સુનીલ જિંદલ, સોનીપત. હરિયાણાના (Haryana) ગોહાનાના એક ગામમાં મહિલાની લાશ (Dead Body) સંદિગ્ધ હાલતમાં તેના જ ઘરમાં ફાંસીના ફંદાથી લટકેલી મળી છે. મૃતક મહિલાના પરિવારના લોકોએ તેના પતિ અને સાસુ-સસરા પર હત્યા માટે મજબૂર કરવાનો આરોપ લગાવ્યો છે. મહિલાના ભાઈનું કહેવું છે કે લગ્ન બાદી તેમની બહેનને તેનો પતિ અને સાસરિયા પરેશાન કરતા રહેતા હતા. પોલીસે (Police) મૃતક મહિલાના ભાઈના નિવેદનના આધારે મહિલાના પતિ સહિત 4 લોકોની વિરુદ્ધ હત્યા (Murder) તથા હત્યા માટે મજબૂર કરવાનો મામલો નોંધી તપાસ શરૂ કરી દીધી છે.
મૃતકા બબલીના ભાઈ મોનૂએ જણાવ્યું કે, મારી બહેનના લગ્ન 2013માં થયા હતા. તેના સાસરિયા તેને શરૂઆતથી જ ત્રાસ આપી રહ્યા હતા અને તેની માટે મારઝૂડ કરતા હતા. અમે તેના પતિ સહિત પરિવાર પર કેસ નોંધાવ્યો છે. મારી બહેને આત્મહત્યા (Suicide) નથી કરી પરંતુ તેને મારીને ફાંસીના ફંદા પર લટકાવી દીધી છે. અમે ઈચ્છીએ છીએ કે દોષિતોને સજા મળે. તેને લઈને તેના પતિ, સાસુ-સસરા સહિત ચાર લોકોની વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ આપી છે.
બીજી તરફ, મામલાની તપાસ કરી રહેલી ગોહાના સિટી પોલીસના એસએચઓ સત્યવાને જણાવ્યું કે, પોલીસને સૂચના મળી હતી કે ખંદરાઈ ગામમાં એક મહિલાએ ફંદો લગાવીને આત્મહત્યા કરી દીધી છે. આ સૂચના પર પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને મામલા અંગે તપાસની શરૂઆત કરી. મૃતક મહિલાના પરિજનોના નિવેદન પર તેના સાસુ, સસરા, પતિ અને અન્ય એક વ્યક્તિ પર હત્યા તથા હત્યા માટે મજબૂર કરવાનો કેસ નોંધી લીધો છે.
પોલીસે લાશનું પોસ્ટમોર્ટમ (Post mortem) કરાવીને મૃતક મહિલા બબલીની લાશને પરિજનોને હવાલે કરી દીધી છે. અત્યાર સુધીની ફરિયાદમાં બબલીના ભાઈ મોનૂએ જણાવ્યું છે કે, તેની બહેનના સાસરિયા નાની નાની વાતો પર મેણાં ટોણા મારતા હતા અને તેને કારણે પતિ અને પત્ની વચ્ચે વારંવાર ઝઘડા થતા રહેતા હતા. હાલ, પોલીસ મામલાની તપાસ કરવામાં લાગી ગઈ છે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર