ખાનગી નોકરીમાં સ્થાનિકોનેે 75% અનામત મળશે, દેશના આ રાજ્યની સરકારે લીધો મોટો નિર્ણય

ખાનગી નોકરીમાં સ્થાનિકોનેે 75% અનામત મળશે, દેશના આ રાજ્યની સરકારે લીધો મોટો નિર્ણય
હરયાણાના મખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરની ફાઇલ તસવીર

દરેક એમ્પ્લોયરે કોઈપણ પોસ્ટ માટે 75 ટકા સ્થાનિક ઉમેદવારો પસંદ કરવા પડશે. આ નિયમ ફક્ત રૂ. 50,000 કે તેથી ઓછા પગારવાળી પોસ્ટ માટે જ લાગુ થશે

 • Share this:
  હરિયાણા (Haryana) રાજ્ય સરકાર પ્રાઇવેટ સેકટરમાં સ્થાનિકોને 75 ટકા આરક્ષણ (75% Reservation in Private sector Jobs) આપશે. ગયા વર્ષે નવેમ્બરમાં ખાનગી ક્ષેત્રમાં સ્થાનિક ઉમેદવારોને 75 ટકા સુધી અનામત આપવા માટેના હરિયાણા સરકારે પસાર કરેલા ખરડાને હવે રાજ્યપાલે મંજૂરી આપી દીધી છે. થોડા સમય પહેલા આંધ્રપ્રદેશમાં પણ આ જ નિયમ આવ્યો હતો. જોકે, તેને આંધ્રપ્રદેશ હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો.

  આંધ્રપ્રદેશની તર્જ પર હવે હરિયાણા સરકારે પણ ખાનગી ક્ષેત્રમાં 75 ટકા નોકરીઓ અનામત રાખવાની જાહેરાત કરી છે. જો કે, સ્થાનિક ઉમેદવારો માટે આ અનામત એક નિશ્ચિત પગાર મર્યાદા સુધી રહેશે. સ્થાનિક ઉમેદવારોને ખાનગી ક્ષેત્રમાં નોકરી મળી શકે એ માટે નવેમ્બર 2020માં રાજ્ય સરકારે સ્થાનિક ઉમેદવારોનું હરિયાણા સ્ટેટ ઇમ્પ્લોયમેન્ટ ઓફ લોકલ કેન્ડીડેટ બિલ 2020 પસાર કર્યું હતું. હવે 2 માર્ચે રાજ્યપાલે તેને મંજૂરી આપી દીધી છે. હરિયાણા સરકારના આ બિલ વિશે ઘણી બાબતો સમજવી જરૂરી છે. શું હરિયાણામાં ખાનગી ક્ષેત્ર માટે પણ આ એક પડકાર બનશે? તે ધ્યાનમાં રાખીને અમે તમને વિવિધ મીડિયા અહેવાલો અને આ બિલના આધારે સંપૂર્ણ માહિતી આપી રહ્યા છીએ.  આ બિલ હેઠળ કયા કયા ક્ષેત્ર આવરી લેવાશે?

  તમામ પ્રકારની કંપનીઓ, સોસાયટીઓ, ટ્રસ્ટ, લિમિટેડ લાયબીલીટી પાર્ટનરશિપ ફર્મ, ભાગીદારી પેઢીઓ અને 10 થી વધુ લોકોને રોજગારી આપતી કોઈપણ વ્યક્તિ અથવા એકમને આવરી લેવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા વખતોવખત જાહેરનામું પણ જારી કરવામાં આવશે. આ બિલમાં, 'એમ્પ્લોયર' ની વ્યાખ્યા કંપની એક્ટ, 2103 અથવા હરિયાણા રજિસ્ટ્રેશન એન્ડ રેગ્યુલેશન ઓફ સોસાયટી એક્ટ, 2012 અથવા મર્યાદિત લિમિટેડ લાયબીલીટી પાર્ટનરશિપ એકટ, 2008, અથવા ભારતીય ટ્રસ્ટ એક્ટ, 1882 હેઠળ આવતી કંપનીઓ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવી છે. ટ્રસ્ટ અથવા કોઈપણ વ્યક્તિ / એકમ કે જે 10 થી વધુ લોકોને રોજગારી આપે છે તે બધા પણ સામેલ થશે. અલબત્ત તેમાં કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અથવા આ બંને હેઠળની કોઈ અન્ય સંસ્થા શામેલ કરવામાં આવશે નહીં.

  આ પણ વાંચો : વડોદરા : સ્કોર્પિયો કેનાલમાં ખાબકતા ડૂબી, યુવકનું કરૂણ મોત, સ્થાનિકોએ કાર બહાર કાઢી

  સ્થાનિક ઉમેદવાર એટલે શું?

  હરિયાણાના કોઈપણ રહેવાસીને સ્થાનિક ઉમેદવાર તરીકે ગણવામાં આવશે અને જો તે રાજ્યમાં ખાનગી ક્ષેત્રમાં કામ કરશે તો તેનો લાભ મળશે. ઉમેદવારોએ પણ પોર્ટલ પર ફરજીયાત નોંધણી કરાવવી પડશે. આમાં, તેઓને આ અનામતનો લાભ લેવા માંગે છે તેવું દર્શાવવું પડશે. આ પોર્ટલ દ્વારા એમ્પ્લોયરોએ પણ નિમણૂક કરવાની રહેશે.

  શું કંપનીઓમાં 75 ટકા સ્ટાફ હરિયાણાનો હશે?

  ના. દરેક એમ્પ્લોયરે કોઈપણ પોસ્ટ માટે 75 ટકા સ્થાનિક ઉમેદવારો પસંદ કરવા પડશે. આ નિયમ ફક્ત રૂ. 50,000 કે તેથી ઓછા પગારવાળી પોસ્ટ માટે જ લાગુ થશે. આ માટે રાજ્ય સરકાર સમયાંતરે નોટિફિકેશન જાહેર કરશે. ઉમેદવાર હરિયાણાના કોઈપણ જિલ્લાનો હોઈ શકે છે. પરંતુ કોઈ એક જિલ્લામાં 10 ટકાથી વધુ ઉમેદવારો ન હોવા જોઈએ. જો કે, નોકરી આપનાર કોઈપણ જિલ્લામાં 10 ટકા ઉમેદવારની પસંદગી કરી શકે છે.

  શું કોઈ એમ્પ્લોયરને અનામતના આ નિયમમાંથી છૂટ મળશે?

  હા મળશે. પરંતુ આ માટે તેઓએ લાંબી પ્રક્રિયામાંથી પસાર થવું પડશે. એમ્પ્લોયરની અરજી સાચી છે તેવું સરકાર નિયુક્ત અધિકારીને લાગે તો જ તેને 75 ટકા અનામત આ નિયમમાંથી મુક્તિ આપવામાં આવશે. સ્કિલ માટે પૂરતા લોકલ ઉમેદવાર હોય તો જ આ મુક્તિ માટે જ અરજી કરી શકશે. એમ્પ્લોયરને આ માટે ડેપ્યુટી કમિશનરના સમકક્ષ અથવા તેનાથી ઊંચા પદના અધિકારીની નિમણૂક કરવી પડશે. આ અધિકારી એમ્પ્લોયર દ્વારા વિશેષ સ્કિલ, યોગ્યતા અથવા કાર્યક્ષમતાવાળા ઉમેદવાર માટે મુક્તિની આ માંગ કેટલી વાજબી છે તેની તપાસ કરશે. અધિકારીને એમ્પ્લોયરના ક્લેમને સ્વીકારવાનો અથવા નકારવાનો અધિકાર હશે. એમ્પ્લોયર ઉમેદવારોને તેમના માટે પૂરતી કુશળતા, યોગ્યતા અને કાર્યક્ષમતા માટે તાલીમ આપે છે કે નહીં તેનો અધિકારી નિર્દેશ કરી શકે છે.

  એમ્પ્લોયર 75% આરક્ષણના નિયમનું પાલન કરે છે કે કેમ? તે સરકાર કેવી રીતે ચેક કરશે?

  સરકારે આ માટે પણ આયોજન ઘડી કાઢ્યું છે. દરેક એમ્પ્લોયરને નક્કી કરેલા પોર્ટલ પર ત્રિમાસિક અહેવાલ રજૂ કરવો પડશે. જેમાં સ્થાનિક ઉમેદવારોની નિમણૂક વિશે માહિતી હશે. જેની અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવશે. અધિકારીઓ સબ ડિવિજનલ અધિકારીના હોદ્દાથી નીચા હોદ્દાના નહીં હોય. રિપોર્ટની યોગ્ય રીતે ચકાસણી માટે એમ્પ્લોયર પાસે કોઈપણ રેકોર્ડ, માહિતી અથવા દસ્તાવેજની માંગ કરવાનો તેમને અધિકાર હશે. આ અધિકારીઓને રેકોર્ડ, રજિસ્ટર અથવા દસ્તાવેજો તપાસવા માટે એમ્પ્લોયરના કાર્યસ્થળ પર જવાનો પણ અધિકાર રહેશે.

  આ પણ વાંચો :  મોરબી : નિર્લજ પત્ની! પતિની હત્યા કરી ડેડ બોડી દાટી દીધી, આડા સંબંધમાં ખેલ્યો ખૂની ખેલ

  શું કોઈ બેદરકારી દાખવાય તો એમ્પ્લોયરને સજા થઈ શકે?

  ગડબડ થાય તો એમ્પ્લોયરને ઓછામાં ઓછું 10,000 રૂપિયા અને વધુમાં વધુ 2,00,000 લાખ રૂપિયા સુધી દંડ થઈ શકે છે. જો કે, એમ્પ્લોરે આ નિયમનું પાલન કરવામાં ભૂલ કરી છે એ સાબિત થશે તો જ દંડ ફટકારવામાં આવશે. ત્યાર બાદ પણ એમ્પ્લોયર દ્વારા નિયમોનું ઉલ્લંઘન થાય છે, તો દૈનિક રૂ.1000ના દરે દંડ થઈ શકે છે. જો કોઈ એમ્પ્લોયર ખોટી અથવા બોગસમાહિતી પ્રદાન કરે તો તેને 50,000 રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવી શકે છે. એવું વારંવાર બને તો 2 લાખ રૂપિયાથી લઈ 5 લાખ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે.

  જો નિયમોનું પાલનકરવામાં ન આવે તો બીજા કોણ કોણ જવાબદાર?

  જો કોઈ કંપની આ નિયમનો ભંગ કરે તો કંપનીના તમામ ડિરેક્ટર, મેનેજરો, સચિવો, એજન્ટો અને અન્ય અધિકારીઓ તથા મેનેજમેન્ટ સાથે સંકળાયેલા લોકો જવાબદાર રહેશે. જો તેઓ સાબિત કરી શકે કે નિયમ ભંગ તેમનાથી અજાણતા થયો છે તો તેઓને રાહત મળી શકે છે. જો લિમિટેડ લાયબીલીટી પાર્ટનરશીપ ફર્મ દ્વારા આ નિયમનું ઉલ્લંઘન કરવામાં આવે તેવા કિસ્સામાં બધા ભાગીદારો દોષી હશે. સોસાયટી અથવા ટ્રસ્ટ દ્વારા નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવે તો તેનું સંચાલન કરનાર વ્યક્તિ જવાબદાર રહેશે.

  આ પણ વાંચો : Gujarat Budget 2021 : ગુજરાતના બજેટમાં યોજનાઓનો પટારો ખુલ્યો, વાંચો એક ક્લિકમાં તમામ જાહેરાત

  આ નિયમોથી ઉદ્યોગોને શું ચિંતા છે?

  હરિયાણાના ઘણા ટોચના ઉદ્યોગકારોએ સત્તાધિકારીઓ અને સરકારી અધિકારીઓ સામે આ નિયમ અંગે ચિંતા વ્યક્ત કરી છે. આ નિયમ ઉદ્યોગના હિતમાં રહેશે નહીં તેવું ઉદ્યોગકારોનું કહેવું છે. જેજેપીના ધારાસભ્ય રામ કુમાર ગૌતમે આ કાયદાને 'એકદમ હાસ્યાસ્પદ કાયદો' ગણાવી વિધાનસભામાં આ બિલનો વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે, આ 100 ટકા ખોટું છે. જો આ પ્રકારની અનામત હરિયાણામાં થાય તો અન્ય રાજ્યોમાં પણ આ પ્રકારના પગલા લેવામાં આવી શકે છે અને અરાજકતાનું વાતાવરણ બનાવી શકે છે તેવી તેમણે આશંકા વ્યક્ત કરી હતી.

  આ પણ વાંચો :    રાજ્યમાં ફરી કોરોનાના કેસમાં વધારો, આજે 60,093 વ્યક્તિને અપાઈ Corona Vaccines

  આ કાયદો ભારતીય બંધારણની કલમ 16ના ઉલ્લંઘન સમાન?

  ઉલ્લેખનીય છે કે, આંધ્રપ્રદેશએ ખાનગી ક્ષેત્રમાં 75 ટકા સુધી અનામત આપવાનો નિયમ લીધો, ત્યારે આ નિયમ 'ગેરબંધારણીય' હોવાનો દાવો કરીને આંધ્રપ્રદેશ હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. શું આ કાયદો બંધારણના આધારે અમલમાં મૂકી શકાય છે? તેવો પ્રશ્ન આંધ્રપ્રદેશ હાઈકોર્ટે રાજ્ય સરકારને પૂછ્યો હતો. કોંગ્રેસના ધારાસભ્ય બીબી બત્રાએ પણ હરિયાણા વિધાનસભામાં આવો જ પ્રશ્ન ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે આ બિલ ભારતીય બંધારણના આર્ટિકલ 16 નું ઉલ્લંઘન કરે છે. જો કે, હરિયાણા સરકારે દાવો કર્યો છે કે આર્ટિકલ 16 'પબ્લિક ઇમ્પ્લોયમેન્ટ' વિશે વાત કરે છે આ બિલ ફક્ત 'પ્રાઇવેટ સેકટર ઇમ્પ્લોયમેન્ટ' માટે છે.
  Published by:Jay Mishra
  First published:March 03, 2021, 20:46 pm

  ટૉપ ન્યૂઝ