
પોલીસે ઘટનાસ્થળે પહોંચીને નોટોને કબજામાં લઈ લીધી હતી અને તેને તપાસ માટે મોકલી આપી છે. નોંધનીય છે કે, થોડા દિવસ પહેલા સોશિયલ મીડિયા પર એક યુવકનો વીડિયો વાયરલ થયો હતો જેમાં યુવક નોટોને થૂંક લગાવીને રસ્તા પર ફેંકી રહ્યો હતો. તે યુવક પોતાને વીડિયોમાં કોરોના પોઝિટિવ જણાવી રહ્યો હતો.

આ પણ વાંચો, કોરોનાઃ બાંગ્લાદેશમાં પણ નથી માની રહ્યા કટ્ટરપંથી, મૌલાનાના જનાજામાં 1 લાખ લોકો સામેલ થયા
First published: April 20, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading